• મંગળવાર, 10 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : મ.કા. ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ અ.સૌ. હંસાબેન (ઉ.વ. 63) (નિવૃત્ત શિક્ષિકા, ભુજ ઇંગ્લિશ સ્કૂલ) તે જિતેન્દ્રભાઇ દવે (રિટા. ડિ. કોર્ટ)ના પત્ની, સ્વ. લીલાવંતીબેન કાશીરામભાઇ દવેના પુત્રવધૂ, સ્વ. જયાબેન કાન્તિલાલ ભટ્ટ (માધાપર)ના પુત્રી, સાવન (એસ.બી.આઇ.-ભુજ)ના માતા, ડો. દીનલ ભટ્ટના સાસુ, પ્રદીપ દવેના નાના ભાઇના પત્ની, નરોત્તમભાઇ (રિટા. બી.એસ.એન.એલ.), પ્રદ્યુમનભાઇ (માધાપર), પ્રેમિલાબેન (રિટા. શિક્ષિકા-ભુજ)ના નાના બહેન, અરવિંદાબેન વી. ત્રિપાઠી (વલસાડ), સુમેદાબેન અંબાપ્રસાદ ત્રવાડી (ભુજ), આશાબેન (માધાપર)ના ભાભી, રક્ષાબેન (માધાપર)ના નણંદ, ભક્તિબેન ચિંતનકુમાર ભટ્ટ (આદિપુર), હિરેન દવે (ડિ. કોર્ટ-ભુજ)ના માસી/કાકી, ચિંતન ભટ્ટ (આદિપુર), ભક્તિ દવે (ભુજ)ના માસીજી/કાકીજી, વંદનાબેન હરિલાલભાઇ ભટ્ટ (ભુજ)ના વેવાણ, રવીન્દ્ર ત્રવાડી, આશિષ ત્રવાડી (ભુજ), જય ત્રિપાઠી (વલસાડ), ભાવનાબેન શાત્રી (પેટલાદ)ના મામી, જાહન્વીબેન વિનાયક દવે (માધાપર), દીપાબેન અજયકુમાર ત્રિપાઠી (પુના), વિજય ભટ્ટ (બેંગ્લોર), તેજસ ભટ્ટ (કેનેડા)ના ફઇ તા. 9-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-3-2026ના બુધવારે સાંજે 5.30થી 6.30 બી.એ.પી.એસ. મંદિર સત્સંગ હોલ, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ મુંબઈના રણજિતભાઈ મડૈયાર (ઉ.વ. 70) તે સ્વ. રાધાબેન ત્રિકમદાસ મડૈયારના પુત્ર, બિનાબેન (વસંતાબેન)ના પતિ, કિંજલ (યુ.કે.), ફોરમ (યુ.એસ.)ના પિતા, સુભાંકો, ઓમના સસરા, સ્વ. ભચીબેન કરશનદાસ કલ્યાણજી કતિરાના જમાઈ, પ્રતાપભાઈ, પ્રવીણભાઈ, મૂળરાજભાઈ, પુષ્પાબેન મનસુખલાલ ઠક્કર, નિરંજનાબેન મૂળરાજભાઈ રૂપારેલ, દેવયાનિબેન પ્રભાતભાઈ કારિયા, મધુરીબેન રવિલાલભાઈ કોટકના ભાઈ, રમેશભાઈ કતિરા, રવિલાલભાઈ કતિરા, સ્વ. રસિકભાઈ કતિરા, હરેશભાઈ કતિરા, દેવેન્દ્રભાઈ કતિરા, ચંદ્રિકાબેન, દીક્ષાબેનના બનેવી, મણિલાલ પ્રધાન બારૂ, જયેશભાઈ મણિલાલ પોપટના સાઢુભાઈ, જયંતભાઈ, મનિષભાઈ, પરિમલભાઈ, તુષારભાઈ, સમીરભાઈના કાકા, એમ્મેલ, અયાન, કેલબના નાના તા. 9-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-3-2026ના મંગળવારે સાંજે 5થી 6 બી.એ.પી.એસ. સત્સંગ હોલ, ચારણ સમાજવાડી પાસે, નિર્મળાસિંહની વાડી, ભુજ ખાતે.

