• ગુરુવાર, 12 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ બાયઠના સારસ્વત બ્રાહ્મણ મણિબેન મધુકાંત જોષી (ધોલી) (ઉ.વ. 85) તે સ્વ. મધુકાંત ડુંગરશી જોષીના પત્ની, મહેન્દ્ર (ઈન્કમટેક્સ), જયશ્રીબેન પાંધી, કમલેશના માતા, સ્વ. છગનલાલ ડુંગરશીના ભાભી, પ્રતિમા, સ્વ. તારાના મોટીમા, મીતાબેન (હિનાબેન), સંગીતાબેન, પ્રમોદકુમાર પાંધીના સાસુ, પૂનમ, ભૂમિ, ઇશા, જીત, ભવ્યના દાદી, કિંજલ, પ્રાચીના નાની, જિતેનકુમાર સોનપાર, હિમાશુંકુમાર સોનપાર (નખત્રાણા)ના દાદીસાસુ, મયૂરકુમાર સોનપાર (નખત્રાણા)ના નાનીસાસુ, સ્વ. રામજીભાઈ, તુલસીદાસ ખેરાજ (લોરિયા)ના ભાણેજી, સ્વ. ભચીબેન વેલજી સોનપાર (ખાવડા)ના જયેષ્ઠ પુત્રી, લક્ષ્મીબેન સુંદરજી સોનપાર (ખાવડા)ના ભત્રીજી, ભોગીલાલભાઈ (રવિ મારાજ), ગં.સ્વ. લીલાવંતીબેન, સ્વ. લાભશંકરભાઈ, સ્વ હરજીવનભાઈ (ચંદુ મારાજ), સ્વ. જસવંતીબેન, વસંતભાઈ, જયેન્દ્રભાઈના મોટા બહેન તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-3-2026ના ગુરુવારે સાંજે 4થી 5 બિલેશ્વર મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ભુજ : સવિતાબેન ગંગારામ વરૂ (ઉ.વ. 98) તે સ્વ. સાકરબેન ગંગારામભાઇ વરૂના પુત્રી, ડો. રમેશભાઇ વરૂ (રિધમ યોગ)ના બહેન, જયાબેનના નણંદ, તેજસના ફઇ, મૃદુલાબેન રમણીકભાઇ ત્રિપાઠી, કમળાબેન રમેશચંદ્ર રાઠોડ, પુષ્પાબેન દિલીપભાઇ વૈદ્ય (છઠ્ઠીબારી મહિલા મંડળ), સ્વ. ત્રિવેણીબેન શિવાજીભાઇ ટાંક, સ્વ. જયાબેન હિંમતભાઇ દાણીના મોટા બહેન, અજય, દેવાંગીની, ગીતા, મીના, રાધા, ડો. નેહલ, ડો. નેહા, વૈશાલી, કાજલ, દક્ષેશ, ખેવન, વૈદેહીના માસી તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : મૂળ આણંદસર (મંજલ)ના કેસરબેન કરસન ભાવાણી (ઉ.વ. 86) તે સ્વ. કરશન નાનજીના પત્ની, સ્વ. ભીમજી મેઘજી સાંખલા (દેશલપર)ના પુત્રી, ઈશ્વરલાલ (ભુજ), મણિલાલ (નખત્રાણા), સીતાબેન (કલ્યાણપર હાલે મુંબઇ), ગં.સ્વ. કૈલાશબેન (દેશલપર), કાન્તાબેન (દેશલપર), મંજુબેન (નાસિક)ના માતા, દમયંતીબેન, ઉર્મિલાબેનના સાસુ, ચંપાબેન (મુંબઇ), સરલાબેન (ભુજ), કલ્પેશભાઈ, હિતેષભાઈ, નરેશભાઈ, સ્વ. ચેતનભાઈના દાદી, નીતાબેન, શ્વેતાબેન, જયશ્રીબેનના દાદીસાસુ, હેત્વી, હેતી, સત્ય, હસ્વી, દીક્ષિત, નિત્યના પરદાદી તા. 9-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 12-3-2026ના ગુરુવારે સાંજે 5થી 6 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, ભુજ અને તા. 13-3-2026ના શુક્રવારે સાંજે 4.30થી 6 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, આણંદસર ખાતે.

