• શુક્રવાર, 13 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : હાલે કુવૈત કચ્છી પરજિયા પટ્ટણી સોની વસંતકુમાર માધવજી સુસણિયા (ઉ.વ. 78) તે શારદાબેનના પતિ, સ્વ. જયાબેન માધવજી પ્રેમજી સુસણિયાના પુત્ર, સ્વ. કસ્તૂરબેન ખીમજી ચનાના જમાઈ, નિર્મળાબેન રમેશકુમાર સાગરના ભાઈ, પ્રીતેશ, બીના, નિતેશના પિતા, કાજલ, નીરાના સસરા, યેશા, દેવિશા, સાન્વીના દાદાઉમા, પ્રિશાના નાના તા. 8-3-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 13-3-2026ના સવારે 10 કલાકે નિવાસસ્થાન હિંમતનગર, રેવન્યૂ કોલોનીથી લોહાણા સ્મશાન, ભુજ જશે.

ભુજ : મહેશ્વરી કાન્તાબેન ધર્મેશભાઇ (ઉ.વ. 39) તે ધર્મેશભાઇ તેજાભાઇ મહેશ્વરીના પત્ની, ક્રિષા અને હેત્વીના માતા, વિરાજના કાકી, પ્રભા હરિભાઇના દેરાણી તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. ધર્મક્રિયા પૂરી થયેલ છે.

ભુજ : ભટ્ટી જીલ મકબુલ (ઉ.વ. 18) તે ભટ્ટી મકબુલના પુત્રી, ભટ્ટી ભચુભાના પૌત્રી, ભટ્ટી આમદના ભત્રીજી, તાહેર મુસ્તફાના બહેન, આસીફના સાળી તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-3-2026ના શનિવારે સવારે 8.30થી 9.30 અલીફ મસ્જિદ, આત્મારામ સર્કલ પાસે, જૂની બકાલી કોલોની, ભુજ ખાતે.

ભુજ : રાજા બાબુ બુઢ્ઢા (ઉ.વ. 75) તે મ. ફકીરમામદના ભાઇ, અશરફના પિતા, અબ્દુલ બજાણિયાના સસરા, દાઉદભાઇ કેવરના બનેવી તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-3-2026ના શુક્રવારે સાંજે અસર નમાજ બાદ નિવાસસ્થાન ગાંધીનગરી, એરપોર્ટ રોડ, ભુજ ખાતે.

આદિપુર : સંગીતાબેન રાજેન્દ્રભાઈ કક્કડ (ઉ.વ. 59) તે રાજેન્દ્ર ગોપાલજી કક્કડના પત્ની, મણિબેન ગોપાલજી કક્કડ (કોડકી)ના પુત્રવધૂ, હર્ષિલ કક્કડ (પ્રિન્સ કાર્ગો, ગ્લોબલ ટી કાફે-ગાંધીધામ), ડો. કોમલ કક્કડના માતા, વિપુલ, ગીતાબેન જેન્તીલાલ ભીંડે, રેખાબેન હિતેષકુમાર રાયકુંડલના ભાભી, સ્વ. કવિતાબેનના જેઠાણી, હેત, ઉન્નતિના કાકી, સ્વ. ધીરજબેન ચંદ્રકાંતભાઈ પવાણીની પુત્રી, જિજ્ઞાબેન રાજેશભાઈ ઠક્કર, પ્રીતિબેન મનીષભાઈ જોબનપુત્રા, બિન્દુબેન ભૂપેનભાઈ કોટવાલ, અલ્પાબેન રાજેનભાઈ કોટવાલ, વિજયભાઈ (પ્રિન્સ કુરિયર / કાર્ગો સર્વિસીસ-ભુજ), સંજયભાઈ (ડીટીડીસી-ભુજ)ના મોટા બહેન, ઉર્વીબેન વિજયભાઈ, ખુશ્બૂબેન સંજયભાઈના નણંદ, પ્રિન્સ, હસ્તી, હિતાંશીના ફઈ તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-3-2026ના શુક્રવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર, શિવ ટોકીઝની બાજુમાં, ગાંધીધામ ખાતે.

અંજાર : રાયમા શકીનાબાઇ (ઉ.વ. 85) તે મ. ઇબ્રાહિમ ભચુના પત્ની, મ. ધાલા આમદ (ભારાપર)ના પુત્રી, મ. મેહબૂબ, સલીમ, નૂરમામદના માતા, અબ્બાસ, ઝુલ્ફીકાર, ફઝલ, ઇકરામા, અફઝલ, અરમાનના દાદી તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-3-2026ના શનિવારે સવારે 9.30થી 10.30 મસ્જિદ ખીઝરા, નયા અંજાર ખાતે.