ભુજ : મૂળ ગોધરા (તા. માંડવી)ના દિનેશ (ઉ.વ. 40) તે ભાણજી મેઘજી હાથી અને લક્ષ્મીબેનના પુત્ર, વિજયાબેનના પતિ, રિદ્ધિના પિતા, નરેશ, દામજી, હરેશ, નારાણના ભાઇ, રામજી ગાંગજી ફફલ (નારાણપર)ના જમાઇ, વેલજી સામજી જુવડના ભાણેજ, સોનબાઇના દિયર, ગીતાબેન, મધુબેન, હંસાબેનના જેઠ તા. 8-3-2026ના અવસાન પામ્યા છે.

ભુજ : મૂળ મોથાળાના સુમરા ઇબ્રાહિમ ઇશાક (ઉર્ફે બાવલો) (ઉ.વ. 57) તે નૂરમામદ (ઉર્ફે સુમાર), આદમ, અશરફના ભાઈ, આમીર, અમજદ, સોહિલના પિતા, જુણેજા શબ્બીર હુશેન ઓસમાણના સસરા, વર્યા ઇશાક આદમ (વાયોર)ના જમાઈ, વર્યા ઈશા આદમ, ભીયા ઇશા અલીમામદ, ભટ્ટી મહંમદ સિધિક આદમના સાળા, મૌલાના અબ્દુલલતીફના બનેવી તા. 8-3-2026ના અપવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-3-2026ના મંગળવારે સવારે 10.30થી 11.30 મુસ્તુફા મસ્જિદ, મુસ્તફાનગર, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ સિનુગ્રાના ક.ગુ.ક્ષ. મંજુલાબેન ધીરજલાલ ટાંક (ઉ.વ. 74) તે સ્વ. ખીમજીભાઇ માવજીભાઇ ચૌહાણના પુત્રી, સ્વ. ધીરજભાઇ અમરસિંહભાઇ ટાંક (નિવૃત્ત કસ્ટમ ઓફિસર)ના પત્ની, રિષીપ, કુનાલના માતા, રીનાબેન, આરતીબેનના સાસુ, વનરાજભાઇ, ભોગીલાલભાઇ, પ્રતાપભાઇના ભાભી, ગં.સ્વ. વનિતાબેન, ગં.સ્વ. ભાવનાબેન, સ્વ. પ્રભાબેનના દેરાણી, રાકેશભાઇ, હરીશભાઇના કાકી, રીતુબેન, દીપ્તિબેનના કાકીજી, કિશન, ધાર્મિક, યશ, પાર્શ્વ, બંસીતાના દાદી તા. 8-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-3-2026ના બુધવારે સાંજે 4.30થી 5.30 અંબે મા મંદિર હોલ, સેક્ટર-4, ઓસ્લો, ગાંધીધામ ખાતે.

આદિપુર : હાર્દિક હેમંત ભટ્ટ (ઉ.વ. 39) તે હેમંત ધીરુભાઈ ભટ્ટ (રાજ સ્ટુડિયો) અને રચનાના પુત્ર, જુહી પરિન ગાંધીના ભાઈ, રીટા ભટ્ટ, બીના યોગેશભાઈ કોઠારીના ભત્રીજા, અશોક ગોલાનીના ભાણેજ તા. 9-3-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 10-3-2026 મંગળવારે સવારે 10 વાગ્યે તેમના નિવાસસ્થાન જ.ઈ.ડ. 100, 101 આદિપુરથી નીકળી આદિપુર સોનાપુરી સ્મશાનગૃહે જશે. 

