• સોમવાર, 16 માર્ચ, 2026

ભૂકંપથી પહેલાં શું કરવું જરૂરી ?

કચ્છમિત્ર પ્રસ્તુત `સુરક્ષા સેતુ' શ્રેણી આપને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ મેળવવાની ખાસ ટિપ્સ અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ અનોખી શ્રેણીનો હેતુ દરેક નાગરિકને આપદા સમયે સજ્જ અને સુરક્ષિત બનાવવાનો છે. ધરતીકંપ જેવી કુદરતી આફત સમયે ગભરાવાને બદલે જો સમજદારીથી કામ લેવામાં આવે, તો જીવ બચાવી શકાય છે. 'ગો-બેગ' (Emergency Kit)ની તૈયારી - * એક મજબૂત વોટરપ્રૂફ બેગ તૈયાર કરો. * વ્યક્તિ દીઠ 3 દિવસ ચાલે તેટલું પીવાનું પાણી ભરો. * લાંબો સમય ટકે તેવો સૂકો નાસ્તો (મમરા, સુખડી, બિસ્કિટ) રાખો. * પાવરફુલ ટોર્ચ અને વધારાની બેટરીઓ રાખો. * નાનું એફ.એમ. રેડિયો (સમાચાર માટે) અને પાવર બેંક રાખો. * મદદ બોલાવવા માટે સીટી (ઠવશતાહિંય) અને અરીસો રાખો. * લાઈટર અથવા મેચબોક્સ પ્લાસ્ટિક બેગમાં પેક કરો. * રોકડ રકમ (છૂટા પૈસા સાથે) બેગમાં રાખો. * પર્સનલ હાઈજીન કીટ (સાબુ, સેનિટાઈઝર, નેપકીન) રાખો. * સિઝન મુજબના વધારાના કપડાં (રેઈનકોટ કે ગરમ કપડાં) રાખો.  

Panchang

dd