માંડવી : ધોબી આદમ ગુલામહુશેન (ઉ.વ. 72) તે ભચુ ગુલામહુશેન, અનવર ઇલિયાસ, મ. મામદહુશેનના ભાઇ, કાસમ, અબ્દુલના પિતા, મોશીન, શબ્બીર, વસીમ, આરીફના મોટાબાપા, અમન, મુબીન, શરીફ, સૈફ, મો. ફૈઝ, અબરારના દાદા, શકુર (માંડવી), મહેમૂદ, અબ્દુલકાદર (ભુજ), રઝાક, અસલમ (અંજાર)ના સસરા અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-3-2026ના રવિવારે અસર નમાજ બાદ ધોબી જમાતખાના, માંડવી ખાતે.

મુંદરા : ગૌસ્વામી ઘનશ્યામગિરિ રણછોડગિરિ (ભીખાભાઇ) (ઉ.વ. 62) તે સ્વ. બચુબેન રણછોડગિરિ હરિગિરિના પુત્ર, મંજુલાબેનના પતિ, રમીલાબેન, વર્ષાબેન, નીલમબેન, મીનાશ્રીબેન, નિકુલગિરિના પિતા, દશરથગિરિ હરિગિરિ (મસ્કા), સ્વ. રુકમણીબેન કરશનગિરિ (ગુંદિયાળી)ના ભત્રીજા, અનુસૂયાબેન મોહનપુરી, પ્રતાપગિરિ, પ્રતાપગિરિ દશરથગિરિ (મસ્કા)ના ભાઇ, લતાબેન પ્રતાપગિરિ, ગીતાબેન પ્રતાપગિરિના જેઠ, સિદ્ધાર્થગિરિ, ફોરમબેન કરશનગિરિ, ઉર્વશીબેન (કાઠડા)ના મોટાબાપા, જિતેન્દ્રપુરી, જગદીશપુરી, મનોજપુરીના મામા, સ્વ. લક્ષ્મીબેન અમરગિરિના દોહિત્ર, મોક્ષના નાના, ક્રિષ્નવીના દાદા, સ્વ. ઉમાબેન તેજગિરિ રતનગિરિ (સલાયા-માંડવી)ના જમાઇ, સ્વ. શાંતિગિરિ, વેલગિરિ, રામગિરિ, તુલસીગિરિ, શિવમગિરિ, સ્વ. તારાબેન નથુગિરિ (ગાંધીધામ), શાંતાબેન મોહનપુરી (ભુજ), સ્વ. રંજનબેન નવીનગિરિ (ગુંદિયાળી), મીનાબેન ભરતગિરિ (ગુંદિયાળી), વિનુબેન ત્રિકમગિરિ (કોટડા રોહા)ના બનેવી તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-3-2026ના સાંજે 4થી 5 દરજી સમાજવાડી, મુંદરા ખાતે.

ભચાઉ : મૂળ લાકડિયાના કિરીટભાઈ રામચન્દ્ર મોરવાડિયા (સોની) તે મંજુલાબેન રામચંદ્ર ખેંગારભાઈના પુત્ર, ઈશ્વરીબેન જયસુખલાલ સદાણી (અમદાવાદ), નીતાબેન ચંદુલાલ પાટડિયા (આદિપુર), રૂખીબેન સુખલાલ સદાણી (રાપર), સ્વ. જયશ્રીબેન, રસિકના નાના ભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ ઉર્ફે જેઠાલાલ નાનાલાલ (ભચાઉ), મનસુખભાઈ નાનાલાલ (લાકડિયા), નિમુબેન ડાયાલાલ સોની (ડીસા), સ્વ. ઇન્દુબેન પોપટલાલ સોની (સુરત), વનિતાબેન નરેન્દ્ર સોની, ભાવનાબેન દિનેશભાઈ સોની (પાલનપુર)ના પિતરાઇ ભાઈ, સ્વ. રમણીકલાલ રૂગનાથ ગેડિયા, સ્વ. ઠાકરશીભાઈ રૂગનાથ ગેડિયા (ભુજ)ના ભાણેજ તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-3-2026ના શુક્રવારે સાંજે 4થી 5 શ્રવણ કાવડિયા આશ્રમ, રામવાડી વિસ્તાર, ભચાઉ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