ભુજ : મીનાબેન શંભુલાલ પેથાણી (ઉ.વ. 72) તે સ્વ. મંજુલાબેન ભોગીલાલ વિઠ્ઠા (બારોઇ)ના પુત્રી, જેન્તીલાલ, સ્વ. અરવિંદભાઇ, જયાબેન રમેશભાઇ જેસરેગોર, સ્વ. રક્ષાબેન ઉમિયાશંકર મોતા, નીતાબેન પરેશભાઇ માકાણીના મોટા બહેન, ઉર્મિલાબેન, સ્વ. ભાનુબેનના નણંદ, દીપેન, કપિલ, મેહુલના ફઇ તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-3-2026ના ગુરુવારે સાંજે 5થી 6 જબલેશ્વર મહાદેવ, જેષ્ઠાનગર, ભાવસાર વાડી, ભુજ ખાતે.

ભુજ : બિલ્કીસબેન નૂરઅલી બલોચ (ઉ.વ. 57) તે નૂરઅલી મુરાદઅલી બલોચના પત્ની, મ. જેનાબેન અલીમહંમદ કકલના પુત્રી, હલીમાબેન (અભુબાવાવાળા)ના ભાણેજી, આકીબ, યાસીન, આમીર, કામીલ, નાવેદના માતા તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-3-2026ના શુક્રવારે અસર નમાજ બાદ ભાઇઓ માટે મસ્જિદે એહમદશાહ, હિનાપાર્ક-3, સુરલભિટ્ટ રોડ અને બહેનો માટે નિવાસસ્થાને હિનાપાર્ક-3, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ ભુજના વેલગિરિ શ્યામગિરિ ગોસ્વામી (રિટા. પી.એસ.આઇ.) (ઉ.વ. 88) તે સ્વ. મીઠાબેન શ્માયગિરિના પુત્ર, ગંગાબેનના પતિ, સ્વ. ઉમિમા જૈવતગિરિ (ગુંદિયાળી)ના જમાઇ, સ્વ. નથુગિરિ, સ્વ. ઝવેરગિરિ, ગૌરીગિરિ, શંકરગિરિ (કે.પી.ટી. ફાયર બ્રિગેડ), સ્વ. કેશરબેન હરિભારથીના મોટા ભાઇ, સ્વ. તારાબેન, જયાબેન, ગીતાબેન, કુસુમબેનના જેઠ, મોહનગિરિ (પાણી પુરવઠા), સુરેશગિરિ, દિનેશગિરિ (એચપીસીએલ), મીનાબેનના પિતા, વંદનાબેન, નિતાબેન, કીર્તિદાબેન, ભરતગિરિના સસરા, દેવેન્દ્રગિરિ, મહેન્દ્રગિરિ, હરેશગિરિ, સ્વ. ઇશ્વરગિરિ, આકાશગિરિ, અલ્પેશગિરિ, વિજયગિરિ, રાજેશગિરિ, રોબિનગિરિ (કોર્ટ), જ્યોતિબેન ભરતપુરી, વર્ષાબેન પ્રકાશપુરી, મનીષાબેન સંજીવગિરિ, પ્રીતિબેન ભરતગિરિ, પૂર્વીબેન નીલેશગિરિ, નંદનીબેન ભાવેશગિરિના મોટાબાપુ, ખુશ્બૂબેન ખુશાલગિરિ, ગં.સ્વ. રાજલબેન યોગેશપુરી, દિશાબેન દૈવિકગિરિ, પૂજાબેન, જાનકીબેન, નિધિબેન, પાર્થગિરિ, ધ્યાનિશગિરિ, મનોજગિરિના દાદા, પરેશગિરિ, પ્રશાંતગિરિના નાના તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-3-2026ના શુક્રવારે સાંજે 5થી 6 વાગડ બે ચોવીસી સ્થા. જૈન સમાજવાડી, પ્લોટ નં. 373, વોર્ડ 12/સી, પી. એન્ડ ટી. કોલોની સામે, ગાંધીધામ ખાતે.

