ભુજ : મૂળ અમદાવાદના રવજી ભોજાભાઇ લોંચા (ઉ.વ. 61) તે ગં.સ્વ. પરમાબેન ભોજાભાઇ
લોંચાના પુત્ર, ઉષાબેન, ગં.સ્વ. ગંગાબેન હીરજીભાઇ વાઘેલા (રાજકોટ)ના જમાઇ, રાજુભાઇ,
વિજયભાઇ, મધુબેન, પદ્માબેનના
બનેવી, અમરત ભોજાભાઇ (અમદાવાદ), મૂળજી મેઘજી
લોંચા (દેવપર-યક્ષ)ના કાકાઇ ભાઇ, ગં.સ્વ. કાન્તાબેન રાજુભાઇ ચાવડા
(ડીસા), સવિતાબેન રમેશ રાઠોડ (માનકૂવા), શકુંતલા રવજી આંઠુ (ગઢશીશા)ના ભાઇ, ભાવેશ, પૂનમ અનિલ ચાવડા, માયાબેન મોહન ચાવડાના પિતા,
ક્રિયાંશ, મિત્તલ, દિયાના
નાના, ક્રિષ્નાના મોટાબાપા તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. તા. 21-2-2026ના રાત્રે સત્સંગ અને તા. 22-2-2026ના સવારે 10 વાગ્યે ઘડાઢોળ નિવાસસ્થાને
મહાદેવ નગર-1, હુન્નરશાળા પાસે, ભુજ ખાતે.
ભુજ : ઇકબાલ સુમાર સમા (ઉ.વ. 30) તે મ. ઓસમાણ ધાલાના દોહિત્ર, મ. ફકીરમામદ, સલીમ,
હનીફ (રિક્ષા ડ્રાઇવર), નરગિસબેનના ભાણેજ તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 14-2-2026ના શનિવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન શાત્રીનગર, ભુજ ખાતે.
ભુજ : નોડે રઝાક (ઉ.વ. 18) તે રફીક કલેજીના પુત્ર, મ. અબ્દુલ અને સલીમના ભત્રીજા, તૌફિક અને નવાબના ભાઇ
તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 15-2- 2026ના રવિવારે સવારે 10થી 11 સંજોગનગર, ઇમામ
ચોક ખાતે.
ભુજ : મૂળ ધુણઇના ઇશ્વરલાલ જેઠાલાલ અબોટી (ઉ.વ. 58) તે ગં.સ્વ. વિમળાબેન જેઠાલાલના
પુત્ર, દક્ષાબેનના પતિ, બટુકભાઇ
(ભુજ તા. અબોટી બ્રહ્મસમાજ પ્રમુખ), મુકેશભાઇ, પુષ્પાબેનના ભાઇ, શારદાબેન (માજી સરપંચ-ધુણઇ)ના દિયર,
અનિતાબેનના જેઠ, મગનલાલ કાંતિલાલ જોષીના સાળા,
વિરેન, સિદ્ધાર્થના પિતા, ભાવેશ (ધુણઇ), ધવલના કાકા, ખુશી,
માનના મોટાબાપા, સુશીલાબેન, દિયાબેનના સસરા, ભૂમિબેનના કાકાજી સસરા, પ્રાચી, કિયા, હેતાંશ, હીરવાના દાદા, નિશાંત, સૃષ્ટિબેનના
મામા, સ્વ. રુક્ષ્મણિબેન બાબુભાઇ જોષી (ચાંદ્રાણી)ના જમાઇ તા.
