• શનિવાર, 14 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ બાલાચોડ મોટીના દિલીપભાઇ સામજીભાઇ પરમાર (રાજપૂત) (ઉ.વ. 62) તે પુનીત, હાર્દિક, આરતીના પિતા, મધુબેનના પતિ, નવીનભાઇ, જેન્તીલાલ, સ્વ. રમેશભાઇ, શાન્તાબેન, ગંગાબેન, પાર્વતીબેનના ભાઇ, ઉર્વિ, ખુશ્બૂ, હરદીપના સસરા, સ્વ. મુકેશ, પ્રીતિ, ચાંદનીના કાકા, જીત, જીયા, પૃથ્વી, પ્રીતના મોટાબાપુ, કશ્વી, અથર્વના દાદા, ધ્રુવાંશના નાના, સ્વ. રણછોડજી ખીમજી ચાવડા (કોટડા રોહા)ના જમાઇ તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 14-3-2026ના શનિવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : મૂળ કોટડા (રોહા)ના પ.ક મ.ક. સઈ-સુતાર હેમલતાબેન ગોહિલ (દરજી) (ઉ.વ. 64) તે કલ્યાણજીભાઇ દયારામ ગોહિલના પત્ની, ગં.સ્વ. કુસુમબેન મહેશભાઈ મોઢ (નેત્રા), સંધ્યાબેન હિતેષભાઈ ગોહિલ (ખેડબ્રહ્મા હાલે વલસાડ), હેજલબેન દર્શનભાઈ વાઘેલા (સમાઘોઘા), રોનકભાઈના માતા, પ્રિયાબેનના સાસુ, ગં.સ્વ. ઝવેરબેન પરષોત્તમભાઈ ગોહિલ (કોડકી), વસંતબેન શંભુલાલ  (નખત્રાણા), જ્યોતિબેન દિનેશભાઈ (મુંબઇ), ગં.સ્વ. મંજુલાબેન નંદલાલ પરમાર (કોટડા-જ.), દમયંતીબેન નવીનચંદ્ર પરમાર (કલ્યાણપર)ના ભાભી, ગં.સ્વ. હંસાબેન, ગં.સ્વ. હેમલતાબેન, ગીતાબેન, હિનાબેન, પ્રવીણાબેન, પ્રજ્ઞાબેન, હર્ષાબેન, રાધિકાબેન, વિનોદકુમાર, જયેશભાઈ, રાહુલના કાકી, ધૈર્યના દાદી, કરણ, મહેક, ધ્રુવ, પરમ, હિવાના નાની, સ્વ. પુષ્પાબેન તથા સ્વ. અંબાલાલ ચૌહાણ (ખેડબ્રહ્મા)ના પુત્રી, ગં.સ્વ. અરૂણાબેન દિનેશભાઈ (બોરૂ)ના બહેન, કેશવલાલ (કુકમા), સ્વ. રમેશભાઈ, પોપટલાલ (અંજાર)ના ભત્રીજી તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-3-2026ના રવિવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, સંતોષ સોસાયટી, ભુજ ખાતે.

ભુજ : બાબુભાઈ હનાભાઈ મકવાણા (ઉ.વ. 75) તે નર્મદાબેનના પતિ, દીપકભાઈ, લીલાવંતીબેનના પિતા, વિનોદભાઈ, ચમનભાઈ, દયારામભાઈ, ભાવેશભાઈ ખોડાભાઈ, જોનીભાઈ, દામજીભાઈ દેવજીભાઈના ભાઈ, કમલેશભાઈ વાઘેલા, મનસુખભાઈ વાણિયા, અલ્પાબેનના સસરા, ભગવાનજીભાઈ પુરબિયા, રમેશભાઈ પુરબિયાના બનેવી, દક્ષના દાદા અવસાન પામ્યા છે. સાદડી તા. 14-3-2026ના શનિવારે સાંજે 5થી 6, લૌકિકક્રિયા (બારસ) તા. 19-3-2026ના ગુરુવારે સવારે 10થી 12 પાણીની વિધિ નિવાસસ્થાને, રામેશ્વર મંદિર પાસે, અંજલિનગર, સુરલભિટ્ટ રોડ, ભુજ ખાતે.