આદિપુર : મૂળ તુણાના ઠક્કર ભરતભાઈ રમેશચંદ્ર (ગંધા) (ઉ.વ. 65) તે સ્વ. જશોદાબેન રમેશચંદ્ર નારણજી ગંધાના પુત્ર, હંસાબેનના પતિ, સમીર, ભૂમિ ધવલ માણેકના પિતા, સોનમબેનના સસરા, કિરીટભાઈ, ભારતીબેન રમેશચંદ્ર ચંદે (મોરબી), ડો. કોકિલાબેન અજયકુમાર ભીમજિયાની (આદિપુર)ના ભાઈ, આશાબેનના જેઠ, આરુષના દાદા, પ્રાન્યાના નાના, સ્વ લક્ષ્મીબેન જમનાદાસ વેલજી રૂપારેલ (અંજાર)ના જમાઈ, જવાહરભાઈ, ગીરધરભાઇ, પ્રદીપભાઈ, કલ્પનાબેન ભરતભાઈ ઠક્કર (અંજાર)ના બનેવી, ડો. કૃપા કુંજન શાહ (અમદાવાદ), સમર્થના મોટાબાપા, સ્વ. વિપુલ, પ્રશાંત (મોરબી), ડો. સિદ્ધિ નિમિત્ત વિઠલાણી, ડો. અભય, ડો. રિદ્ધિ એકલવ્ય પોપટના મામા, સ્વ. શંભુભાઈ, સ્વ. ચંદ્રકાંત, સ્વ. નવીનભાઈ, સ્વ. પ્રાગજીભાઈ, ભગવાનજીભાઈ, બિપિનભાઈ, પ્રતાપભાઇ, વિનોદભાઈ, સ્વ. ધનલક્ષ્મીબેન શાંતિલાલ દાવડા, સ્વ. વસુબેન રમણીકલાલ પરબિયા, સ્વ. કમલાબેન શાંતિલાલ પલણના ભત્રીજા, સ્વ. ભગવાનજી ગાંગજી પોપટ (ભચાઉ)ના દોહિત્ર તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બંને પક્ષની તા. 13-3-2026ના શુક્રવારે સાંજે 5થી 6 અંબાજી મંદિર હોલ, ઓસ્લો, સેક્ટર નં. 4, ગાંધીધામ ખાતે.

અંજાર : અમૃતલાલ જેઠવા (ઉ.વ. 72) તે સ્વ. સાકરબેન ગોપાલજીભાઈ જેઠાભાઈના પુત્ર, સ્વ. હરિલાલભાઈ, શાંતિલાલભાઈ (લાકડાવાલા), સ્વ. જયંતીલાલભાઈ (મુંદરા), કાંતિલાલભાઈ, સ્વ. મુક્તાબેન જીવરામભાઈ, સ્વ. ચંપાબેન જખુભાઈ (નાની નાગલપર), હંસાબેન ચંદ્રકાંતભાઈ (ઉદયપુર, રાજ.)ના ભાઈ, સ્વ. દેવકન્યાબેન, કંચનબેન, ગં.સ્વ. કુંદનબેન, ગૌવરીબેનના દિયર, ચંદ્રિકાબેન વિનોદભાઈ ગોહિલ, પ્રવીણભાઇ, વિનોદભાઈ, શીલાબેન, સુનીલભાઇ, અનિશભાઈ, ચારૂલતાબેન, સુરભિબેન, સ્વ. આનંદ, વિવેક, જયના કાકા, સ્વ. પ્રભુલાલ, પ્રકાશભાઈ, સ્વ. ભરતભાઈ, હરીશભાઈ, પ્રદીપભાઈ, કનકબેન, ચંદાબેન, સ્વ. દિલીપભાઈ, ભરતભાઈ, નયનાબેન, હંસાબેન, અનિતાબેન, ઉષાબેન, સંગીતાબેન, આનંદભાઈના મામા, સ્વ. ગુણવંતીબેનના પતિ, નિતેષકુમાર, સ્વ. હેતલબેનના પિતા, ડિમ્પલબેનના સસરા, જયુલ, રિયાના દાદા, સ્વ. ચંપાબેન જીવરામભાઈ સોલંકી (ગળપાદર)ના જમાઇ, સ્વ. મનસુખભાઈ, અશોકભાઈ, નરેશભાઈ, દીપકભાઈ, ધનુબેન, ગીતાબેનના બનેવી, ગં.સ્વ. ગાયત્રીબેન ગીરધરભાઈ ખોડિયાર (સુરત)ના વેવાઈ તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-3-2026ના ગુરુવારે સાંજે 5થી 6 (ભાઈઓ-બહેનોની) ક.ગુ.ક્ષ. (મિત્રી) સમાજવાડી ખાતે.

