• સોમવાર, 16 માર્ચ, 2026

ઢંઢમાં પ્રજનન સમયે ભારે વાહનોની અવર-જવર !

ફુલાય (નાની બન્ની), તા. 15 : નખત્રાણાવાળા રસ્તે દેશલપર (ગું.) થઇને હાજીપીરનો રસ્તો સિમેન્ટથી મઢાઇ રહ્યો છે, ત્યારે ટ્રકચાલકોને સરળતા થાય એટલે હાજીપીરના ટૂંકા રસ્તે જવા છારીઢંઢ પક્ષી અભયારણ્ય વચ્ચેથી ટ્રકો ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું. ફુલાય ગામ થઇ કીરો ડુંગર પાસેથી છારીઢંઢના વોચ ટાવર પાસેથી મોટા-મોટા ટ્રેઈલર કે ટ્રકોની ગડગડાટીથી ઢંઢનાં પાણીમાં રહેલાં હજારો પક્ષીઓને ખલેલ પહોંચી રહી છે. ટ્રકોની મોટી લાઇનો લાગતાં કેટલાક પક્ષીપ્રેમીઓને તેની જાણ થતાં તેઓને આઘાત લાગ્યો હતો, કેમ કે, રામસર સાઇટ જાહેર થતાં સંપૂર્ણ રીતે આ વિસ્તાર પક્ષીઓ માટે સુરક્ષિત હોય છે, પણ મીઠાંનાં લોડિંગ માટે મોટાં અને ભારે વાહનોની જો અવરજવર અહીંથી થાય તો મોટી હાનિ પહોંચી શકે છે, તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને પક્ષીવિદ્એ તો કહ્યું કે, અત્યારે પક્ષીઓ માટે પ્રજનનો સમય છે, તેવા ટાણે પોતાનાં ઇંડાંનાં રક્ષણ કરવા પક્ષીઓ સતત તેની આસપાસ હોવાથી પક્ષી પણ અસુરક્ષિત બની જાય છે. જો કે, આ મુદ્દે વનતંત્રના અધિકારી હર્ષ ઠક્કરે કહ્યું કે, અહીંથી કોઇ વાહનોની અવરજવરનો રસ્તો નથી, એકાદ દિવસ ગાડીઓ આવી હતી અને સમજાવીને ના પાડી છે. પરંતુ કેટલાક નજરે જોનારાઓએ કહ્યું કે, અમુક ગામલોકો અહીંથી ગાડીઓ જવા દે છે અને ડ્રાઇવરો પાસેથી ગેરકાયદે જાણે ટોલ ટેક્સ વસૂલતા હતા. 

Panchang

dd