માધાપર (તા. ભુજ) : મૂળ સુમરાસર-શેખ (તા. ભુજ)ના જમનાબેન રતનજી કાપડી (ઉ.વ. 72) તે સ્વ. રતનજી સેવારામ કાપડીના પત્ની, સ્વ. જશોદાબેન હરિરામ કાપડીના દેરાણી, કાપડી હંસાબેન નરસીરામના જેઠાણી, રમેશભાઈ, પ્રેમજીભાઇ, દામજીભાઈ, લવજીભાઈના કાકી, પ્રવીણાબેન, કપિલાબેન, આનંદરામના મોટીમા, મહંત કાનજીરાજા ગુરુ મનજીરાજા કાપડી (ધ્રંગ જાગીર), કાપડી રામજી મણિરામ (ધ્રંગ), સ્વ. પ્રાણદાદા (ધ્રંગ), સ્વ. ઠાકરશીદાદા (ધ્રંગ), સ્વ. સાકરબેન માવજી કાપડી (લોડાઈ), કંકુબેન દિનેશભાઇ કાપડી (મમુઆરા હાલે ભુજ), ધનીબેન અરાવિંદભાઈ કાપડી (મિંદિયાળા)ના બહેન, મહંત મૂરજીરાજા ગુરુ કાનજીરાજા (ધ્રંગ જાગીર)ના ફઈ તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 14-3-2026ના શનિવારે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી નિવાસસ્થાને, રમેશભાઈ હરિરામ કાપડી, નવાવાસ-માધાપર શાળા નંબર-2ની બાજુમાં, રબારીવાસ, માધાપર ખાતે.

કુકમા (તા. ભુજ) : સંજયભાઇ હરિરામભાઇ ટાંક (ઉ.વ. 61) તે હરિરામભાઇ દેવરામ ટાંકના પુત્ર, અમિતાબેનના પતિ, કીર્તિકાબેન દેવેન્દ્રભાઇ ચાવડા (મુંબઇ), મનીષાબેન નટવરલાલ પરમાર (ભરૂચ), કિરણબેન મહેન્દ્રભાઇ ચૌહાણ (રાયપુર)ના ભાઇ, સ્વ. જયંતીલાલ રતનજી સોલંકી (આદિપુર)ના જમાઇ, વિનયકાંત જે. સોલંકી (ઔરંગાબાદ), ચંદ્રકાન્તભાઇ જે. સોલંકી (આદિપુર), બકુલ જે. સોલંકી (વડોદરા)ના બનેવી તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-3-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, કુકમા ખાતે.

અવધનગર-કુકમા (તા. ભુજ) : કમીબાઈ કરસનભાઈ ગાજણ (ઉ.વ. 82) તે ખીમજીભાઇ, જખુભાઈ, મોહનભાઈ, પાનબાઇ કાનજી મુછડિયાના માતા, બાયાબેન, સ્વ. ધનબાઇ, લછુબેનના સાસુ, દિવ્યાબેનના દાદીસાસુ, સ્વ. સમજી હભુ ગેડિયાના પુત્રી, સ્વ. વેલજી, સ્વ. બટુક, છગનભાઈ, મનુબેન (માધાપર)ના મોટા બહેન, શાંતિલાલ, લખુભાઈ, નીલેશભાઈના મોટાબા, ભાવના વિશ્રામ જોગેલ, ગીતા નરેન્દ્ર શેખા, દક્ષા જગદીશ ગેડિયા, પુષ્પા પરસોત્તમ રૂપાણી, વૈશાલી, ચેતન, કપિલના દાદી તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 14-3-2026ના શનિવારે સાંજે ભજન સત્સંગ, તા. 15-3-2026ના રવિવારે સવારે ઘડાઢોળ (પાણીયારો) નિવાસસ્થાન અવધનગર ખાતે.

કુરબઈ (તા. ભુજ) : કાનજીભાઈ લાલજીભાઈ રામજિયાણી (ઉ.વ. 76) તે સ્વ. મરગાબેન લાલજીભાઈના પુત્ર, હીરબાઈના પતિ, સ્વ. દેવકાબેન શિવજીભાઈ (ઈશ્વરપુરા કંપા), લધાભાઈ (કનકપર), પ્રેમજીભાઈ (વડોદરા)ના નાના ભાઈ, નરેન્દ્રભાઈ, નીલેશભાઈ (અમદાવાદ), રમીલાબેન મહેન્દ્રભાઈ માવાણી (દેશલપર)ના પિતા, સંગીતાબેન, અનિતાબેનના સસરા, વિધિબેન ધવલકુમાર (માનકૂવા), રિયા, ઓમ, આર્ય, આર્વીના દાદા, વિઠ્ઠલભાઈ, ગાવિંદભાઈ, સ્વ. મણિલાલભાઈ, દિનેશભાઈના કાકા, હરજીભાઈ, છગનભાઈ, રવજીભાઈ, નાનજીભાઈના કાકાઈ ભાઈ, કૃપા, દૃષ્ટિ, ડો. વિકાસ, વેદના નાનાબાપા તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 14-3-2026ના સવારે 8થી 11.30 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, કુરબઈ ખાતે.