13-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 16-2-2026ના
સાંજે 4થી 5 ભાવસાર સમાજવાડી, જેષ્ઠાનગર, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ પલાંસવાના રાહુલ ઉમેદભાઇ ભીન્ડે (ઉ.વ. 38) તે સ્વ. જાનુબેન હરિલાલ જેતશીભાઇ
રતાણીના પૌત્ર, ભારતીબેન ઉમેદભાઇ હરિલાલ
રતાણીના પુત્ર, સપનાબેનના પતિ, ધ્યાની,
ભવ્યાના પિતા, ધીરજલાલ, અશોકભાઈ,
જમનાબેન અમ્રતલાલ નાથાણી, ચંદ્રિકાબેન ભરતભાઇ જોબનપુત્રાના
ભત્રીજા, હિરેનભાઈ, તેજસભાઇના ભાઇ,
ભક્તિબેન હિરેનભાઈ, વૈશાલીબેન તેજસભાઇના દિયર,
મિતેષભાઇ નીરવભાઇ, અંકિતભાઇ, કુણાલભાઇ, હિમાંશુભાઇ, ભાવિકભાઇના
પિતરાઈ ભાઇ, પ્રેમજીભાઈ ચૂનીલાલ મિરાણી (રામવાવ)ના દોહિત્ર,
માધવજીભાઇ, દિનેશભાઇ, ખુશાલભાઈના
ભાણેજ તા. 11-2-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-2-2026ના સોમવારે 4.30થી 5.30 નૂતન લોહાણા
મહાજનવાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : ગઢવી હેમલતાબેન હરિલાલ (દેવસુર) (ઉ.વ. 71) તે હરિલાલ શિવરાજ ગઢવીના પત્ની, જીવણીમા જીવરામભા બાટીના પુત્રી, વિજય, વિનય, હર્ષા, જાહલના માતા, સ્વ. કરશનભાઇ, ભગવાનજીભાઇ,
અમૃતબેન, સ્વ. ચેતનાબેનના ભાભી, માલતીબેનના દેરાણી, ઇન્દિરાબેનના જેઠાણી, હરદેવ, કૃતિકા (સોનુ)ના મોટીમા, અર્ચનાબેન, વૈશાલીબેન, કાન્તિભાઇ,
મનીષભાઇના સાસુ, દેવર્ષ, આયુષ, ધૈર્યા, વિદ્યાના દાદી,
પ્રિયા, હિનલ, રાજવીરના નાની,
ચંદ્રિકાબેનના બહેન, અનુપ, અમિતના માસી, સ્વ. જયેશ ખોડીદાન, રાજેશના મામી તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-2-2026ના સોમવારે સાંજે 5થી 6 સોનલધામ, ડી.સી.-2, ગાંધીધામ ખાતે.
અંજાર : ગં.સ્વ. શકુંતલાબેન ઉદવાણી (ઉ.વ. 77) તે સ્વ. વિજયાસિંહ કેશવજીના
પત્ની, સ્વ. સંતોકબેન કેશવજી ઉદવાણીના પુત્રવધૂ,
રૂપારેલ લક્ષ્મીદાસ નરશી ધારાણી (ભુજ)ના પુત્રી, સ્વ. જયશ્રીબેન અમૃતલાલ સોનેતા, ઈન્દુબેન ભરતભાઈ કતિરા,
સ્વ. ભૂપેન્દ્રભાઈ, ભરતભાઈના ભાભી, ગં.સ્વ. નૈઋઍતિબેનના જેઠાણી, માનસી, નિશી, વૃંદાના મોટીમા, સ્વ. હરિલાલ,
રવિભાઈ, સ્વ. પ્રતાપભાઈ, પ્રવીણભાઈ, શોભનાબેન મિલનભાઈ શેઠિયા, જયશ્રીબેન હરીશભાઈ કોડરાણીના બહેન તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 14-2-2026ના
શનિવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
અંજાર : ઔદિચ્ય બ્રાહ્મણ (ઝા.સ.) નીલેશ મગનલાલ પંડ્યા (ઉ.વ.
50) તે ગં.સ્વ. મંજુલાબેન મગનલાલના
પુત્ર, સ્વ. જયાબેન જાદવજીના પૌત્ર, કીર્તિદાબેનના પતિ, સ્વ. મહાશંકર, સ્વ. જયસુખલાલ, સ્વ. રસિકલાલના ભત્રીજા, ભરતભાઈ, ધીરજભાઈ, જિતેન્દ્રભાઈ,
હસમુખભાઈ, હંસાબેન, જ્યોત્સનાબેન,
પ્રજ્ઞાબેન, જિજ્ઞાબેન, હરેશભાઈના
ભાઈ, શિવાંશના મોટાબાપા, મયૂરીબેનના જેઠ,
સ્વ. ગાવિંદભાઈ વાલજી પંડ્યા (મુંબઈ)ના જમાઈ, સ્વ.
