• શનિવાર, 12 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ભુજ : બકાલી ફાતમાબાઇ હારુન સુમરા (બગીચાવાળા) (ઉ.વ. 60) તે જાફર હારુન સુમરાના બહેન, હારુન, વકાસ અને ઇરસાદના ફઇ તા. 17-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-11-2023ના સોમવારે સવારે 9થી 10 પાટવાડી નાકા બહાર બકાલી મસ્જિદ ભુજ ખાતે.

ભુજ : મૂળ જખૌના મોહનલાલ કરમશી સેજપાલ (ટારી) (ઉ.વ. 65) તે દેવકાબેન કરમશી ખેરાજના પુત્ર, રક્ષાબેનના પતિ, જિગર તથા ભારતીબેનના પિતા, દિવ્યાબેનના સસરા, નિખિલભાઇ (મોથાળા)ના સસરા, પરી, ખુશીના દાદા, ખુશ-ધર્મના નાના, હિપેન, કિશન, ધ્રુવના મોટા બાપા, સાકરીબેન શંકરભાઇ, મધુબેન પ્રેમજીભાઇ, ઉમાબેન હરિભાઇ, શારદાબેન દયારામ,  હંસાબેન ભરતકુમાર (આદિપુર)ના ભાઇ, સ્વ. દયાળજી લક્ષ્મીદાસ અનમ (વિરાણી મોટી)ના જમાઇ, આશાબેન અમૃતલાલ દાવડા (નખત્રાણા), વંદનાબેન વસંતભાઇ કક્કડ (વર્માનગર), મનોજભાઇ દયાળજી અનમ (મુલુન્ડ-મુંબઇ)ના બનેવી તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-11-2023ના સોમવારે સાંજે  4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર,  માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજમાં. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : મૂળ પાલી રાજસ્થાનના હાજી નિઝામુદ્દીન અહમદ મુસા (ઉ.વ. 77) તે ઇકબાલ માંજોઠીના પિતા, મ. સમસુદ્દીન, મ. હારૂનઅલી, અબુલકરીમ, હૈદરઅલી, અકબરઅલીના ભાઇ તા. 17-11-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 20-11-2023ના 10 વાગ્યે તાહાનગર અમનનગર ચોકડી પાસે ભુજ.

ભુજ : અ.સૌ. મનાબેન પુનમચંદ વોરા (ઉ.વ. 75) તે પુનમચંદ મોહનલાલના પત્ની,  સ્વ. લક્ષ્મીબેન મોહનલાલના પુત્રવધૂ, સ્વ. કબુબેન ચંદુલાલ જીવરાજ સંઘવી (ઝંગબાર)ના પુત્રી, અલ્પેશ (માય કિડ્સ)ના માતા, ડિમ્પલના સાસુ, આયુષના દાદી, સ્વ. મધુબેન હરિલાલ, વીણાબેન વિનોદભાઇ, સ્વ. કંચનબેન ગુલાબચંદ શાહ (અંજાર), સ્વ. ભાગ્યવંતીબેનના ભાભી, ભાવનાબેન પરીમલ, જિજ્ઞાબેન પારસ, મેઘા નૈતિક, ચાર્મી અપુર્વના કાકી, વેની, રૂષભ, બિસા, નીવ, દિવમ, માહીરના  મોટા દાદી, સ્વ. અમૃતલાલ, સ્વ. નાનાલાલ, વિનયકાંત, સ્વ. કાંતિલાલ, જયંત સંઘવી, સ્વ. મધુબેન, સ્વ. ધનવંતીબેનના બેન તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-11-2023ના રવિવારે સાંજે 4થી 5 ડોસાભાઇ જૈન ધર્મશાળા પ્રથમ માળે એ.સી. હોલ ભુજ ખાતે.

ભુજ : મૂળ ખોખરા (તા. અંજાર)ના કનકસિંહ વિજયસિંહ જાડેજા (ઉ.વ.34) તે વિજયસિંહના પુત્ર, તખુભા, અજિતસિંહ, મોહનસિંહના નાના ભાઇ, ભાગ્યદીપસિંહના કાકા, સ્વ. હેતુભા, શિવુભા, ઉદુભા, નટુભા, ફતુભા, દિલીપસિંહ, પ્રેમસંગજીના ભત્રીજા તા. 13-11-2023ના અવસાન પામ્યા છે.

