• સોમવાર, 16 માર્ચ, 2026

`પહેલેથી ખરાબ હતું અમદાવાદનું વિમાન'

નવી દિલ્હી, તા. 15 : અમેરિકાના એક હવાઈ સુરક્ષા સંગઠન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદ વિમાન દુર્ઘટના સંબંધિત ઘણા જરૂરી દસ્તાવેજોને તપાસ માટે અધિકારીઓને સોંપવામાં આવ્યા નથી. તેવામા તપાસ ઉપર સવાલ ઉભો થાય છે. તપાસકર્તાઓને મોકલેલા ઈમેઈલમાં એવિએશન સેફ્ટી ફાઉન્ડેશનના કારોબારી ડાયરેક્ટર ઈડી પિયરસને કહ્યું હતું કે, તેમના હાથે ગુપ્ત દસ્તાવેજ લાગ્યા છે. જેનાથી ખ્યાલ આવે છે કે વિમાન દુર્ઘટનાની પાછળ ઈલેકિટ્રક ખામી કારણ હતી.  જૂન 2025માં થયેલી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 260 લોકોનો જીવ ગયો હતો. પિયરસને કહ્યું હતું કે બોઈંગ 787 ડ્રીમલાઈનર રજિસ્ટ્રેશન વીટી એએનબી અંગેના દસ્તાવેજોથી ખ્યાલ આવે છે કે ઈલેકિટ્રક સિસ્ટમમાં પહેલાથી જ ખરાબી ચાલી રહી હતી. આ વિમાનમાં લાંબા સમયથી શોર્ટ સર્કિટ, ધૂમાડો નીકળવો અને વાયરિંગમાં પરેશાની આવતી હતી. વિમાનની પાવર પેનલ પણ ઘણી વખત બદલવામાં આવી હતી. પિયરસને આગળ કહ્યું હતું કે વિમાનને ડિઝાઈન મોડિફિકેશન અને સોફ્ટવેર પ્રોટેક્શનની જરૂરીયાત હતી. એએઆઈબીએ ઘટનાના નવ મહિના પહેલાથી જ કોઈ ભલામણ કરી નહોતી. તપાસકર્તાઓ તરફથી એવો પુરો માહોલ બનાવી દેવામાં આવ્યો હતો કે તમામ જવાબદારી પાયલટ્સ ઉપર આવી ગઈ હતી.  

Panchang

dd