મુંદરા : ખત્રી હાજી સિદ્દીક યુસુફ (ભચુ શેઠ) ભુજપુરિયા (નિવૃત્ત એસ.ટી. ટીઆઈ) (ઉ.વ. 73) તે ઇસ્તિયાક, રિયાઝ, સમીરના પિતા તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-3-2026ના શુક્રવારે સવારે 10થી 11 ખત્રી ખરોત દરગાહ કમ્પાઉન્ડ ખાતે.

માંડવી : ચંદ્રિકાબેન મહેન્દ્રભાઇ મહેતા (ઉ.વ. 85) તે ધીરેન, બ્રિજેશ, દીપ્તિબેનના માતા, ઇલાબેનના સાસુ તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-3-2026ના ગુરુવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, માંડવી ખાતે.

માંડવી/રાજકોટ : સુકન્યાબેન રૂપસેન શાહ (ઉ.વ. 72) તે રૂપસેનભાઇ વીરસેન શાહના પત્ની, સ્વ. વીરસેનભાઇ રવજી શાહ (માંડવી)ના પુત્રવધૂ, પ્રિયસેન, કરણના માતા, શીતલના સાસુ, પૂનમચંદ રૂપચંદ શાહ (ચેન્નાઇ)ના પુત્રી તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-3-2026ના સાંજે 4 વાગ્યે મણિયાર દેરાસર, ચૌધરી હાઇસ્કૂલ સામે, રાજકોટ ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ભાભરના નર્મદાબેન રામજીભાઈ ભીંડે (રતાણી) (ઉ.વ. 81) તે સ્વ. રામજીભાઇ વાલજીભાઇના પત્ની, સ્વ. પરસોત્તમભાઇ વાલજીભાઇ, દયારામ ભુરાલાલ ભીંડે (રતાણી), વૈકુંઠરામ ભુરાલાલ, જગદીશભાઈ ખીમજીભાઈ ભીંડે (રતાણી)ના ભાભી, મનુભાઈ ભીંડે, કનુભાઈ ભીંડે, દિનેશભાઈ ભીંડે, શૈલેષભાઈ ભીંડેના માતા, પ્રવીણભાઈ ભીંડેના મોટીમા, હાર્દિક, મૌલિક, કૃણાલ, પ્રથમના દાદી, સ્વ. દલપતરામ લાલજીભાઈ સોનઘેલા (ધનાણા)ના પુત્રી, શંકરલાલ દલપતરામ, સ્વ. અમૃતલાલ દલપતરામના બહેન તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-3-2026ના રવિવારે સવારે 10થી 11 લોહાણા મહાજનવાડી, વી. ડી. હાઇસ્કૂલની પાછળ, ભુજ ખાતે. દશો રાખેલ છે.

કુરબઇ (તા. ભુજ) : ગં.સ્વ. કંકુબેન રામજીભાઇ રામજિયાણી (ઉ.વ. 88) તે સ્વ. રામજીભાઇ લધાભાઇ રામજિયાણી (મુખીશ્રી)ના પત્ની, અરવિંદભાઇ, સુરેશભાઇ, કાંતાબેન માવાણી (દેશલપર), લીલાબેન સેંઘાણી (મેરાઉ-થાણા)ના માતા, મુક્તાબેન, ભાવનાબેન, કરમશીભાઇ, રમેશભાઇના સાસુ, સ્વ. કરશનભાઇ, કરમશીભાઇના ભાભી, ગં.સ્વ. રામુબેન, શાંતાબેનના જેઠાણી, નવીનભાઇ, વિજેશભાઇ, ભાવેશ, રિદ્ધિના દાદી, જ્યોતિબેન, આશાબેન, કાજલબેન, ભાવિનભાઇના દાદીસાસુ, સિયા, વ્યોમ, ખનક, ધર્મના પરદાદી, મગનભાઇ, ચંદુભાઇ, પ્રવીણભાઇ, શૈલેષભાઇ, સવિતાબેન (આણંદસર), પ્રેમિલાબેન (નાસિક), શારદાબેન (નાસિક)ના મોટીમા, મીનાબેન, સુશીલાબેન, વંદનાબેન, ડિમ્પલબેન, નરસિંહભાઇ (આણંદસર), દિલીપભાઇ (નાસિક), સુરેશભાઇ (નાસિક)ના મોટા સાસુ, સ્વ. જીવાબેન મનજીભાઇ વાલજીભાઇ પોકાર (વિરાણી નાની-ગઢશીશા)ના પુત્રી તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-3-2026ના શુક્રવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, કુરબઇ ખાતે.