ભુજ : હાજિયાણી કુંભાર જલાબાઇ કાસમ (છત્રા) તે કાસમ ઇશાકના પત્ની, મ. અદ્રેમાન, સલીમ (સ્ટીલવાળા), મામદ, અનવર (વેલ્ડિંગવાળા)ના માતા, મ. ઇબ્રાહીમ, રમજુ, જુણસ, ઇશાકના ભાભી અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-11-2023ના સોમવારે સવારે 10થી 11 વાગ્યે કેમ્પ એરિયા મેન્ટલ હોસ્પિટલ, હુસેની ચોક ભુજ ખાતે.

આદિપુર : સ્વ. હાંસબાઇ પુંજાભાઇ ડુંગળિયા (ઉ.વ.65) (મૂળ ગામ નિંગાળ હાલે આદિપુર) તે પુંજાભાઇ મૂળજીભાઇ ડુંગળિયાના પત્ની, સ્વ. મગન  ટાયા દેવરિયાના પુત્રી, સોનલબેન, નાનુબેન, સ્વ. વાલજી, સ્વ. અશોક,  સ્વ. કાનજી અને ચંદ્રીકાના માતા, યશ, મિત, સાહિલ અને પ્રિન્સના દાદી તા. 9-11-2023ના અવસાન પામ્યા છે. આગરી તા. 19-11-2023ના તથા ઘડાઢોળ (પાણી) તા. 20-11-2023ના સવારે 8 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નં. 122 આદિપુર જીઆઇડીસી ખાતે.

અંજાર : રાજેશભાઇ કોટક (ઉ.વ. 60) તે સ્વ. મુકતાબેન પ્રાગજીભાઇના પુત્ર, જયશ્રીબેનના પતિ, મિતિ, ખુશાલના પિતા, પ્રિયંકાના સસરા, વંશના દાદા, સ્વ. રમણિક, સ્વ. અરવિંદ, પરેશ, સંજયના ભાઇ, નિર્મળાબેન, હર્ષાબેનના દિયર, પ્રવીણાબેનના જેઠ, હાર્દિક, કોમલ, સોનલના કાકા, પાર્થ, દીપના મોટા બાપા, દેવશી દામજીભાઇ કોટક, તુર્શાબેન ગોવિંદજીભાઇ, વિજયાબેન મણિલાલભાઇના ભત્રીજા, માયાબેન હેમરાજભાઇ સચદે (મુંબઇ)ના જમાઇ, નીતિન, દીપક, રાજેશ્વરીબેનના બનેવી, મેરીબેન, દીપ્તીબેનના નણદોયા તા. 14-11-2023ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. જયશ્રીબેન-99200 69113.

અંજાર : સઠિયા સુલેમાન (સબીર) અબ્દુલભાઇ (ઉ.વ. 23) તે મ. અબ્દુલ રમજુના પુત્ર, સઠિયા મજીદ, નઝીર, હુસેનઅલી, સાજીદના કાકાઇ ભાઇ, સઠિયા કાદરના ભત્રીજા, સઠિયા જુસબ હાસમના ભાઇ તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-11-2023ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન બાપુની દરગાહ સામે હેમલાઇ ફળિયો અંજાર ખાતે.

અંજાર : પ્રેમજીભાઇ દેવજીભાઇ કાપડી (ઉ.વ. 61) તે સ્વ. જીવાભાઇ રાજાભાઇના પૌત્ર, સ્વ. વાલીબેન દેવજીભાઇના પુત્ર, રસીલાબેનના પતિ, મિહિરભાઇ, હિનાબેન કાંતિલાલ બાંભણિયા, તુલસીબેન કૌશિકભાઇ બાંભણિયાના પિતા, જમનાબેન, સ્વ. ખીમીબેન, રસીલાબેન, મનજીભાઇ, હિરજીભાઇ, વસંતભાઇના ભાઇ, સ્વ. માવજીભાઇ કાનજીભાઇ વાણિયાના જમાઇ તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-11-2023ના સોમવારે સવારે 10થી 11 શ્રી યદુવંશી સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી) વોરાસર સોસાયટીની બાજુમાં અંજાર ખાતે.

