લાહોર, તા. 15 : પાકિસ્તાનના પૂર્વ કપ્તાન અને વિકેટકીપર
સરફરાઝ અહમદે આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. સરફરાઝની કપ્તાનીમાં
પાક. ટીમ ફાઇનલમાં ભારતીય ટીમને હાર આપીને ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા બની હતી. સરફરાઝ
અહમદે તેની આખરી ઇન્ટરનેશનલ મેચ ડિસેમ્બર-2023માં રમી હતી. સંન્યાસ બાદ પીસીબી તેને મહત્ત્વની જવાબદારી આપી
શકે છે. અહેવાલ અનુસાર તે પાકિસ્તાન સિનિયર ટીમનો કોચ બની શકે છે. 39 વર્ષીય સરફરાઝને હાલમાં જ રાષ્ટ્રીય
પસંદગી સમિતિમાં સામેલ કરાયો હતો. તે પાક.ની અન્ડર-19 ટીમની મેન્ટોર પદે પણ રહી ચૂક્યો છે. સરફરાઝ અહમદે પાકિસ્તાન
ટીમ તરફથી પ4 ટેસ્ટ,
117 વન ડે અને 61 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેણે
100 ઇન્ટરનેશનલ મેચમાં કપ્તાની
કરી છે. ટેસ્ટમાં તેના ખાતામાં 4 સદીથી 3031 રન છે જ્યારે 160 કેચ અને 22 સ્ટમ્પિંગ છે. વન ડેમાં 2 સદીથી 231પ રન અને વિકેટ પાછળ 143 શિકાર છે. ટી-20માં સરફરાઝે 818 રન કર્યા છે. વિકેટ પાછળ 36 કેચ લીધા છે અને 10 સ્ટમ્પિંગ છે.