• સોમવાર, 16 માર્ચ, 2026

ગાંધીધામમાં મકાનમાં ચાલતા જુગારનો કરાયો પર્દાફાશ

ગાંધીધામ, તા. 15 : શહેરના સેક્ટર-સાત વિસ્તારમાં એક મકાનમાં ચાલતા જુગારનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ મકાનમાંથી જુગારના અડ્ડાના સંચાલક મહિલા સહિત છ મહિલાની અટક કરી રોકડ રૂા. 55,500 પોલીસે જપ્ત કર્યા હતા. શહેરના સેકટર-સાત, પ્લોટ નંબર 434માં રહેનાર રાજીબેન દાફડા બહારથી ખેલીઓને બોલાવી તેમને પોતાના ઘરે જુગાર રમાડી તેમની પાસેથી નાલ ઉઘરાવતા હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે અહીં આ મકાનમાં છાપો માર્યો હતો. મકાનમાં જુગાર રમતા રાજીબેન હમીર દાફડા, રણધીર નારણ ઝેર (આહીર) (રહે. સંઘડ), સતીબેન ગોવિંદ દાફડા (રહે. સેકટર-સાત), આસીબેન પ્રવીણ જાદવ (રહે. તુણા), પ્રેમીલાબેન શંકર પરમાર (રહે. સેકટર-1, રોટરી નગર), બધીબેન મૂળજી પરમાર (રહે. ભુવડ), મીનાબેન રમેશ મહેશ્વરી (રહે. જગદંબા સોસાયટી કિડાણા)ને પકડી પાડવામાં આવ્યા હતા. આ છ મહિલા અને એક શખ્સ પાસેથી પોલીસે કુલ રૂા. 55,500 રોકડ રકમ જપ્ત કરી હતી. 

Panchang

dd