અંજાર : ગં.સ્વ. સાવિત્રીબેન રતિલાલ ઉદવાણી (ઉ.વ. 83) તે સ્વ. રતિલાલ બેચરદાસના પત્ની, સ્વ. બેચરદાસ રામજીના પુત્રવધૂ, સ્વ. રણછોડદાસ સામજી મજેઠિયાના પુત્રી,  સ્વ. ઘનશ્યામભાઇ, જગદીશભાઇ, કનૈયાભાઇ, મહેશભાઇ, પ્રતિમાબેન કીર્તિકુમાર દૈયા (મુંબઇ), ભારતીબેન (કમળાબેન ભરતભાઇ સોનેતા-ગાંધીધામ), પ્રજ્ઞાબેન (દેવીબેન જીતુભાઇ પીપરાણી-મુંદરા), કુંતલબેન મનીષભાઇ રાજદેના માતા, ભારતીબેન, નીતાબેન, વર્ષાબેન, સોનલબેનના સાસુ, નિકેત, હેમાંગી વિવેકભાઇ કાથરાણી, કિંજલ, દેવાંગી, જીતના દાદી, કલ્પેશ, જિજ્ઞેશ, ખ્યાતિ, મેધા, જયના નાની, ગં.સ્વ. જવેરબેન (ઓડિશા), નાનાલાલભાઈ, દિનેશભાઈ, સ્વ. શાંતિલાલભાઈના બહેન, ગં.સ્વ. મણિબેન હીરાલાલ કોડરાણી, ગિરધરલાલ, ભગવાનદાસજીના ભાભી, જયેશ, દિલીપ, પંકજ, પ્રીતિ, જ્યોતિ, પુનિતા, શીતલતબેનના મોટી મા તા. 17-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-11-2023ના સોમવારે સાંજે 4થી 5 પલણવાડી, યોગેશ્વર ચોકડી અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી)

માંડવી : કચ્છી પરજિયા પટ્ટણી સોની રૂક્ષ્મણીબેન (બેબી) (ઉ.વ. 66) તે મગનભાઈ (બાપા) હરિલાલ સાગરના પત્ની, હરિલાલ જેઠાલાલના પુત્રવધૂ, સ્વ. મટુબેન ખેતશીના પુત્રી, સ્વ. દમયંતીબેન, ભરતભાઇના ભાભી, વર્ષાબેનના જેઠાણી, મેહુલ, શકિતના માતા, સારિકા, આરતીના સાસુ, નિધિ, પવન, આરાધ્યા, રિયા, હિમાંશના દાદી, કરણ, દેવાંશીના મોટી મા, સ્વ. હસમુખભાઇ, સ્વ. પ્રકાશભાઇ, સ્વ. હરેશભાઇના બેન, ગં.સ્વ. જ્યોત્સનાબેનના નણંદ, જિજ્ઞા ભાવિનકુમાર હંજના ફઇ, રિષભકુમાર, હિતેશભાઇ વાયાના કાકી સાસુ તા. 17-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-11-2023ના સોમવારે 4થી 5 સાગરવાડી માંડવી ખાતે.

ભારાપર (તા. ભુજ) : કુંભાર મામદ ઇસ્માઇલ તે સલીમ, હુસેન, રફીક, અનવરના પિતા, લતીફ ઇસ્માઇલના ભાઇ, અદ્રેમાન હાસમ (પદ્ધરવાળા)ના સસરા તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-11-2023ના મંગળવારના સવારના 10થી 11 કુંભાર જમાતખાનામાં.

કેરા (તા. ભુજ) : હાલે લંડન વાલબાઇ શિવજી ગામી (ઉ.વ. 87) તે શીવજી રામજી ગામીના પત્ની, ભીમજી, રમેશ, રાધાબેન મનજી કેરાઈ, નિતાબેન નવીન કેરાઈના માતા, મનજી રામજી કેરાઈ, નવીન રત્ના કેરાઈ, જયશ્રી ભીમજી ગામી, રસીલા રમેશ ગામીના સાસુ, જીતેન, વિનય, પ્રિતેશ, પ્રેમલના દાદી, શાંતિ, પ્રવીણ, દમયંતી, રિત્તીક, અલ્પા, મીનાક્ષી, સતીષના નાની તા.12-11-2023 અવસાન પામ્યા છે. બેસણું તા.20-11-2023 સોમવારે સવારે 7:15થી 8 ભાઈઓ અને બહેનોનું એક સાથે નિવાસસ્થાને કેરા ખાતે. તુલસી દાસ સુથારવાળી શેરી.