ચુનડી (તા. ભુજ) : ભગત વાછિયાભાઇ માંડણ વારસુર (ઉ.વ. 92) તે સ્વ. દેવલબાઇના પતિ, નારાણભાઇ, પેથાભાઇ, સ્વ. ખીમજીભાઇ, વેલજીભાઇ, ધનજીભાઇ (માંડવી એસ.ટી.)ના પિતા, સામંત, તેજસ, વાલજી, અર્જુન, અરવિંદ, શાન્તિલાલ, ભચીબેન હરજી સિજુ (મખણા), જશુબેન પ્રવીણ બુચિયા (વડવા કાંયા), શાન્તાબેન લખન પઢિયાર (કંઢેરાઇ), હંસાબેન જગદીશ નંજાર (નિરોણા), ભાવનાબેન ચેતનભાઇ સિજુ (ભુજોડી), ચંપાબેન દીપક મણાઢિયા (ભુજોડી), ચંદ્રિકાબેનના દાદા, નેણબાઇ, ધનીબાઇ, નાનબાઇના સસરા, પ્રેમિલાબેન, સાવિત્રીબેન, હેતલબેન, ભાવનાબેનના દાદાસસરા, સ્વ. પાંચાભાઇ રાઘાભાઇ બુચિયા (વડવા કાંયા)ના જમાઇ, હિરેન, હેમાંશુ, હિના, દીપક, વિદ્યા, તન્વીના પરદાદા તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 23-3-2026ના સોમવારે રાત્રે આગરી અને તા. 24-3-2026ના મંગળવારે સવારે ઘડાઢોળ. સાદડી નિવાસસ્થાને ચુનડી ખાતે.

નાગોર (તા. ભુજ) : મીનાબેન વિજયભાઇ કાતરિયા (ઉ.વ. 49) તે વિજયભાઇ ડાયા કાતરિયાના પત્ની, સ્વ. સેજીબેન ડાયા કાતરિયાના પુત્રવધૂ, સ્વ. રતનબેન જયંતીભાઇ મોરના પુત્રી, અમૃતબેન રમેશ, ગં.સ્વ. જયાબેન લાલજીના દેરાણી, મિતેષભાઇ, કાજલબેન, પૂનમબેનના માતા, કૃતિકાબેન, ભાવેશભાઇ બલદાણિયા, મયૂરભાઇ વાઘમશીના સાસુ, સ્વ. લીલાવંતીબેન, કંકુબેનના ભાભી તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-3-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 યદુવંશી સોરઠિયા સમાજવાડી, નાગોર ખાતે.

દરશડી (તા. માંડવી) : કેશરબેન લિંબાણી (ઉ.વ. 82) તે સામજીભાઈ લાલજીભાઈ લિંબાણીના પત્ની, ઘનશ્યામભાઈ, સુશીલાબેન (દેશલપર)ના માતા, લીલાબેન ઘનશ્યામભાઈ, નરેન્દ્રભાઈ ભગતના સાસુ, સ્મિતભાઈ, પ્રિયંકાબેન (સુખપર-રોહા)ના દાદી, પ્રિયાબેન, ચિંતનભાઈ દીવાણીના દાદીસાસુ, નમસ્વીબેન, દીવાબેનના પરદાદી, સ્વ. કરશનભાઇ રાજાભાઈ ભગત (વડવા-કાંયા)ના પુત્રી, સ્વ. કેશવલાલ, વિઠ્ઠલભાઈ, નવીનભાઈ, ગં.સ્વ. કાન્તાબેન, સ્વ. દમયંતીબેનના બહેન, સ્વ. શિવદાસભાઈ, સ્વ. ગાવિંદભાઈ , નાનજીભાઇ, ગં.સ્વ. ધનબાઇ (રત્નાપર), કુંવરબેન (વડવા)ના નાના ભાઈના પત્ની, કાન્તીભાઈ, હંશરાજભાઈ, રવિલાલભાઈ, કરમશીભાઈ, લખમશીભાઈ, મોહનભાઈ, પ્રવીણભાઈ, હીરાબેન, સ્વ. જવેરબેન, વનિતાબેન, લીલાબેન, ગંગાબેન, સ્વ. કમળાબેન, વિમળાબેન, કાન્તાબેન, કસ્તૂરબેન, ગં.સ્વ. ઉર્મિલાબેનના કાકી તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 14-3-2026ના શનિવારે સવારે 8.30થી 11.30 અને બપોરે 3થી 5 પાટીદાર સતપંથ સમાજવાડી, દરશડી ખાતે.