માંડવી : મૂળ બાગના ભાનુબેન પ્રભુલાલ મોતા (ઉ.વ. 62) તે પ્રભુલાલ રામજીના પત્ની, સ્વ. કુંવરબાઇ રામજી ગોપાલજીના પુત્રવધૂ, મહેશ, ચારુલતાબેન, રમેશ (અપ્પો)ના માતા, રશ્મિબેન, ભૂમિકાબેન, ડેનિશભાઈ વસંતલાલ વ્યાસ (નાગલપુર)ના સાસુ, સ્વ. જમનાબેન રવિલાલ નાકર (ખાખર), સ્વ. ખીમજી, સ્વ. મૂરજીના ભાભી, સ્વ. દમયંતીબેનના દેરાણી, જયેશ, ભાવેશ, રંજનબેન, જિજ્ઞાબેનના કાકી, મધુબાલાબેન, તુલસીબેન, વિનોદભાઈ, નરેન્દ્રભાઈના કાકીસાસુ, ગં.સ્વ. ઝવેરબેન ભવાનજી લાલજી પેથાણી (બિદડા)ના પુત્રી, સ્વ. ધનજી, કાન્તિ, વસંત, ચંદુ, શૈલેશ, કૈલાશ, મધુબેનના બહેન, ધનજીભાઈ, ભરતભાઈ, ચંદુભાઇ, રાજેશભાઈ, જયાબેન, હેમલતાબેન, કાંતાબેનના મામી, હેત, ક્રિશ, ખુશી, ખુશ્બૂ, જૈમિન, જિગરના દાદી, મિત્તલના દાદીસાસુ તા. 9-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-3-2026ના બુધવારે બપોરે 3થી 5 સાગરવાડી, નવાપરા, આઝાદચોકની બાજુમાં, માંડવી ખાતે. સાસરા પક્ષની સાદડી તે જ દિવસે બપોરે 2થી 4 જીતનગર, પાંજરાપોળની બાજુમાં, બિદડા ખાતે.

માંડવી : રાઠોડ મંગલ અલાયા જોગી (ઉ.વ. 75) તે પુરબાઈ (પુબીબેન)ના પતિ, લાખાભાઇ ફકુભાઈ સંઘાર (દાદાવાદી-માંડવી)ના જમાઈ, સ્વ. વેલજી, બુધિયા, બાબુ, સામજી, જેવાબાઈના ભાઈ, અરાવિંદ, સ્વ. દિલીપ, સ્વ. મનજીના પિતા, બાબુ, નવીનના કાકા, કરસન, રામજીના મોટાબાપા, શિવ, શક્તિ, ઈશા, રાહુલ, હરેશ, પાયલ, કોમલ, નીરવ, જયંતી, આશાના દાદા તા. 8-3-2026ના અવસાન પામ્યા છે. આગરીની રાત તા. 18-3-2026ના બુધવારે અને પાણીની વિધિ તા. 19-3-2026ના ગુરુવારે નિવાસસ્થાન જી.ટી. ગ્રાઉન્ડ સામે, જોગીવાસ, માંડવી ખાતે.

નવી ચુબડક (તા. ભુજ) : આમદ ઉમર પારા (ઉ.વ. 65) તે ફારુક પારા, રફીક પારાના પિતા તા. 9-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.11-3-2026ના બુધવારે અસર નમાજ બાદ નિવાસસ્થાન નવી ચુબડક ખાતે.

વાડાસર (તા. ભુજ) : ચાવડા ડાઇબેન (ઉ.વ. 80) તે ફકાભાઇ મેગજીના પત્ની, હેમલતાબેન અમરતભાઇ (ધુફી), રતનબેન કાન્તિલાલ (દેવીસર), રેખાબેન રામજી (ધાવડા), સન્તાબેન રવજી (કોટડા-જડોદર), બાબુલાલના માતા, ભોજાભાઇ ચાવડા, ભચીબેન સામત (નખત્રાણા), લાલજીભાઇ નારાયણ (સુખપર)ના ભાભી, પ્રવીણ ભોજા, હંસાબેન ભોજા, વિરજી ખીમજી (દેશલપર), લોંચા દેવજી ખીમજી (દેશલપર), લોંચા નાનજી ખીમજી (દેશલપર), ચાવડા જયેશ બાબુલાલ, ચાવડા મોહિની બાબુલાલના દાદી, ધનબાઇ ખેતાલાલ (રતાડિયા), વિરજી, દેવજી, નાનજી, કાનજી, રતનબેન બાબુલાલ (દયાપર)ના બહેન, ખીમજીભાઇના પુત્રી તા. 9-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 13-3-2026ના સવારે 10 વાગ્યે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન વાડાસર ખાતે.