કોડકી (તા. ભુજ) : મેર રોમતબાઇ (ઉ.વ. 52) તે મામદ ઓસ્માણના પત્ની, અબ્દુલ અને સલીમના માતા, લાખા રમજુ મામદ તથા કાસમ મામદ (કુવાથડાવાળા)ના બહેન, મેર રમજુ મીઠું, શેખ હનીફ (સુમરાસર શેખ), લાખા ગની રમજુ, હાજી રમજુના સાસુ, લાખા હનીફ, મુસ્તાક લાખા, મોસીમ લાખા અને અકબર લાખાની ફઈ, રિયાઝ તથા રીજવાનના નાની તા.18-11-2023ના અવસાન પામ્યા છે, વાયેઝ-જિયારત તા.20-11-2023ના સોમવારે સવારના 10થી 11 વાગ્યે કોડકી જમાતખાના ખાતે.

માનકૂવા (તા. ભુજ) : પુરાણિયા તુલસી આત્મારામ (ઉ.વ. 54) તે ભચીબેન અને સ્વ. આત્મારામ જેઠાભાઇના પુત્ર, સવિતાબેનના પતિ, સપનાબેન જીલભાઇ (નખત્રાણા), મયૂરભાઇ, સંજય, નેહાના પિતા, રસીલાબેન નારાણભાઇ (આંબલિયારા), ઝવેરબેન જખુભાઇ (કાદિયા), પ્રેમજી હરેશના મોટા ભાઇ, સેખા મેઘબાઇ કરમણ (ઠક્કરનગર)ના ભત્રીજા, હિરજી અરજણ ગરવા (કાદિયા)ના જમાઇ, સેખા દાનાભાઇ કચરાભાઇ (ગઢશીશા)ના દોહિત્ર તા. 17-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 19-11-2023ના રવિવારે સાંજે સત્સંગ પાણી ઘડાઢોળ તા. 20-11-2023ના સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન જૂનાવાસ માનકૂવા ખાતે.

માનકૂવા (તા. ભુજ) : કુલદીપસિંહ કિરીટસિંહ સોઢા (ઉ.વ. 39) તે સ્વ. કિરીટસિંહ મનુભાના પુત્ર, સ્વ. વેસુભા મનુભા, મહોબતસિંહ મનુભાના ભત્રીજા, જયવીરસિંહ વી. સોઢા, વિક્રમસિંહ એમ. સોઢા, વીરભદ્રસિંહ વી. સોઢા, સ્વ. મહાવીરસિંહ એમ. સોઢા, પ્રદીપસિંહ એમ. સોઢા, મયૂરસિંહ કે. સોઢા, રક્ષાબા ભૂપેન્દ્રસિંહ વાઘેલા (ડુમાલી), ગીતાબા વિપુલસિંહ જાડેજા (માનકૂવા), વીરેન્દ્રબા કુલદીપસિંહ ઝાલા (અડવાડ)ના ભાઇ, ડો. કરણસિંહ જે. સોઢા (લેવા પટેલ હોસ્પિટલ ભુજ), કામેશ્વરીબા દિગ્વિજયસિંહ ઝાલા (ખંભલાવ), મહિદીપસિંહ, સત્યદીપસિંહ, નંદનીબા, શ્રદ્ધાબા, સંધ્યાબા, વિદ્યાબા, કર્મદીપસિંહના કાકા, જયરાજસિંહના પિતા, પ્રાક્ષિબાના મોટા બાપુ, રાજવીરસિંહ, વિશ્વરાજસિંહના મામા, હરિશચંદ્રસિંહ વિજયસિંહ ગોહિલ (સાન ખાખરા)ના જમાઇ, છત્રસિંહ જશવંતસિંહ વાઘેલા (વાંસણા ઇયાવા)ના ભાણેજ તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 18-11-2023થી 28-11-2023 સુધી, ઉત્તરક્રિયા તા. 28-11-2023ના મંગળવારે નિવાસસ્થાન સધુરાઇ વિસ્તાર રામમંદિર પાસે નવાવાસ માનકૂવા ખાતે.

વર્ધમાનનગર (ભુજોડી) : અશોકભાઇ કાંતિલાલ મહેતા (ભુવડવાળા) તે સ્વ. કાંતિલાલ ગોરધન અને હેમલતાબેનના પુત્ર, સુરેસભાઇ (મુંબઇ), સંજય મહેતા (મદ્રાસ), ચંદાબેન ભણસાલી (મુંબઇ), નંદાબેન શાહ (મુંબઇ), હિનાબેન શાહ (બરોડા), પ્રીતિબેન મહેતા (મદ્રાસ)ના મોટા ભાઇ, મયૂર અને તુપ્તિ (જીની બેંગ્લોર)ના પિતા, સ્વ. મલુકચંદ બેચરભાઇ મહેતા (ગામ નખત્રાણા હાલે માધાપર)ના જમાઈ, સ્વ. જેન્તિભાઇ, સ્વ. મનસુખભાઇ, સ્વ. રમણિકભાઇ, વાડીલાલભાઇ (અમદાવાદ), સ્વ. હસમુખભાઇ, સ્વ. વિનુભાઇ, બિપિનભાઇ, ધનસુખભાઇ,  કિરણભાઇ, સ્વ. કમળાબેન (મદ્રાસ), પુષ્પાબેન (વિથોણ), જનકબેન (મુંબઇ)ના બનેવી, અમિતકુમાર (બેંગ્લોર)ના સસરા, સિદ્ધિના દાદા, કિશા અને કશવીના નાના તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.20-11-2023ના સોમવારે બપોરે 3થી 4 જૂના દેરાસર (વર્ધમાનનગર ) ખાતે.

વાંઢ (તા. માંડવી) : સંગાર જેઠાભાઇ અભરામભાઇ (ઉ.વ. 68) તે સ્વ. જેઠીબેનના પતિ, સ્વ. કરશનભાઇ, સ્વ. વાલજીભાઇ શિવજીભાઇના ભાઇ, ચંદ્રકાંત, મુરજી, રામજીના પિતા, દેવજી, વિશ્રામ, મુરજી, નવીન, નારાણ, જેન્તી, માવજી, શાંતિલાલના કાકા, સ્વ. હાજા ધાઉના જમાઇ તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-11-2023થી 22-11-2023 સુધી નિવાસસ્થાન વાંઢ ખાતે.

ફરાદી (તા. માંડવી) : હાલ મુંબઈ વસતા કચ્છી પરજિયા પટણી સોની વિજય શિવજી છટપોખ્યા તે સ્વ. શાંતાબેન શિવજી છટપોખ્યાના પુત્ર, વર્ષાબેનના પતિ, વિરલના પિતા, હીરજી, દ્વારકા, દિનેશ, ચંદ્રકાંત, ચંદ્રિકા, દેવયાની, હેમલતાના ભાઈ, ગં.સ્વ. ચંપાબેન ખટાઉ સાગરના જમાઈ તા. 16-11-2023ના મુંબઈમાં અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-11-2023ના રવિવારે સાંજે 4થી પ જૈનમ બેંકવેટ હોલ, પહેલા માળે, અયપ્પા મંદિરની ઉપર, એસ.વી. રોડ, રામનગર, બોરિવલી વેસ્ટ, કલ્યાણ જ્વેલર્સની ગલી, મુંબઈ ખાતે.

બારોઇ (તા. મુંદરા) : ભૂમિકા રાજુભાઇ ચૌધરી (ઉ.વ. 14) તે રાજુભાઇ વેરશી ચૌધરીના પુત્રી, રતન, વિક્રમ, બ્રિજેશ, સ્વ. દિનેશ, પ્રકાશ, કિશન, સુમિત્રાબેન, સવિતાબેનના ભત્રીજી, સ્વ. વેરશી ચૌધરી, સ્વ. શાંતાબેન ચૌધરી, રઘુભાઇ, અશોકભાઇ, નવીનભાઇના પૌત્રી તા. 17-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-11-2023ના ગાયત્રીનગર ચોથી શેરી નિવાસસ્થાને બપોરે 4થી 5.

સાડાઉ (તા. મુંદરા) : જુણેજા ફાતમાબાઇ રમજુ (ઉ.વ.80) તે મ. જુણેજા રમજુ અભલાના પત્ની, ઓસમાણ અભલા, મ. જાનમામદ પટેલ, મ. સુલેમાન અભલા, મ. રજબઅલીના ભાભી, શકુરના માતા, રમજુ જાકબ,  મ. રજબના સાસુ, હાજી આદમ, આમદ, સાલેમામદ, સલીમ રમજુ, અબ્દુલ, ફકીરમામદ (બારોઈ)ના ફઈ, જાકબ, મજીદ, ફકીરમામદ, ગની, હુસેનના કાકી તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-11-2023ના સોમવારે સવારે 10થી 11 રહેમત મસ્જિદની બાજુમાં સાડાઉ ખાતે.

