આદિપુર, તા. 15 : અહીંના કચ્છ સ્પોર્ટસ સિંધી
સમાજ દ્વારા એસઆરસીના સહયોગથી ચેટીચાંદના ઉપલક્ષમાં ક્રિકેટ દ્વારા એકતાના સંદેશ સાથે
કૃષ્ણ ક્રિકેટ એકેડેમીનાં મેદાનમાં યોજાયેલી સિંધી પ્રીમિયર લીગ સિઝન પાંચમાં નવ ટીમે
ભાગ લીધો હતો. ફાઇનલના અંતે આયોજિત સમારોહમાં એસઆરસીના ચેરમેન સેવકભાઈ લખવાણી, ડેપ્યૂટી ચેરમેન લલિત વિધાણી, સીઈઓ હરેશ થારવાણી, ડાયરેક્ટર મહેશ લખવાણી, ભરત રાજાણી તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યાં
હતાં. આયોજન પ્રકાશ મુલચંદાણી, કમલ ગુરનાની વગેરે સંભાળ્યું હતું.
ફાઇનલમાં મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ નીલેશ થદાની, બેસ્ટ
બેસ્ટ્સમેન કમલ ગુરનાની, બેસ્ટ બોલર ભાવેશ હેમનાની અને બેસ્ટ
ફિલ્ડર આશિષ મુલચંદાણી રહ્યા હતા અને તેમને ઇનામ આપવામાં આવ્યા હતા. ખેલાડીઓએ સમગ્ર
આયોજનને બિરદાવ્યું હતું.