ભુજ : હાલે કુવૈત કચ્છી પરજિયા પટ્ટણી સોની વસંતકુમાર માધવજી સુસણિયા (ઉ.વ. 78) તે શારદાબેનના પતિ, સ્વ. જયાબેન માધવજી પ્રેમજી સુસણિયાના પુત્ર, સ્વ. કસ્તૂરબેન ખીમજી ચનાના જમાઈ, નિર્મળાબેન રમેશકુમાર સાગરના ભાઈ, પ્રીતેશ, બીના, નિતેશના પિતા, કાજલ, નીરાના સસરા, પ્રકાશભાઈ, શૈલેશભાઈના બનેવી, દીપેન, જિજ્ઞેશના મામા, યેશા, દેવીશા, સાન્વીના દાદા, ઉમા, પ્રિશાના નાના તા. 8-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-3-2026ના સાંજે 4થી 5 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : હાલે અમદાબાદ હંસાબેન નવીનભાઈ સોલંકી (ઉ.વ. 66) તે નવીનભાઈ ગોપાલભાઈ સોલંકીના પત્ની, હિરેનભાઈના માતા તા. 13-3-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા 

તા. 14-3-2026ના શનિવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન બેન્કર્સ કોલોની, જ્યુબિલી ગ્રાઉન્ડ, ભુજથી નીકળી લોહાણા સ્મશાનગૃહ જશે.

ગાંધીધામ : ભરતભાઇ દયાશંકર આચાર્ય (ઉ.વ. 63) તે સ્વ. ભાગીરથીબેન દયાશંકર આચાર્ય (કંડલા)ના પુત્ર, સ્વ. નવીનભાઇ, જયંતીભાઇ, કિશોરભાઇ (રાજકોટ), પ્રવીણભાઇ, વિનોદભાઇ, ગં.સ્વ. ધનલક્ષ્મીબેન ભરતભાઇ બાપટ (મુંબઇ)ના ભાઇ, ગં.સ્વ. રસીલાબેન, સવિતાબેન, હેમલતાબેન, રેણુકાબેનના દિયર, ગીતાબેનના જેઠ, ભાવનાબેનના પતિ, સ્વ. કેશવજીભાઇ જીવરામભાઇ રાસ્તે (સમાઘોઘા)ના જમાઇ, જીતુભાઇ, શૈલેષભાઇ, સુરેશભાઇ, સ્વ. ભારતીબેન વિનેશભાઇ આચાર્ય (અંજાર), બીનાબેન વિનેશભાઇ આચાર્ય (અંજાર), સ્વ. ગીતાબેન જગદીશભાઇ જોષી (મુંબઇ)ના બનેવી, સાગર અને પ્રતીકના પિતા, અક્ષદાના સસરા, મહેશ, ભાવેશ, કમલેશ, હિરેન, દર્શન, અર્જુન, સમીર, ચિરાગ, ભારતી દેવેન્દ્ર જોષી, પ્રીતિ પંકજ ફડકે, મનીષા અમિત બાપટ, કોમલ રાજકુમાર બાપટ, વિશ્વા વિશાલ રાજપૂતના કાકા, મીતા, ચંદ્રિકા, ઉષા, હેતલ, મેઘા, અંકિતા, દીક્ષિતા, અપેક્ષાના કાકાજી સસરા, યશ, પાર્થ, રિષિત, જેનીલ, આર્યા, અંશી, વિવાન, ક્રિષ્ના, દક્ષ, વૈભવી, કાશ્વીના દાદા તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 14-3-2026ના શનિવારે સાંજે 5થી 6 લાયન્સ ક્લબ, ઇફકો કોલોની પાસે

ગાંધીધામ ખાતે. 