દેવપર-ગઢ (તા.  માંડવી ) : મોહનલાલ ડાહ્યાભાઇ પારસિયા (ઉ.વ. 61) તે સ્વ. જીવાબેન ડાહ્યાભાઇ ખેતા પારસિયાના પુત્ર, સ્વ દામજીભાઈ પ્રેમજીભાઈ શાંખલા (વેરસલપર)ના જમાઈ, નર્મદાબેનના પતિ, સ્વ. કાંતિભાઈ, વિશનજીભાઇ, મગનભાઈ, અમૃતભાઈના ભાઈ, પ્રીતિબેન, નિકિતાબેન, રુચિબેન, નિશાબેન, પ્રિન્શીબેનના પિતા, સુનીલભાઈ, આશિષભાઈ, રાજેશભાઈ, નિતેશભાઈ, મનીષભાઈના સસરા, નીતિનભાઈ, હરેશભાઈ, અનિલભાઈ, જીતુભાઈ, મનોજભાઈ, શરદભાઈ, જયભાઈ, વિજયાબેન, શીતલબેન, અંકિતાબેનના કાકા, તનય, વિહાન, ધર્વ, નીવા, નિશ્વી, આરવી, કાશ્વી, યાસીના નાનાબાપા, હિત, નિત, ઓમ, સોહમ, જેનીલ, શિવાંગ, નેન્સી, નૈતિ, હાર્દીના દાદા તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-3-2026ના સવારે 8.30થી 11 અને બપોરે 3.30થી 5 નિવાસસ્થાન ખાતે.

ભદ્રેશ્વર (તા. મુંદરા) : જાડેજા બાબાબા જટુભા (ઉ.વ. 85) તે સ્વ. જટુભા મદારસંગના પત્ની, નરપતસિંહ, ચનુભા, બળવંતસિંહ, મહિપતસિંહના માતા, રમેશસિંહ, રાજેન્દ્રસિંહ, વનરાજસિંહ જામભાના ભાભુ, રામદેવસિંહ, નરેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, યુવરાજસિંહ, વિજયસિંહ, દેવેન્દ્રસિંહ, જિતેન્દ્રસિંહ, લકીરાજસિંહ, જયદીપસિંહના દાદી, યક્ષરાજસિંહ, અશ્વિનસિંહના પરદાદી તા. 11-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું દરબારગઢ ડેલીએ તથા ઉત્તરક્રિયા તા. 22-3-2026ના રવિવારે નિવાસસ્થાને.

વ્યાર (તા. નખત્રાણા) : ગોસ્વામી ચંપાબેન (ઉ.વ. 56) તે સ્વ. બુધગિરિ મુલગિરિના પત્ની, માયાગિરિ ખીમગિરિ (કોટડા-ચકાર)ના પુત્રી, હરસુખગિરિ, ઉમેશગિરિ, ચંદ્રેશગિરિ, પ્રભાબેન પ્રવીણપુરી (ખાંભલા), નયનાબેનના માતા, દયાલગિરિ (વ્યાર)ના નાના ભાઇના પત્ની, મહેશગિરિ, પરસોત્તમગિરિના કાકી, સ્વ. દયાલગિરિ, સ્વ. રેવાગિરિ (કોટડા), નિમુબેન (ભુજ), સાવિત્રીબેન (હરૂડી), જેરામગિરિ (કોટડા)ના બહેન તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-3-2026ના શનિવારે બપોરે 3થી 4 નિવાસસ્થાન ખાતે.