બિદડા (તા. માંડવી) : સંગાર આદમ સુમાર (ઉ.વ. 78) તે ઇબ્રાહિમ, હાસમ, મામદના પિતા, હાજી જુસબ સુમારના ભાઇ તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-3-2026ના ગુરુવારે સાંજે અસર નમાજ બાદ સુન્ની સુસ્લિમ જમાતખાના, બિદડા ખાતે.

નાગ્રેચા (તા. માંડવી) : માંજોઠી શરીફાબાઇ (ઉ.વ. 67) તે મ. ઇબ્રાહિમ આમદના પત્ની, યાકુબ, કાસમ, જુસબના માતા, હુશેન ઓસમાણા (કોટડા રોહા)ના પુત્રી, ઇસ્માઇલ આહમ્મદ (તુંબડી)ના સાસુ તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-3-2026ના શુક્રવારે સાંજે અસર નમાજ બાદ મુસ્લિમ જમાતખાના, નાગ્રેચા ખાતે.

પ્રાગપર (તા. મુંદરા) : મૂળ નરેડીના ગં.સ્વ. લક્ષ્મીબેન ડુંગરશી નાગડા (ઉ.વ. 84) તે મઠાબાઇ જખુભાઇ (રતનશી) નાગડાના પુત્રવધૂ, સ્વ. ડુંગરશી રતનશીના પત્ની, ગિરીશ, સ્વ. પંકજ, ભાવના રમેશ, રીટાના માતા, ચેતના (ગુંદાલા), સ્વ. કૈલાશ, ગણેશ, ભૂપેન્દ્રના સાસુ, અભિષેકના દાદી, ખંજનના દાદીસાસુ, ધ્રિતના પરદાદી, વંદના, અંકિત, હસ્તી, આર્યાના નાની, નિખિલના નાનીસાસુ, ધનબાઇ કેશવજી રવજી ગાલા (કોટડા રોહા)ના પુત્રી, નાનબાઇ રાયશી સરવણ (દેવપર)ના ભાભી, વલ્લભજી, સુંદરજી, સ્વ. વિમળાના બહેન, કોટડા રોહાના કસ્તૂર, ભારતીના નણંદ, હરીશ, ખુશાલ, પ્રફુલના મામી, મનોજ, નિરલ, મેહુલ, તરલા, શિલ્પા, કંચન, ભાવિકાના ફઇ, તેજપાર નાગજી નાગડા (નરેડી)ના ભત્રીજાવહુ, કાન્તા કોરશી દેઢિયા (ટુંડા), કાનબાઇ પ્રેમજી સતરા (ગુંદાલા), નિર્મળા શાંતિલાલ સાલિયા (રતાડિયા ગણેશ)ના વેવાણ, કીર્તિદા જિતેન્દ્ર શાહ (ભાવનગર)ના મોટા વેવાણ તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-3-2026ના શુક્રવારે બપોરે 3થી 4.30 અહિંસાધામ, પશુરક્ષા કેન્દ્ર, પ્રાગપર રોડ (મુંદરા) ખાતે.

અંગિયા નાના (તા. નખત્રાણા) : ભગવતીબેન છગનભાઈ રૂડાણી (કેશરાણી) (ઉ.વ. 74) તે છગનભાઈના પત્ની, દિનેશભાઈ, દીપકભાઈ, ચન્દ્રિકાબેન (નખત્રાણા), હેમુબેન (બેંગ્લોર)ના માતા, દર્શન, ભક્તિ, ચિંતન, કેવલ, ધારાના દાદી તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તારીખ 12-3-2026ના ગુરુવારે સવારે 8.30થી 10.30 અને બપોરે 3.30થી 5 નિવાસસ્થાન નાકાની બાજુમાં, બસ સ્ટેશન પાસે, નાના અંગિયા ખાતે. બારસની વિધિ તા. 20-3-2026ના.

