માઉન્ટ મોન્ગાનુઇ, તા. 15 : ટી-20 વિશ્વકપ પછી દ. આફ્રિકા અને
ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ મેચની દ્વિપક્ષી ટી-20 શ્રેણી આજથી શરૂ થઈ છે, જેની પહેલી મેચમાં દ. આફ્રિકા ટીમનો 7 વિકેટે એકતરફી વિજય થયો છે. કિવીઝ સામેની
વિશ્વ કપ સેમિફાઇનલની હાર પછી આફ્રિકાએ આ જીત સાથે રાહતનો શ્વાસ લીધો છે. પ મેચની શ્રેણીમાં
આફ્રિકી ટીમ 1-0થી આગળ થઈ છે. ટોસ જીતી પહેલાં
બેટિંગ કરનાર ન્યૂઝીલેન્ડ ટીમ 14.3 ઓવરમાં જ
91 રનમાં ઢેર થઈ ગઈ હતી. ઓલરાઉન્ડર
જિમી નિશમે સર્વાધિક 26 રન કર્યા
હતા. 7 કિવીઝ બેટર ડબલ ફીગરમાં પહોંચી શક્યા ન
હતા. કપ્તાન સેન્ટનર 1પ, બેવન જેકબ્સ 10 અને કોલ મકોકી 1પ રને આઉટ થયા હતા. આફ્રિકા તરફથી ડેબ્યૂ
મેચમાં ઝડપી બોલર કોબાની મોકોએનાએ 26 રનમાં 3 વિકેટ લીધી
હતી. તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જેરાલ્ડ કોએત્જી, ઓટનીલ બાર્ટમેન અને કેશવ મહારાજને 2-2 વિકેટ મળી હતી. આ પછી દ. આફ્રિકાએ
16.4 ઓવરમાં 3 વિકેટે 93 રન કરી 7 વિકેટે વિજય
મેળવ્યો હતો.નવોદિત ઓપનર કોનર એસ્ટરહાઉઝન 4પ રને અણનમ રહ્યો હતો.