જડોદર કોટડા (તા. નખત્રાણા) : લાલજી ગોવિંદજી (ઉ.વ. 90) તે સ્વ. ગોવિંદજી ધારશીના નાના પુત્ર, કમળાબેનના પતિ, સ્વ. ખેરાજભાઈ, સ્વ. માધવજી, સ્વ. બબીબેન, સ્વ. બચુબેન, સ્વ. ડાહીબેન, સ્વ. ચોથબાઈ, સ્વ. સાકરબેન, સ્વ. પુરીબેન, સ્વ. ભચીબેન, સ્વ. જમનાબેનના નાનાભાઈ, સ્વ. ઠા. લાલજી અરજણ મજેઠિયા (ટીડિયા)ના જમાઈ, સ્વ. ઠક્કર ચત્રભુજ અરજણના નાનાભાઈના જમાઈ, જયસિંહભાઈ જગદીશભાઈના બનેવી, લહેરીભાઈ, સાવિત્રીબેન, સ્વ. અનુસૂયાબેન, સ્વ. ભરત, માયાબેનપ્રકાશ, સ્વ. સુભાષના પિતા, સ્વ. નિર્મળાબેન, તારાબેન, સ્વ. કલ્પનાબેન, સ્વ. રમેશભાઈ, સ્વ. વિલાસભાઈ, જમનાદાસના સસરા, ડોલીબેન, મનીષભાઈ, જતિન, રોશની, કિશોરભાઈ, ભક્તિ, પરેશભાઈ, નૃમૃતા, સૂરજભાઈ, બિંદિયા, અંજલિ, નેહાના દાદા, પૂજાબેનના દાદાજી સસરા, દેવાંશીના પરદાદા, નીતાબેન, મયૂરભાઈ, વિપુલ, રમેશભાઈ, કુંતલ, હેમલભાઈ, જીનલ, જયભાઈ, વિરેશ, કૌશિક, પૂજા, સાલીનભાઈના નાના તા. 12-03-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બન્ને પક્ષની તા. 14-03-2026ના શનિવારે સાંજે 4થી 5 કોટાડ જડોદરની પટેલ સમાજવાડી ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

નારાણપર (તા. અબડાસા) : જાડેજા બહાદુરસિંહ રવુભા (ઉ.વ. 73) તે ભાવસંગજી, વનરાજસિંહના મોટા ભાઇ, બટુકસિંહના પિતા, રણજિતસિંહ, અનિરુદ્ધસિંહ, મહાવીરસિંહ, જગદીશસિંહ, દિગીરાજસિંહ, રામદેવસિંહ, કુલદીપસિંહના મોટાબાપુ, પ્રિયરાજસિંહના દાદા તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ખાતે.

અમદાવાદ : મૂળ માંડવીના ઉષાબેન સુધીરભાઈ શાહ (ઉ.વ. 63) તે સ્વ. સુધીર ચમનલાલ શાહ (દલાલ સુધીરકુમાર એન્ડ કંપની)ના પત્ની, ગં.સ્વ. સવિતાબેન ચમનલાલ શાહ (માંડવી)ના પુત્રવધૂ, સ્વ. તારાબેન ઝૂમખલાલ શાહ (માંડવી)ના પુત્રી, શ્વેતા જિગર શાહ (અમદાવાદ)ના સાસુ, માનસી મિશાલ શાહ (અમદાવાદ)ના માતા, યુવાંશના દાદી, સંગીતા જગદીશ શાહ (અંજાર)ના ભાભી, ગં.સ્વ. દક્ષાબેન પ્રફુલચંદ્ર ઝવેરી (ભુજ), કિરીટ ઝૂમખલાલ શાહ (ભુજ), ગં.સ્વ. ચેતનાબેન નરેન્દ્ર દોશી (મુંબઇ), ગં.સ્વ. નિશાબેન ઝૂમખલાલ શાહ (ભુજ), અલ્પેશ ઝૂમખલાલ શાહ (માંડવી)ના બહેન, પંકજ કિરીટભાઇ શાહ (ભુજ), નયના અલ્પેશ શાહ (માંડવી)ના નણંદ, અમી અંકિત શાહ, અંકિતા શાહ, પુનિત શાહના મામી, ઇશ્વર વલમજી શાહ, ઝૂમખલાલ વલમજી શાહ (અમદાવાદ)ના ભત્રીજાવહુ, સ્નેહલ, વિશાલ, નેહા, નીરજ, ભાવિની, રૂપક, તેજસ, સિદ્ધાર્થ, વિરાલીના માસી, અક્ષત, પ્રિયાંશ, જૈનમના ફઇ તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.13-3-2026ના શુક્રવારે સવારે 9થી 11 

કચ્છી જૈન સેવા સમાજ, નવચેતન હાઇસ્કૂલની સામે, પાલડી, અમદાવાદ ખાતે. 

Panchang

dd