લોડાઈ-કેશવનગર (તા. ભુજ) : જેરામભાઈ કરસનરામ કાપડી (ઉ.વ. 71) તે સ્વ. કરસનરામ મોહનદાસ કાપડીના પુત્ર, ગંગાબેનના પતિ, હરેશભાઈ, કલ્પેશભાઈ, હંસાબેન કુલદીપભાઈ (ગુંદાલા), જ્યોતિબેન રમેશભાઈ (ચપરેડી)ના પિતા, સ્વ. નરસિંહરામભાઈ, સ્વ. વિશનજીભાઇ, સ્વ. કાનજીભાઈ, દયારામભાઈ, ગં.સ્વ. કંકુબેન નરાસિંહભાઈ (મીંદિયાળા)ના ભાઈ, સ્વાતિબેન હરેશભાઈ, નર્મદાબેન કલ્પેશભાઇના સસરા, મનજીરાજા ભાણદાસ કાપડી (કુંભારિયા)ના જમાઈ, પ્રિયા, સ્વ. વિજય, પરી, પ્રીતના દાદા તા 8-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કેશવનગર, લોડાઈ ખાતે. પૂજનવિધિ તા. 19-3-2026ના ગુરુવારે.

કાળી તળાવડી (તા. ભુજ) : જીવાબેન બેચુભાઇ ડાંગર (ઉ.વ. 95) તે સ્વ. બેચુભાઇ કરશનભાઇ ડાંગરના પત્ની, સામતભાઇ, સ્વ. કાનજીભાઇ, સ્વ. પરબતભાઇ, સ્વ. ડાયાભાઇ, શિવજીભાઇ આહીર (પૂર્વ ધારાસભ્ય)ના ભાભી, સ્વ. ભાણજીભાઇ, શંભુભાઇ, ગાંગજીભાઇ, ધનજીભાઇ, રમીબેન અરજણ કોઠિવારના માતા તા. 8-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કાળી તળાવડી ખાતે.

નાની ખાખાર (તા. માંડવી) : હીરબાઈ પૂંજાભાઈ ચંદે (ઉ.વ. 54) તે સ્વ. ધનજીભાઈ ભચુભાઈ ચંદેના પુત્રવધૂ, સામતભાઈ અભુભાઈ દોરૂ (રાયણ)ના પુત્રી, પૂંજાભાઈના પત્ની, રમેશભાઈના નાના ભાઈના પત્ની, સ્વ. મેઘજીભાઈ, ભરતભાઈ, માનબાઈ, શામજીભાઈના ભાભી, ઈશિતા, રિધમ, ધૈર્યા, અહાનાના માતા, છોટાલાલભાઈ, દિલીપભાઈ, મણિબેન ખીમજી સોધમ (મુંદરા), હંસાબેન દેવજીભાઇ બળગા (બેરાજા), લક્ષ્મી વાલજી આયડી (માધાપર)ના બહેન તા. 9-3-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 10-3-2026ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાનેથી નીકળશે.

લાયજા મોટા (તા. માંડવી) : લંઘા અનવર કાસમ (ઉ.વ. 52) તે મ. કાસમ અલીમામદ લંઘા (ઉર્ફે અલાયા ઉસ્તાદ)ના પુત્ર, યુનુસ, રફીક, રજાકના ભાઇ, અસલમના પિતા, શરીફ, સારીક, કોનેનના મોટાબાપા, મ. જુસબ અલીમામદ લંઘા, મ. લંઘા ઓસમાણ અલીમામ (ઉર્ફે દાઉદ) (મોટા લાયજા), મ. લંઘા અબ્ધ્રેમાન જાનમામદ (માંડવી), લંઘા અદ્રેમાન મામદ (ગોધરા-લાયજા મોટા)ના ભત્રીજા તા. 8-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-3-2026ના બુધવારે અસર નમાજ બાદ મુસ્લિમ જમાતખાના, મોટા લાયજા ખાતે.

