• સોમવાર, 16 માર્ચ, 2026

ભચાઉમાં એસઆરપી જવાને હવામાં ગોળીબાર કરતાં ગુનો દાખલ

ગાંધીધામ, તા. 15 :  ભચાઉમાં એસ.આર.પી. ગ્રુપ 16ના ગેટ પરના સંત્રીએ હવામાં ફાયરિંગ કરતાં તેની પાસે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ભચાઉમાં એસ.આર.પી. ગ્રુપ 16માં ગઇકાલે બપોરે આ બનાવ બન્યો હતો. બનાવની ફરિયાદી પી.એસ.આઇ. ખીમજી પચાણ મારવાડા અને એક એ.એસ.આઇ. પોતાની ફરજ પર હતા, ત્યારે કંટ્રોલ રૂમમાંથી તેમને  ફોન આવ્યો હતો અને ગેટ પર બનાવ બન્યાનું કહેતાં આ ફરિયાદી ત્યાં દોડી ગયા હતા, જ્યાં સંત્રી તરીકે આરોપી એવા પ્રતાપસિંહ દેવાજી જાડેજા હાજર હતા. આ જવાને બે લોકોને રોકવાની કોશિશ કરતાં તે ન રોકાતાં તેણે હવામાં ગોળીબાર કર્યો હતો. આ સંત્રીને પકડી પોલીસ મથકે લઇ જઇ તેની સામે ફરિયાદ નોંધાવાઇ હતી. 

Panchang

dd