તારાબેન પ્રીતમલાલ પંડ્યાના દોહિત્ર, હરસુખભાઈ, જયેશભાઈ, રસિકભાઈના ભાણેજ, તરુણકાંત
લક્ષ્મીનારાયણ પંડ્યા (ઉગેડી), તનસુખભાઈ પ્રવીણભાઈ આચાર્ય (કોઠારા)ના
સાળા, અવની, ખુશ્બૂ, રાજ, પૂજા, અવધેશના મામા તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 14-2-2026ના શનિવારે સાંજે 4 થી5 ઔદિચ્ય બ્રહ્મસમાજવાડી, ટીંબી કોઠા, જૂની શાકમાર્કેટ પાસે, લાયબ્રેરી ચોક, અંજાર ખાતે.
માંડવી : વિજય રામજીભાઇ ચૂડાસમા (માલમ) (આર.ટી.ઓ. એજન્ટ) (ઉ.વ.
66) તે લક્ષ્મીબેન રામજીભાઇ ચૂડાસમાના
પુત્ર, અરૂણાબેનના પતિ, મુકેશભાઇ,
રસીલાબેનના ભાઇ, હેમીક્ષાબેનના જેઠ, જતિન, સ્વ. રોહન, મંદિતા,
મીતના પિતા, રાધિકા, આશિષના
સસરા, રેયાંશ, શિવન્યાના દાદા, વીરા, નક્ષના નાના, દૃશ્યા,
ધાર્મીનના મોટાબાપા, વાસંતીબેન કાનજી ઝાલાના જમાઇ
તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. ભાઇઓ તથા
બહેનોની પ્રાર્થનાસભા તા. 14-2-2026ના
શનિવારે સાંજે 4થી 5 સત્સંગ આશ્રમ, તળાવ પાસે, માંડવી ખાતે.
કુકમા (તા. ભુજ) : ક.ગુ.ક્ષ. સમાજ મૂળ રેહાના ગં.સ્વ. જયાબેન
પુરુષોત્તમ ચૌહાણ (ઉ.વ. 82) તે સ્વ. મોંઘીબેન
મૂરજીભાઈ દાનાભાઈના પુત્રવધૂ, સ્વ.
મુરીબેન પ્રેમજી વાઘેલાના પુત્રી, સ્વ. મનજીભાઈ, સ્વ. પાર્વતીબેન, સ્વ. રાજીબેન, સ્વ. ગૌરીબેનના બહેન, સ્વ. પુરુષોત્તમ મૂરજી ચૌહાણના
પત્ની, સ્વ. મંજુબેન, સ્વ. હરીશભાઈ,
ઉષાબેન (લોહારિયા), કિરણભાઈ (શંભુભાઈ) (એમઇએસ આર્મી-ભુજ)ના
માતા, જગદીશભાઈ દેવરામભાઈ વેગડ, અનિતાબેન,
ગં.સ્વ. બબીતાબેનના સાસુ, ગં.સ્વ. શાંતાબેન ભાણજીભાઈ
ચૌહાણ (નાગોર), સ્વ. હરખુબેન દેવરામભાઈ વેગડ ( લોહારિયા),
સ્વ. પ્રેમિલાબેન મહેન્દ્રભાઈ વેગડના વેવાણ, ધારા
(માધાપર), દર્શલ (એમઇએસ આર્મી-ભુજ), વિવેક
(વીસીઇ કુકમા), કૌશિક (બી.કે.ટી.)ના દાદી, નરેશ, દર્શના, ચાંદની, હિરેનના નાની, નિરાલી, ધારા,
પ્રતીકકુમાર વ્યાસ (ફેડરલ બેંક-ગાંધીધામ)ના દાદીજી, દીપેશ, કેતન, બીના, નેહાના નાનીજી, આદિત્ય, શિવાય,
વૃંદાના પરદાદી, પ્રાપ્તિ, કૃતાર્થના પરનાની તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-2-2026ના સોમવારે સાંજે 4થી 5 ક.ગુ.ક્ષ. સમાજવાડી (મિત્રી સમાજવાડી), કુકમા ખાતે.
