કેલિફોર્નિયા, તા.15 : વર્લ્ડ
નંબર વન સ્પેનના ખેલાડી કાર્લોસ અલ્કારાઝના 16 મેચના વિજય અભિયાનને થંભાવીને રૂસી ખેલાડી ડેનિયલ મેદવેદેવ ઇન્ડિયન
વેલ્સ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો છે. સેમિ ફાઇનલમાં મેદવેદેવનો અલ્કારાઝ
વિરુદ્ધ 6-3 અને 7-6થી વિજય થયો હતો. ફાઇનલમાં
તેની ટક્કર વિશ્વ નંબર બે ઇટાલીના ખેલાડી યાનિક સિનર સામે થશે. સિનરનો સેમિ ફાઇનલમાં
જર્મન ખેલાડી એલેક્ઝાંડર ઝેવરેવ વિરુદ્ધ 6-2 અને 6-4થી આસાન વિજય
થયો હતો. દરમ્યાન મહિલા સિંગલ્સની ફાઇનલમાં નંબર વન બેલારૂસની આર્યના સબાલેંકા અને
કઝાકિસ્તાનની એલિના રાયબાકિના વચ્ચે ટક્કર થશે. સબાલેંકાની સેમિફાઇનલમાં ઝેક ગણરાજ્યની
ખેલાડી લિંડા નોસ્કોવા સામે 6-3 અને 6-4થી જીત થઈ હતી. જ્યારે રાયબાકિનાએ
યૂક્રેનની ખેલાડી એલિના સ્વિતોલિનાને રસાકસી પછી 7-પ અને 6-4થી હાર આપી
હતી.