• સોમવાર, 16 માર્ચ, 2026

ભુજ: બે સાઢુભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનને છરી લાગતા સારવારમાં મોત

ભુજ, તા. 15 : શહેરના હોસ્પિટલ રોડ પર શુક્રવારે બે સાઢુભાઈના ઝઘડામાં એકના મિત્ર એવા 25 વર્ષીય ધર્મેશ મનસુખલાલ પરમાર (કોલી) વચ્ચે પડતાં તેને પેટના ભાગે છરી ભોંકી દેવાઈ હતી. સારવાર દરમ્યાન ધર્મેશનું મૃત્યુ થયું છે. આ અંગે બી-ડિવિઝન પીઆઈ ડી.ડી. સિમ્પીનો સંપર્ક કરતા તેમણે ઘટનાને સમર્થન આપી જણાવ્યું કે, શુક્રવારે આરોપી યોગેશ ચૌહાણ (રહે. સાગરસિટી, ભુજ) અને તેના બે અજાણ્યા સાગરિતોએ શક્તિસિંહ પરમાર સાથે ઝઘડો કર્યો હતો.  યોગેશ અને શક્તિસિંહ સાઢુભાઈ છે. શક્તિસિંહને માર મરાતા તેનો મિત્ર ધર્મેશ છોડાવા જતાં તેને પેટમાં છરી મરાઈ હતી. રમેશને લાગેલી છરીની ઈજા ગંભીર  ન હતી. પરંતુ સારવાર દરમ્યાન બેક ઉલટીના કારણે ફેફસામાં કોમ્પ્લીકેશન સર્જાતા તેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. જયાં તેનું મોત નીપજ્યું હતું. તબીબોએ મૌખિક રીતે પોલીસને કાર્યવાહી આદરાશે તેવું શ્રી સ્મ્પે જણાવ્યું હતું. 

Panchang

dd