માંડવી : મૂળ તરા-મંજલના કચ્છી બ્રહ્મક્ષત્રિય કિરીટ કાનજી સોનેજી (ઉ.વ. 55) તે સ્વ. પ્રભાવતીબેન કાનજી સોનેજીના પુત્ર

સ્વ. કિશોર, અરવિંદ, હરેશ, કમલેશ, અનસૂયાબેન પ્રેમજીભાઇ 

લિયા (મુંબઇ), ગં.સ્વ. લક્ષ્મીબેન હરીશભાઇ વીંછી (ઉદયપુર), ઇન્દિરાબેન મનસુખભાઇ છાટબાર (નખત્રાણા)ના ભાઇ

ગં.સ્વ. અસ્મિતાબેન, સ્વ. ઉર્મિલાબેન, પ્રીતિબેનના દિયર,

 જયંતીભાઇ સુંદરજી કારાતેલાના ભાણેજ, દર્શન, પરીન, શૌર્ય, તુલસીના કાકા, કુણાલ, ભાવિની, વિનીત, દર્શના, માનસીના મામા તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-3-2026ના સાંજે 4.30થી 5 સત્સંગ આશ્રમ, નાના તળાવ પાસે, માંડવી ખાતે.

માંડવી : ઝાલા જશોદાબેન કાંતિલાલ ખારવા (ઉ.વ. 82) તે સ્વ. કાંતિલાલ ખીમજી ઝાલાના પત્ની, સ્વ. પાંચીબેન ખીમજી ઝાલાના પુત્રવધૂ, વર્ષાબેન, લીનાબેન, આનંદના માતા, પીતાંબરભાઇ, ગીતાબેન, હરેશભાઇ, અરૂણભાઇના ભાભી, જયંત રવજી ગિરનારી (જામનગર), મુકેશભાઇ જેરામ પરમાર, જાગૃતિબેનના સાસુ, હીમ તથા જયનીના દાદી, પ્રશાંક, રુદ્રાંશ, ખુશાલ, નીરવ, ચારૂના નાની તા. 13-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઇઓ  તથા બહેનોની) તા. 14-3-2026ના સાંજે 4થી 5 ઔદિચ્ય ઝાલાવાડી, સુમતિનાથ કોમ્પ્લેક્સ, માંડવી ખાતે.

ભચાઉ : શ્રીમાળી સોની પાટડિયા મણિલાલ પરસોત્તમભાઈ (ઉ.વ. 91) તે સ્વ. કાનુબેન પરસોત્તમભાઈ રાઘવજીભાઈના પુત્ર, સ્વ. ચંપાબેનના પતિ, સ્વ. હીરાલાલ, સ્વ. ખેંગારભાઈ, સ્વ. હરિલાલ, સ્વ. રણછોડભાઈ, સ્વ. રતનબેન, સ્વ. પ્રેમુબેન, સ્વ. મીઠીબેનના ભાઈ, સ્વ. ચંદુલાલ, મુકેશભાઈ, દિલીપભાઈ, વનિતાબેન, અનસૂયાબેન (અનિતાબેન)ના પિતા, હંસાબેન, નયનાબેન, જ્યોતિબેન, અરાવિંદકુમાર, રાજેશકુમારના સસરા, મૌસમ, કેયૂર, વિરેન, પૂજા, સિદ્ધી, માનસી, વાણી, ક્રેન્સીના દાદા, ખુશ્બૂ, ત્રિશલા, ઝરણા, પ્રિયાંકકુમાર, કેતુલકુમારના દાદાજી સસરા, આરના તથા ક્રીધાના પરદાદા, સ્વ. મોહનલાલ ગિરધરલાલ સદાણી (આડેસર)ના જમાઈ, સ્વ. દયારામભાઈના બનેવી, સ્વ. પોપટલાલ તથા દલીચંદ વલમજી ચાંપાનેરિયા (રાપર)ના ભાણેજ તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની  પ્રાર્થનાસભા તા. 14-3-2026ના શનિવારે સાંજે 5થી 6 શ્રવણ કાવડિયા, ભચાઉ ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ વિરાણી નાનીના ગોમતીબેન લખમશીભાઈ સેંઘાણી (ઉ.વ. 91) તે લખમશી કરશન સેંઘાણીના પત્ની, ધનજીભાઈ માવજી પોકાર (વિરાણી નાની)ના પુત્રી, પરષોત્તમભાઈ, સુશીલાબેન મગન રામાણી (જામથડા)ના માતા, દમયંતીબેનના સાસુ, દિપીન (ગણેશ બેટરી), ઉમેશ (દેવાંશી કાર એસી)ના દાદી, સોનલબેન, શિતલબેનના દાદીસાસુ, દેવાંશી, હિતાંશી, યાશી, હિવા, રેવાના પડદાદી તા. 13-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા વિરાણી મુકામે તા. 15-3-2026ના રવિવારે સવારે 8.30થી 11 લક્ષ્મીનારાયણ સમાજવાડી ખાતે તથા માધાપર-ભુજ મુકામે સાંજે 4.30થી 5 પાટીદાર સમાજવાડી, લાવાસા નગરની બાજુમાં, માધાપર (તા. ભુજ) ખાતે.