જિયાપર (તા. નખત્રાણા) : મૂળશંકર વિઠ્ઠલદાસ કાનડે (ઉ.વ. 77) તે ભારતીબેનના પતિ, ભીખાલાલ કુંવરજી ઉપાધ્યાય (ખોખરા)ના જમાઈ, સંદીપ, હરદીપ, આરતી, અવનીના પિતા, પારુલ, ગ્રીસમા, રમણીકલાલ આચાર્ય (રેહા)ના સસરા, સ્વ. દયારામ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. છગનલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. મુલાબેન પોપટલાલ આચાર્ય, સ્વ. પુષ્પાબેન હીરાલાલ જોષી, ગં.સ્વ. લક્ષ્મીબેન રજનીકાંત રાસ્તેના ભાઈ, કસ્તૂરબેન, રંજનબેન, ધનલક્ષ્મી, સ્વ. લક્ષ્મીબેનના દિયર, કાંતિલાલ ઉપાધ્યાયના બનેવી, અરાવિંદ, જગદીશ, રમેશ, સમીર, પરેશ, મેહુલ, રાજેશ, સ્વ. તારક, ઝવેર, પ્રભા, દીપા, અલ્પા, હિના, સ્વ. માલતીના કાકા, મનસ્વી, હિત, શિવાંશના દાદા, મહેક, સૃષ્ટીના નાના તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-3-2026ના સાંજે 4થી 5 વિષ્ણુ સમાજવાડી, નારાયણ નગર, જિયાપર ખાતે.

સુરત : મૂળ સુમરી રોહા (કચ્છ)ના દિનેશભાઈ આત્મારામ વ્યાસ (ઉ.વ. 80) તે સ્વ. મંછાબેન આત્મારામ વ્યાસના પુત્ર, ઇન્દુબેનના પતિસ્વ. દિવાળીબેન મૂળશંકર જીવરામ વ્યાસ (સુમરી રોહા)ના પૌત્ર, પૂર્વી સમીર પંડ્યા, જિજ્ઞેશ, મેહુલના પિતા, પ્રેરણાટીનાના  સસરા, યુગ, સમયના દાદા, જશના નાના, સાવિત્રીબેન, જ્યોતિબેન, મીનાબેનના ભાઈ, જેષ્ઠારામભાઈ, રાજેન્દ્ર ભાવસાર, રાજન રાજ્યગુરુના સાળા, સ્વ. શાંતાબેન હિંમતલાલ પંડ્યા (રાજપર)ના જમાઈસ્વ. જયદેવ, દક્ષાબેન, જ્યોતિબેન, અશોક, હંસાબેન, ભાવનાબેનના બનેવી, સ્વ. હરિલાલ રેવાશંકર રાવલ (કલ્યાણપુર-મંજલ)ના દોહિત્ર, કૃષ્ણકાંતભાઈ, રમેશભાઈ, કિશોરભાઈ, કનકબેન સ્વ. ભરતભાઈ, દેવીબેનના કાકાઈ ભાઈ તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-3-2026ના શુક્રવારે સાંજે 5થી 7 બેન્ક્વેટ હોલ, સંતવન સેરોનક્રોમા શોરૂમની પાછળ, ગૌરવ પાથ રોડ, પાલ, સુરત ખાતે.

રાજકોટ : મૂળ ચિત્રાવડના મનસુખભાઇ છગનલાલ રાવલ તે સંજય (કલાકાર), ભાવેશના પિતા, મિતના દાદા તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-3-2026ના ગુરુવારે સાંજે 4થી 6 વાટલિયા પ્રજાપતિ સમાજવાડી, સમોઝાદ, સ્કૂલની પાસે, ઇન્દ્રપ્રસ્થ હોલની પાછળ, મવડી મેઇન રોડ, રાજકોટ ખાતે.

મુંબઇ (ડોમ્બિવલી) : મૂળ કચ્છ-લઠેડીના વિજયાબેન પરેશકુમાર ખાંટ (ઉ.વ. 59) તે સ્વ. વસંતાબેન વેલજી પ્રેમજી ખાંટના પુત્રવધૂ, ગં.સ્વ. નર્મદાબેન ખીમજી ટોપણદાસ કોટક (નાના આસંબિયા)ના પુત્રી, કૃપાબેન તપન રૂપારેલ તથા શ્લોકના માતા, તપન હરીશ રૂપારેલ તથા સિમ્મીના સાસુ, હૃદયના દાદી, સિયાના નાની, ગં.સ્વ. લીલાવંતીબેન નારાણજી ખાંટના ભત્રીજાવહુ તા. 9-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-3-2026ના ગુરુવારે સાંજે 5.30થી 7 પવાણી હોલ, પહેલે માળે, કચ્છી લોહાણા મહાજનવાડી, આર.આર.ટી. રોડ, મુલુંડ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd