• સોમવાર, 16 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ કાંડાગરાના ગુર્જર સુતાર ગં.સ્વ. મંજુલાબેન તુલસીભાઇ બકરાણિયા (ઉ.વ. 82) તે તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 16-3-2026ના સવારે 9 કલાકે નિવાસસ્થાન, સહયોગનગર, શેરી નંબર 11, મકાન નં. સી-451થી નીકળશે.

આદિપુર : મૂળ દુધરેજ (જિ. સુરેન્દ્રનગર)ના મહિપાલાસિંહ મહેન્દ્રાસિંહ રાણા (ઉ.વ. 64) તે સ્વ. મહેન્દ્રાસિંહ દેવાસિંહના પુત્ર, સુખદેવાસિંહ જીવણાસિંહ રાણાના ભત્રીજા, સ્વ. જનકાસિંહ, સ્વ. દલજીતાસિંહ, સ્વ. સહદેવાસિંહ, સ્વ. દીપેન્દ્રાસિંહ, જયેન્દ્રાસિંહ, યોગેન્દ્રાસિંહ, સુરેન્દ્રાસિંહ, હિતેન્દ્રાસિંહ, સ્વ. કુલદીપાસિંહ, શૈલેન્દ્રાસિંહ, હરદીપાસિંહના ભાઈ, કૃષ્ણરાજાસિંહ, તેજપાલાસિંહ, રાજેન્દ્રાસિંહ, ઉપેન્દ્રાસિંહ, છત્રપાલાસિંહ, જયપાલાસિંહના કાકા તા. 14-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-3-2026ના સોમવારે સાંજે 5થી 6 પુરુષોનું નીલકંઠ મહાદેવ મંદિર, સોનાપુરી અંતિમગૃહ તથા બહેનોનું નિવાસસ્થાન, રાજનગર, અંતરજાળ, આદિપુર-મુંદરા રોડ ખાતે. અંતિમક્રિયા વિધિ તા. 20-3-2026ના શુક્રવારે નિવાસસ્થાન તેજપાલાસિંહ જનકાસિંહ રાણા, રાજનગર-2, આશાપુરા હોટલની આગળ, આદિપુર-મુંદરા રોડ, અંતરજાળ, આદિપુર ખાતે.

આદિપુર : સુનીલ સૂરતમલ ભગવાનાની (ઉ.વ. 63) (નિવૃત્ત મેનેજર, એફ.સી.આઈ.) તે ગુંજનબેન (નિવૃત્ત ઓફિસ સુપરિ. આદર્શ મહાવિદ્યાલય ગાંધીધામ)ના પતિ, પ્રતીક (આઈએમએસ, અમદાવાદ), શિખાના પિતા, રોહિત કિશોર હોતવાણી (જર્મની)ના સસરા, દીપક (નિવૃત્ત રેલવે), સ્વ. કમલેશ (સિવિલ કોન્ટ્રાક્ટર, વડોદરા), કિરણબેન હેમંત મોતીઆણી (ગાંધીધામ), નરેશ, ચિત્રા ઉદેશીના ભાઈમમતા પુરુષોત્તમ રાજાણી, લીના પ્રકાશ જામનાની, સ્વ. સીમા રાજેન્દ્ર ક્રિપલાણી, જીતેન્દ્ર તથા ઈશ્વર મદનલાલ જ્ઞાનચંદાણીના બનેવી, પ્રિયેશ, પારસ, પ્રીતિના કાકા, સમીપ, હર્ષિતાના મામા, રોઆંશના નાના  તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 16-3-2026ના સોમવારે સવારે 10:30 કલાકે નિવાસસ્થાન, પ્લોટ નંબર 107, વોર્ડ 3/બી, આદિપુર ખાતેથી આદિપુર સ્મશાન જશે.

આદિપુર : મૂળ મંજલ (કાનપર)ના લગધીરભા અમરાભા ગઢવી (ઉ.વ. 80) તે ખીમકરણભા અમરાભા ગઢવી (ઉપપ્રમુખ અખિલ કચ્છ ચારણ સભા) (ભુજ), સ્વ. દેવલબેન, માલુબેન, સ્વ. ધનીબેન, પુષ્પાબેન, જયાબેનના ભાઇ, સ્વ. રાજેશભાઇના પિતા, હિરેનભાઇ, ભાવિકાબેન બ્રિજરાજભાઇ ગઢવીના મોટાબાપુ, ઇશ્વરભાઇ, લક્ષ્મણભાઇ, દિનેશભાઇ, ચેતનભાઇ, રાજેશભાઇ, સંજયભાઇના મામા, લખુભાઇ, ચંદુભાઇના કાકા તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-3-2026ના મંગળવારે સાંજે 5થી 6 સોનલધામ, ગાંધીધામ ખાતે.

