• સોમવાર, 16 માર્ચ, 2026

ગાંધીધામમાં વિદેશી દારૂ સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 15 :  શહેરના રમતગમત સંકુલ નજીકથી એક શખ્સને પોલીસે પકડી પાડી વિદેશી દારૂની બોટલ જપ્ત કરી હતી, પરંતુ તેની પાસે વિદેશી દારૂ ક્યાંથી આવ્યો તે પોલીસ ઓકાવી શકી નહોતી. શહેરનાં રમતગમત સંકુલ પાસે સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી, દરમ્યાન નંબર વગરના જ્યુપીટર વાહનથી એક શખ્સ નીકળતાં તેને પકડી પાડી વાહનની ડિકીની તપાસ કરાતાં તેમાંથી એક બોટલ નીકળી હતી. દરમ્યાન ખોડિયારનગરના સમીર જુમા રાયમા નામના શખ્સની ધરપકડ કરી તેની પાસેથી સ્કોટલેન્ડની ધી બાલ્વેની એક બોટલ કિંમત રૂા. 8000નો દારૂ  જપ્ત કરાયો હતો, પરંતુ આ બોટલ તે ક્યાંથી, કોની પાસેથી લઇ આવ્યો હતો અને ક્યાં, કોને આપવાનો હતો તે પોલીસ ઓકાવી શકી નહોતી. - ચર્ચાસ્પદ ખાંભલા પ્રકરણના આરોપીઓ ત્રણ દિ' રિમાન્ડ તળે : ભુજ, તા. 15 : પ્રેમ સંબંધને લઇને સગી દીકરી અને પ્રેમીનું ગળું દબાવી લાશ કૂવામાં ફેંકી પુરાવાનો નાશ કરવાના ચર્ચાસ્પદ ખાંભલાના આ પ્રકરણના આરોપીઓના રિમાન્ડ મંગળવાર સુધી મંજૂર થયા છે. આ ચર્ચાસ્પદ ઓનર કિલિંગના આરોપીઓને આજે નખત્રાણા પોલીસના પીઆઇ જે.ડી. સરવૈયા અને ટીમે કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરતાં આરોપીના રિમાન્ડ મંગળવાર સુધી ગ્રાહ્ય રખાયા છે. આ રિમાન્ડમાં બનાવમાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તેમજ અન્ય બાબતોની સઘન પૂછતાછ કરવામાં આવશે. - ભુજમાં આંગણામાં સૂકાવા રાખેલા 35 હજારના સાડી-દુપટ્ટાની ઉઠાતરી : ભુજ, તા. 15 : શહેરના ઘરના આંગણામાં ખત્રીકામ અંગેની સાત સાડી અને આઠ બાંધણીના દુપટ્ટા સૂકાવા મૂક્યા હતા. 35,000ના આ સાડી-દુપટ્ટા કોઇ ચોર ઇસમ ચોરી ગયાની ફરિયાદ નોંધાઇ છે. ભુજના સુરલભિટ્ટ રોડ પરની અલ મહેંદી કોલોનીના પ્લોટ નં. 22 ખાતે રહેતા અને ખત્રીકામ કરતા જુમા ખત્રીએ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 8/3ના આંગણામાં સાડી તથા બાંધણીના દુપટ્ટા સૂકાવા રાખ્યા હતા. બીજા દિવસે સવારે ઊઠીને જોતાં તે જોવામાં આવ્યા ન હતા. કોઇ અજાણ્યા ચોર ઇસમ સાડી નંગ 7 અને બાંધણીના દુપટ્ટા નંગ 8 એમ કુલ્લે રૂા. 35,000ના સામાનની ચોરી કરી લઇ ગયા હતા. 

Panchang

dd