મિરજાપર (તા. ભુજ) : મારૂ કંસારા સોની કમલ મણિલાલ બારમેડા (ઉ.વ. 50) તે જશોદાબેન મણિલાલના પુત્ર, સાવિત્રીબેન ઓધવજી માવજીના પૌત્ર, જેઠાલાલ હીરજી ભૂત (જામનગર)ના દોહિત્ર, નીલેશ, હિનાના ભાઇ, જિજ્ઞાબેન નીલેશના દિયર, હાર્દિકના કાકા, પ્રિન્સી, માનસીના મામા, અમૃતબેન તથા સ્વ. વિજયાબેનના ભત્રીજા તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-3-2026ના સાંજે 5થી 6 હનુમાન મંદિર, શ્રીહરિનગર, પોલીસ ચોકીની પાછળ, મિરજાપર ખાતે.

મસ્કા (તા. માંડવી)/મુંબઇ : દીપક ભગવાનદાસ મોતા (ઉ.વ. 55) તે સ્વ. ભાનુબેન ભગવાનદાસ મોતાના પુત્ર, ગીતાબેનના પતિ, ડો. મીત, દેવના પિતા, સ્વ. શિવજી પ્રાગજી જોશી (ગુંદિયાળી)ના દોહિત્ર, સ્વ. મુરજી પ્રાગજી મોતા (મસ્કા) (ગોવારવાર)ના પૌત્ર, સ્વ. નાનાલાલભાઇ મોતા (ગુંદિયાળી), સ્વ. માણેકલાલ મોતા (ભુજ)ના ભત્રીજા, સ્વ. રાધાબેન વિશનજી રવજી પેથાણી (ફરાદી)ના જમાઈ, મીનાબેન ભરતભાઇ ભટ્ટ, ગં.સ્વ. ભારતીબેન પ્રકાશ માકાણી, હંસાબેન વસંત પેથાણી, રવિ, રાજેશના ભાઈ, જિજ્ઞાબેન, મોનાલીબેનના જેઠ, સ્વ. વિજયભાઈ, અશ્વિનભાઈના બનેવી, ઓમ, માનસના કાકા તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે) સંપર્ક : મીત-95117 81004, રવિ-90282 83207

નાના કપાયા (તા. મુંદરા) : ધનરાજ શિવરાજ વરમલ (ગઢવી) (ઉ.વ. 74) તે સ્વ. શિવરાજ ઉકા ગઢવીના પુત્ર, નરેન્દ્ર શિવરાજ ગઢવીના ભાઈ, માલતી ધનરાજ ગઢવીના પતિ, દીપેશ ધનરાજ ગઢવી, મીરા ધનરાજ ગઢવીના પિતા તા. 13-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-3થી તા. 15-3-2026 સુધી ભાઇઓ તથા બહેનો માટે ચારણ સમાજવાડી, નાના કપાયા ખાતે.