રાપર : નીલેશભાઈ માલી (ઉ.વ. 37) તે ચોથીબેન રામજીભાઈ રતાભાઈ પરમાર (માલી)ના પુત્ર, હેતલબેનના પતિ, જયંતી, કીર્તિ, કાન્તાબેન, દયાબેન, રમીલાબેનના ભાઈ, જગદીશ, બળદેવ, પ્રિન્સના પિતા, સ્વ. રોશનીબેન, ભાવનાબેનના દિયર, મોહનભાઈ ખીમજીભાઈ માલી (રાજકોટ)ના જમાઈ, સુરેશભાઈ, પ્રફુલ્લભાઈ, પ્રવીણભાઈ, હંસાબેન, મુક્તાબેનના બનેવી, ખોડીદાસ, ભૌતિક, અમૃતના કાકા, અનિશાના સસરા તા. 14-3-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 16-3-2026ના શનિવારે સવારે 9 કલાકે તથા પ્રાર્થનાસભા સાંજે 5થી 6 અક્ષરનિવાસ સોસાયટી, અયોધ્યાપુરી, રાપર ખાતે.

માનકૂવા (તા. ભુજ) : મૂળ કુંભારિયાના નરભેરામભાઇ પિત્રોડા (ઉ.વ. 80) તે સ્વ. લીલાધરભાઇ વેલજીભાઇ પિત્રોડા અને સ્વ. લખ્મીબેનના પુત્ર, સ્વ. વાલજીભાઇ, સ્વ. હીરાલાલ, સ્વ. જાદવજીભાઇ, સ્વ. અમૃતબેન (દહીંસરા), સ્વ. મટુબેન (માધાપર), ચોથીબેન (ખેડોઇ)ના નાના ભાઇ, સ્વ. કાંતિલાલ, સ્વ. જગદીશભાઇ, શાંતિલાલ (અંતરજાળ), હસમુખભાઇ, ખીશીરામભાઇ (સચિન વેલ્ડિંગ-માનકૂવા), અરવિંદભાઇ, જયસુખભાઇ, કીર્તિભાઇ, અશોકભાઇ, નિર્મળાબેન, હીરાગૌરીબેન, રંજનબેન, નર્મદાબેન, દેવકન્યાબેન (હાલોલ), નયનાબેનના કાકા, સ્વ. નરસિંહભાઇ (દહીંસરા), સ્વ. ડુંરગશીભાઇ (માધાપર), સ્વ. વિશનજીભાઇ (ખેડોઇ)ના સાળા તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-3-2026ના મંગળવારે સાંજે 4.30થી 5.30 લક્ષ્મીનારાયણ સમાજવાડી, જૂનાવાસ, માનકૂવા ખાતે.

ગડા પાટિયા (તા. ભુજ) : મૂળ ચંદિયાના જખુભાઈ મેઘજી ગેડિયા (ઉ.વ. 64) તે સ્વ. મેઘબાઈ મેઘજી ગેડિયાના પુત્ર, જશોદાબેનના પતિ, વિનોદ, રસીલા, બકુલ, મયૂરના પિતા, પ્રકાશ મુછડિયાના સસરા, રામજી મેઘજી ગેડિયા, શંકરભાઈ, 108 રામગીરી બાપુ (ત્રિકમસાહેબ આશ્રમ-કુકમા), મોહન, સ્વ. લાલુબેન, કુંવરબેન, સામાબેનના ભાઈ, સ્વ. ગાભા ખેતા, ગં.સ્વ. મુલાબેન ગાભાના જમાઈ, ધીરજ, અમૃત, ભરતના બનેવી, મનસુખ, ચંદ્રિકાબેન, કસ્તૂર, દિલીપના કાકા, નીતિન, દર્પણ, રાહુલના મોટાબાપા, હર્ષિલ, શિવમ, રોનક, આદિત્ય, ધાર્મિ, તમન્ના, સંગીતાના દાદા, ધ્યાન, જાનકીના નાના તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 17-3-2026ના મંગળવારે સાંજે 4થી 5 કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, ગડા પટિયા ખાતે. ધાર્મિકવિધિ તા. 21-3-2026ના શનિવારે રાત્રે સત્સંગ અને તા. 22-3-2026ના રવિવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાને.