કારાઘોઘા (તા. મુંદરા) : કરસન લાલજી જોગી (ઉ.વ.36) તે લાલજી ઉમરના પુત્ર, ગં. સ્વ. જ્યોતિબેનના પતિ, વાલજી, ચતુર, નવીનના ભત્રીજા, પરેશ, ધર્મેશના પિતા, કેસરબેન રમેશભાઈના જમાઈ, સવિતા, રસીલા, પ્રેમિલા, શારદાના ભાઈ તા. 15-11-2023ના અવસાન પામ્યા છે. આગરી તા.25-11-2023ના શનિવારે રાત્રે અને ગૌપૂછ પાણી તા. 26-11-2023ના  નિવાસસ્થાને કારાઘોઘા ખાતે.

કોટડા રોહા (તા. નખત્રાણા) : વિનોદ કારો ગાંગજી મારાજ (ઉ.વ. 45) તે ભાણબાઇ ગાંગજી દેરાજના પુત્ર,  હીરબાઇના પતિ, બુધા માતંગ (બરંદા)ના જમાઇ, માવજી માતંગ (રાયણ)ના દોહિત્ર, હંસાબેન કિશોર ધેડા (માંડવી)ના સાળા, મનજી, કાંતિ, મહેન્દ્રના મોટા ભાઇ, ભારતી જયેશ દાફડા (ડોણ), ભરત, નેહા, ભાવિકના પિતા તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. પાણિયારો તા. 19-11-2023ના રવિવારે સવારે નિવાસસ્થાન કોટડા રોહા ખાતે.

આણંદપર (તા. નખત્રાણા) : મૂળ મોરગર (યક્ષ)ના રબારી હાજા ભામા (ઉ.વ. 80) તે લખમાબેનના પતિ, દેવીબેન માલા (દેવપર ગઢ), લાખાભાઇ, કાનાભાઇ, ભીમાભાઇ, ભચીબેન રાણા (મોસુણા), સોનીબેન બુધા (ભોપાવાંઢ)ના પિતા, લખમાબેન ભામુ (ખારૂઆ)ના ભાઇ, નાથીબેન (આધોછની), મેગાભાઇ, જીવીબેન (વડવા ભોપા), ભીખાભાઇ, નામાબેન (નખત્રાણા), વલુબેન (મેઘપર), જશુબેન (જોલરઇ), ભામા, હીરા, ભરત, રાજુ, કમુના દાદા, સ્વ. વંકા મમુ (નખત્રાણા), સ્વ. દેવા મમુ (ગાંધીધામ), કાના મમુ (સાંયરા), પાલીબેન કારા (ગોદજીપર)ના કાકાઇ ભાઇ, સ્વ. દેવા સામંત (કાલરવાંઢ)ના જમાઇ તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન રબારીવાસ આણંદપર (યક્ષ) ખાતે.

સુથરી (તા. અબડાસા) : સુમરા સિધીક ફકીરમામદ (ઉ.વ.80) તે અબ્દુલ મજીદના પિતા, જાફર, રમઝાનના બનેવી, અયુમ હાજી સલીમ (ઢીંઢ), હસન અબ્દુલસતાર (સુથરી)ના સસરા તા. 17-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-11-2023ના સોમવારે સવારે 10થી 11 જમાતખાના સુથરી ખાતે.

મુંબઇ (ઘાટકોપર) : મૂળ અંજારના રાજેન્દ્રભાઇ (બબાભાઇ) દવે (ઉ.વ. 67) તે સ્વ. મનહરલાલ નારાયણજી દવેના પુત્ર, કલ્પનાબેનના પતિ, દિશા, ઉજ્જવલના પિતા, પ્રવીણા, કુસુમ, ઉષા, શોભા, મીના, સ્વ. જયેશ, કપિલ, ભરતના ભાઇ, હરિશંકર બેચરલાલ દવેના જમાઇ તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-11-2023ના સાંજે 4થી 6 બ્રાહ્મણ સમાજ, જોશી લેન ઘાટકોપર ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang