• સોમવાર, 16 માર્ચ, 2026

અમેરિકા આભારી છે ભારતવંશીય પ્રતિભાઓનું

ન્યૂયોર્ક, તા. 15 : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ટેરિફની તલવારથી ભારતને ડરાવવાની કોશિશ કરતા રહેતા હોય, પરંતુ અમેરિકામાં ભારતવંશી પ્રતિભાઓનો જબરો દબદબો છે. અમેરિકાની વસ્તીમાં ભારતીયો ભલે દોઢ ટકા છે, પરંતુ આ દેશના વેરામાં ભારતવંશીઓની હિસ્સેદારી છ ટકા છે. ખર્ચ-દાન કરવા કે વેરા ભરવાના મોરચે ભારતીય મૂળના અમેરિકીઓ પોતાની વસ્તીના હિસાબે ઘણા આગળ છે. બીસીજી અને ઈન્ડિયા સ્પોરા દ્વારા તૈયાર થયેલા અહેવાલના પ્રથમ ભાગમાં ભારતીયોની અમેરિકી અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાની વાત  કરાઈ છે. સિલિકોન વેલીના બોર્ડરૂમથી નાના નગરોની ટચુકડી દુકાનો સુધી સક્રિય ભારતીય મૂળના ઉદ્યમીઓએ લાખો અમેરિકી નાગરિકો માટે રોજગાર પેદા કર્યા છે. ફોર્ચ્યુન 500 કંપનીના નેતૃત્વથી માંડીને નવા યુનિકોર્ન્સ ઊભા કરવા સુધી ભારતીય મૂળની પ્રતિભાઓની મહેનતે અમેરિકાને દુનિયાથી આગળ રાખ્યું છે. અમેરિકામાં ભારતીય મૂળનો દરેક પરિવાર વર્ષે સરેરાશ 2.8 કરોડ ડોલરનો ખર્ચ કરે છે. ભારતીય મૂળના કુલ 51 લાખ લોકો રહે છે, જે ઉત્તરાખંડની વસ્તીની અડધી છે. ભારતે પોતાના 140 કરોડ લોકો માટે જેટલું વાર્ષિક બજેટ બનાવ્યું છે, તેના 79 ટકા એકલા 51 લાખ ભારતવંશી અમેરિકામાં દર વર્ષે ખર્ચ કરી નાખે છે. ભારતવંશીઓ એમરિકામાં વસ્તીથી ચાર ગણા કરતાં પણ વધુ 28 લાખ કરોડ રૂપિયાના વેરા દર વર્ષે ભરે છે. ભારતીય પ્રવાસીઓની સરેરાશ ઉંમર 36 વર્ષ છે, જ્યારે અમેરિકીઓની વય 39.2  વર્ષ છે. ફોર્ચ્યુન 500 કંપનીના સીઈઓમાં 16 ભારતવંશી છે, જે 25 લાખ નોકરી સાથે વાર્ષિક 91 હજાર કરોડ આપે છે. 

Panchang

dd