મોટા ભાડિયા (તા. માંડવી) : માલબાઈ ડોસાભાઇ ગઢવી (ગેલવા) (ઉ.વ. 96) તે સ્વ. ડોસાભાઈ ખેતસીભાઈ ગેલવાના પત્ની, હરિભાઈ, પૂંજાભાઈ, હીરબાઈ મેઘરાજ મૌવર, પુરબાઈ નાગશી મૌવર, સોનબાઈ મુરુભાઈ મૌવર (મોટા ભાડિયા), લખમીબેન  દાદુભાઈ વડળ (કોડાય)ના માતા, સ્વ. રાણસી ડોસલ વીધાણીના પુત્રી, પબુભાઈ, દાદાભાઈ, આલાભાઇના બહેન તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી હરિભાઈ ડોસાભાઇની કલરાવાડી વિસ્તાર ખાતે તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 25-3-2026ના બુધવારે.

સમાઘોઘા (તા. મુંદરા) : હેમંતાસિંહ પ્રેમસંગ જાડેજા (ઉ.વ. 54) તે સ્વ. બળવંતાસિંહ, હિતેન્દ્રાસિંહના મોટા ભાઈ, દિવ્યરાજાસિંહના પિતા, પ્રદીપાસિંહ, દશરથાસિંહ, ભાગ્યજિતાસિંહના મોટા બાપુ તા. 14-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 19-3-2026 ગુરુવાર સુધી દરબાર ગઢની ડેલી ખાતે. ઉતરક્રિયા 25-3-2026ના બુધવારે નિવાસસ્થાને.

અરલ નાની (તા. નખત્રાણા) : હાલે માધાપર (નવાવાસ) પટેલ ડાઇબેન હંસરાજ ભગત (ઉ.વ. 82) તે સ્વ. હંસરાજભાઇ વિશ્રામભાઇના પત્ની, સ્વ. વાલજીભાઇ, રતનશીભાઇ (મહારાષ્ટ્ર), લક્ષ્મીબેન, રાજબેનના ભાભી, વિનોદભાઈ (આટપાડી-મહારાષ્ટ્ર), લીલાબેન (નામકલ-તામિલનાડુ), મગનભાઇ (માધાપર-નવાવાસ), યોગેશભાઇ (મહાડ-મહારાષ્ટ્ર), નર્મદાબેન (માધાપર-નવાવાસ)ના માતા, પ્રેમિલાબેન, મણિબેન, વિમળાબેનના સાસુ, મેહુલ, નીલેશ, હિના, લીતા, ડિમ્પલ, જાગ્નીક, દિપ્તેશ, નિહાલના દાદી તા. 14-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-3-2026ના બુધવારે સવારે 9થી 10.30 લક્ષ્મીનારાયણ સમાજવાડી, નાની અરલ ખાતે.

મથલ (તા. નખત્રાણા) : કડવા પાટીદાર ગં.સ્વ. કુંવરબેન મૂળજી લિંબાણી (ઉ.વ. 90) તે સ્વ. મૂળજી માવજી લિંબાણીના પત્ની, ડાહ્યાભાઈ, રતનશીભાઈ, લાલજીભાઈ, દમયંતીબેનના માતા તા. 14-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને મથલ ખાતે.

નલિયા (તા. અબડાસા) : કોરેજા કુલસુમ હનીફ (ઉ.વ. 45) તે મ. કોરેજા હનીફ (માંડવી)ના પત્ની, યુસુફ જાનીના પુત્રી, દાઉદ જાનીના ભત્રીજી, સિરાજના મોટા બહેન, સાહિલ તુર્ક (મોટી રાયણ)ના સાસુ તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-3-2026ના મંગળવારે સવારે 11થી 12 મસ્જિદ-એ-ગૌસુલ આઝમ, ફિરદોષનગર (મફતનગર), નલિયા ખાતે. 

Panchang

dd