• શનિવાર, 14 માર્ચ, 2026

કોટડા (જ.)માં પાટીદાર સમાજની ક્રિકેટ ટૂર્ના.માં જે.પી. ચેમ્પિયન્સ ટીમે બાજી મારી

કોટડા (જ.) (તા. નખત્રાણા), તા. 13 : કોટડા (જ.) પાટીદાર યુવક મંડળ આયોજિત નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જે.પી. ચેમ્પિયન્સ નખત્રાણા વિજયી અને ઉમિયાશક્તિ એવેન્જર્સ ઉપવિજેતા બની હતી. ઉમિયાશક્તિએ જે.પી. ગ્રુપને 115 રનનું લક્ષ્ય આપ્યું હતું, જેને જે.પી. ગ્રુપે 10.3 ઓવરના અંતે આંબી વિજય હાંસિલ કર્યો હતો. મેન ઓફ ધ મેચ હિતેશ છાભૈયાએ 15 બોલમાં 31 રન કર્યા હતા. સમાજના અગ્રણી રાજેશભાઈ દિવાણીએ પા. યુ. મંડળની કરાંચીથી કોટડાની સફર વર્ણવી હતી અને  પેવેલીયનના દાતા લીંબાણી મોટર્સ નખત્રાણાના મણિલાલભાઈ, અન્ય દાતાઓ શ્રીરામ સિમેન્ટ આર્ટી. કોટડા (જ.), સ્વ. ધનજી હંસરાજ મુખી હ. પ્રવીણભાઈ, ધોરમનાથ હોટેલ-મલ્ટિપ્લેક્સ, દિનેશભાઈ વાઘા, નખત્રણાના નૈતિકભાઈ, લાઇટઝોન હરેશ ખેતાણી, ઉમિયા વે. વર્કસ, જગદીશભાઈ ધોળુ, ડીવાયએસપી ગ્રુપ, મા વાંકોલ મેંગો ફાર્મ, રાઘવ કેટરર્સ, પાટીદાર ગ્રુપ દિલીપ પાંચાણી, દાતા શિવમ પ્લાયડોર નખત્રાણા, હિંમતલાલ ભગત, ભગવતી ઓઈલ મિલના જવેરભાઈ, ગૌસેવા સમિતિ રાતા તળાવ, ઓમગ્રુપ ભુજ, વાડિયા ટી હાઉસ અને દેવરામ  ઇલે. કોટડા, મેદાનના દાતા કિશોરભાઈ નાયાણી પરિવાર, મેગા ફાઈનલના દાતા સ્વ.  મૂળબાઈ લાલજી વાડિયા પરિવાર અને રનર્સઅપ ટ્રોફીના દાતા  દેવરામ ઇલે. અને વાડિયા ટી હાઉસ તેમજ ભૂમિમંડપના દિનેશભાઈ પોકાર અને પીજીવીસીએલના મિતભાઈ ભગતનું સંસ્થા દ્વારા સન્માન કરાયું હતું. ડો. શાંતિલાલ સેઘાણી, હીરાલાલ ભગત, રાજેશ હિરાણી, જગદીશ વાડિયા, શામજીભાઈ લીંબાણી, શાંતિભાઈ નાકરાણી, રમેશ નાથાણી, કિશોર નાથાણી, જી.ડી. પટેલ, મહિલા મંડળની બહેનો, જેન્તીલાલ ડોસાણી, મનોજ દીવાણી, ન.તા. કિશાન સંઘના  પ્રમુખ શિવદાસ કેશરાણી તેમજ યુવક મંડળના પ્રમુખ શૈલેષ વાડિયા હાજર રહ્યા હતા. કચ્છી કોમેન્ટ્રીમાં અરવિંદ નાકરાણીએ આકર્ષણ જમાવ્યું હતું. અન્ય કોમેન્ટ્રીમાં અંકિત લીંબાણી વિષ્ણુ ધોળુ, વિવેક ખેતાણી, મનીષ ભગત, ધીરજ ભગત, જ્યારે અમ્પાયરમાં યોગેશ વેલાણી, જિગર હળપાણી, અનિલ ભગત, વિઠ્ઠલ મેઘાણી, નીલેશ ડોસાણી, કીર્તિ ભગત, ભૂમિલ વેલાણી, હાર્દિક ડોસાણી, વિજય સેંઘાણી, નિસર્ગ ખેતાણી, કેવલ ભગત ધવલ નાકરાણીપ્રફુલ્લ ખેતાણી, અનિલ પાચાણી, મુકેશ ભગત, પ્રદિપ ભગત તેમજ સ્કોરિંગમાં યુવક મંડળના સદસ્યોએ  સહયોગ આપ્યો હતો.  

Panchang

dd