• સોમવાર, 16 માર્ચ, 2026

ભીમાસરમાં 25 લાખના ખર્ચે બનેલી આધુનિક શાકમાર્કેટનુ થયું લોકાર્પણ

અંજાર, તા. 15 :  તાલુકાના ભીમાસરમાં ગ્રામ પંચાયત દ્વારા 25 લાખના ખર્ચે  નિર્મિત શાકમાર્કેટનો  લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ પંચાયત દ્વારા નાના વેપારીઓ એક જ સ્થળે તમામ સુવિધાઓ સાથે વેપાર કરી  શકે  અને ગામના લોકોને એક સ્થળે    શાકભાજી મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે સ્વભંડોળમાંથી  બનેલી આ શાકમાર્કેટમાં 50 થલા અને છૂટક ફેરિયા માટે હોર્ક્સઝોન સહિતની સુવિધા ઊભી કરવામાં આવી હતી. શાકમાર્કેટના સ્વપ્નદૃષ્ટા અને  પૂર્વ સરપંચ તેમજ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા વી.કે. હુંબલ  તથા સરપંચ ડાઈબેન હરેશ હુંબલ તેમજ ગ્રામ પંચાયતના પદાધિકારીઓ  અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં  શાકમાર્કેટને ખુલ્લી મુકાઈ હતી. જિલ્લામાં અંજાર તાલુકાના ભીમાસરની ગ્રામ પંચાયત દ્વારા પ્રથમ વખત સ્વભંડોળમાંથી  શાકમાર્કેટ બનાવવામાં આવી છે.  ભીમાસર આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાના કારણે  ભારત સરકાર અને  રાજ્ય સરકાર દ્વારા ગામને  વિવિધ પ્રકારના 18 પુરસ્કાર મળ્યા છે. રાધેકૃષ્ણ મંદિરના પૂજારી સુનીલ શાત્રીએ  શાત્રોકતવિધિ સંપન્ન કરાવી હતી. આ પ્રસંગે ઉપસરપંચ કંકુબેન જીવાભાઈ બાર, સા.ન્યા. ચેરમેન જોમાબેન ડુંગરિયા, તલાટી એલ.એસ. અસોડા, જિલ્લા પંચાયત સદસ્ય મંજુલાબેન ડાંગર, તાલુકા પંચાયત સદસ્ય કુંવરબેન હુંબલ, ગ્રામ પંચાયતના સદસ્ય મમતાબેન રાજેશ ઔદિચ્ય. રૂડીબેન ઘેલાભાઈ જરૂ. કંકુબેન વીરેન્દ્ર હેઠવાડિયા, મઘીબેન રવજી કરોત્રા, મોમાયા ગણેશ ડુંગરિયા, રાજેશ રણછોડ ભીલ, બાબુ જુમા કારુ, શામજી કાનજી હુંબલ, શંભુ કરશન ગોગરા, ચંદ્રકાંત નારણ ડાંગર અને ગામના અગ્રણી રવજી મારાજ, દિનેશભાઈ, ઘેલા નારણ જરૂ, ગાવિંદ કરશન ગોગરા, આત્મારામ ગામોટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ધારાશાત્રી હરેશ હુંબલે કર્યું હતું. 

Panchang

dd