મુંબઈ : મૂળ સિનુગ્રાના બલરામભાઈ જીવરામભાઈ રાસ્તે (ઉ.વ. 83) તે સ્વ. પાર્વતીબેન જીવરામભાઈ રાસ્તેના પુત્ર તા. 6-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-3-2026ના ગુરુવારે બપોરે 3થી 5 ગાર્ડન ગ્રોવ્સ બેન્ક્વેટ, આર.એમ. ભટ્ટાડ રોડ, કોરા કેન્દ્ર પાસે, બોરીવલી (વેસ્ટ) મુંબઇ ખાતે.

ટોડાના નવીન ગોગરી (ઉં. 68)  તે સ્વ દમયંતી દેવજી ગોગરીના પુત્ર. સ્વ. જયા, અરૂણાના પતિ. રાહુલ, નિકેશ, યશના પિતા. સ્વ. મુલબાઈ રામજી સત્રા તથા કમલાશંકર વિજયાના જમાઈ. સ્વ. લક્ષ્મીચંદ, સ્વ. જયશ્રી, સ્વ. પ્રફુલ, કલાના ભાઈ અવસાન પામ્યા છે.

કુંદરોડીના ગાંગજી મામણીયા (ઉં. 81)  તે જીવીબાઈ ખીમજી મુરજીના પુત્ર. સુશીલાબેનના પતિ. પરેશ, જયશ્રીના પિતા. જીવરાજ, શામજી, પોપટલાલ, કાંતિલાલ, હસમુખ, કલ્યાણજીના ભાઈ. દેવકાબેન ભાણજી પચાણ શેઠીયાના જમાઈ અવસાન પામ્યા છે.

ભોજાયના આણંદજી રાંભીયા (ઉં. 74)  તે પાનબાઈ નાગજીના પુત્ર. શાંતાબેનના પતિ. પારૂલના પિતા. સાકરબેન ગુલાબચંદ, જેઠીબાઈ વેલજી, રંજન મોહનલાલના ભાઈ. દેવકાબાઈ હીરજી આસુ દેઢીયાના જમાઈ અવસાન પામ્યા છે.

હાલાપુરના રતનબેન છેડા (ઉં. 90)  તે ખેતબાઈ નાગજીના પુત્રવધૂ. સ્વ. વલ્લભજીના પત્ની. સ્વ. દિપક, રમેશ, દિનેશ, જયેશ, ભાવેશના માતા. દેવાબેન તેજશીના પુત્રી અવસાન પામ્યા છે.

મોટી વરંડીના ઉદય (વલુ) ગડા (ઉં. 57)  તે ભચીબાઈ કેશવજીના પુત્ર. રસીલાના પતિ. પરેશ, કોમલના પિતા. વસંત, પ્રફુલના ભાઈ. સાકરબેન શામજી વીરજી ગોસરના જમાઈ અવસાન પામ્યા છે.

કુંદરોડીના હસમુખ છેડા (ઉં. 73)  તે પાંચીબાઈ (રાણબાઈ) પાસુ મુરજીના પૌત્ર. માકબાઈ મેઘજીના પુત્ર. નિર્મળાના પતિ. ચિંતન, કેયુરના પિતા. હરીલાલ, ગિરીશ, હરીશ, મુકેશ, જવેર નેમજી, ભાનુમતી પ્રેમજી, કોકીલા કેશવજી, કુસુમ નાનજી, વનિતા ધીરજલાલ, પુષ્પા જયંતીના ભાઈ. તેજબાઈ વેરશીના જમાઈ  અવસાન પામ્યા છે.

(સૌ. : કવીઓ જૈન ખબરપત્રિકા)

Panchang

dd