ભદ્રેશ્વર (તા. મુંદરા) : મૂળ મસ્કાના જવાહરલાલ મોતા (રાજગોર) (ઉ.વ. 81) તે સ્વ. વેલબાઇ હીરજી રાજગોરના પુત્ર, સ્વ. જયાલક્ષ્મીબેનના પતિ, સ્વ. ભરતભાઇના ભાઇ, જગદીશભાઇ, ગીતાબેનના પિતા, જયેષ્ઠાબેનના જેઠ, જુગલ, અવિનાશના મોટાબાપા, માલતીબેન, મનોજભાઇ (ભુજ)ના સસરા, વંદના, રિદ્ધિના મોટા સસરા, મિતાલી, અંજના, અંજલિ, ઇશાના દાદા, પારસભાઇ (બિદડા), નિકુંજભાઇ (મુંદરા), મીતભાઇ (અંજાર)ના દાદાજી સસરા, રિયા, હેન્સી, પ્રિશાના નાના, જૈમિનભાઇ (ભુજ), હેમાંગભાઇ (મસ્કા)ના નાનાજી સસરા, શંભુલાલ મેઘજી રાજગોર (ભુજપુર)ના જમાઇ તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-3-2026ના સોમવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, ભદ્રેશ્વર ખાતે.

સાંયરા-યક્ષ (તા. નખત્રાણા) : ગોસ્વામી ભવાનગિરિ (ઉ.વ. 78) તે સ્વ. લક્ષ્મીબેન પુરુષોત્તમગિરિના પુત્ર, સ્વ. મોતીગિરિ, સ્વ. ભગવાનગિરિ, સ્વ. લાલબાઇ માધવગિરિ, ગં.સ્વ. સામાબાઇ શ્યામભારથી (વડવા કાંયા)ના ભાઇ, સ્વ. રુક્ષ્મણિબેનના દિયર, ગં.સ્વ. દયાગૌરીબેનના જેઠ, સ્વ. દિલીપગિરિ, નીતાબેન (મંગવાણા), કપિલાબેન (અંજાર)ના પિતા, દયાલગિરિ (ભુજ), ચમનગિરિ (દેવપર), લીલાબેન ઇશ્વરપુરી (દરશડી), ચંદ્રિકાબેન અભયગિરિ (નલિયા)ના કાકા, સ્વ. વસંતગિરિ, મનોજગિરિ, રેખાબેન ઇશ્વરગિરિ (ખોંભડી), સ્વ. ગીતાબેન કપિલનાથ (અંગિયા), મીનાબેન ધવલગિરિ (જામનગર)ના મોટાબાપા, કાનગિરિ દેવગિરિ (ગંગોણ)ના દોહિત્ર, નવીનગિરિ (મંગવાણા), પ્રતાપગિરિ (અંજાર)ના સસરા, જ્યોત્સનાબેન, સ્વ. વનિતાબેનના કાકાજી સસરા, ગં.સ્વ. રેખાબેન, રસીલાબેનના મોટા સસરા, ગં.સ્વ. હંસાબેન (ભુજ), અરૂણાબેન (દેશલપર), વિજયાબેન (મિરજાપર), હંસાબેન (લાખાપર), સ્વ. શંકરગિરિ, સ્વ. પ્રેમભારથી, હર્ષિલભારથીના મામા, સ્વ. નિરૂપાબેનના દાદા, ગાયત્રીબેન ભરતગિરિ (અંજાર), રોશનીબેન ધર્મેન્દ્રગિરિ (મુંદરા), જ્યોતિબેન ભાવેશગિરિ (ભુજ), સાગરગિરિ, દક્ષગિરિ, નિમેષગિરિ, કરણગિરિના નાના તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-3-2026ના સોમવારે સાંજે 4થી 5 વિષ્ણુ સમાજવાડી, સાંયરા ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મંગવાણા (તા. નખત્રાણા) : સોઢા લતીફ (ઉ.વ. 54) તે મ. હાજી ઇબ્રાહિમના પુત્ર, મ. હુશેન, મ. ગફુર, દાઉદના ભત્રીજા, હાસમ, ઇકબાલના મોટા ભાઈ, સોહેબ, સાહિલના પિતા તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-3-2026ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મફતનગર, મંગવાણા ખાતે. 

Panchang

dd