દેશલપર-વાંઢાય (તા. ભુજ) : જીતકુમાર (ઉ.વ. 19) તે હિનાબેન અરાવિંદભાઈ (રમેશભાઈ)
માવાણીના પુત્ર, પરમાબેન નારણભાઈ નાનજીભાઈ
માવાણીના પૌત્ર, જુગની (ગાંધીધામ), સાક્ષી,
જિયાના ભાઈ, પીયૂષ દીવાણી (ગાંધીધામ)ના સાળા,
અમરતબેન વાડીલાલ (મુંબઇ), નીમુબેન રમેશભાઈ (મુંબઇ),
રસીલાબેન પ્રવીણભાઈ (દેવપર), અરુણાબેન ભરતભાઇ
(મુંબઇ), નીતાબેન નરેન્દ્રભાઈ (ગાંધીધામ)ના ભત્રીજા, કરમશી ખેતા ચોપડા (જિયાપર)ના દોહિત્ર તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 14-2-2026ના સવારે 8થી 11 અને બપોરે 3થી 5 નિવાસસ્થાને
દેશલપર ખાતે.
બળદિયા (તા. ભુજ) : મેઘજીભાઈ મોમાયાભાઈ ચૌચેટા (ઉ.વ. 68) તે મીણાબેનના પતિ, મંજુબેન શિવજી ડાંગરના પિતા, નાગજીભાઈ મોમાયાભાઈ ચૌચેટા, જીવીબેન ભીમજીભાઈ ખાદાના
ભાઈ, ભીમજીભાઈ, કરમણભાઈ પાલાભાઈ ખાદા,
જીવીબેન મેઘજીભાઈ ચૌચેટા (ભારાપર)ના બનેવી, સાગરભાઈ,
વિશાલભાઈ નાગજીભાઈના કાકા, રોહિત, આર્યનના નાના, અલ્પાબેન, કલ્પાબેન,
લાલજીભાઈ અને ભાવિનભાઈના મામા તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
ભીમજીભાઈ ખાદાના નિવાસસ્થાન ઉપલોવાસ, પ્રાથમિક શાળાની બાજુમાં, બળદિયા ખાતે.
ગળપાદર (તા. ગાંધીધામ) : ગં.સ્વ. ગોદાવરીબેન નારણભાઈ રાઠોડ
(ઉ.વ. 83) તે સ્વ. નારણભાઈ મેઘજીભાઈ રાઠોડના
પત્ની, સ્વ કાશીમા ગોગાજીના પુત્રી, રામજીભાઈ, કાનજીભાઈ, ભૂપતભાઈ,
દીપકભાઈ, કુસુમબેન, કૈલાસબેન,
હંસાબેન, કલ્પનાબેન, હેમલતાબેન,
રીટાબેનના માતા, આશાબેન, પદ્માબેન, ભાવનાબેન, રસીલાબેન,
ગુલાબાસિંહ, બાબુભાઈ, મંગલાસિંહ,
સ્વ. મનસુખભાઈ, હરિભાઈ, રમેશભાઈના
સાસુ, ચેતનભાઇ, રાહુલભાઈ, જયદીપભાઇ, ધવલભાઇ, સાગરભાઇ,
મીતરાજ, જિજ્ઞાબેન, નેહલબેન,
સ્વાતિબેન, કાજલબેન, વિશાખાબેન,
ફાલ્ગુનીબેનના દાદી, નિશાબેન, જાનવીબેન, પ્રિયંકાબેન, રવિનાબેન,
ભાવિકાબેનના દાદીસાસુ, ભવ્યાબા, હરપાલાસિંહ, દિગ્વિજય, વંશના પરદાદી
તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-2-2026ના સોમવારે સાંજે 5થી 6 નિવાસસ્થાને મકાન નં. 19, ગાયત્રી સોસાયટી, ગળપાદર ખાતે.
સલાયા મોટા (તા. માંડવી) : દેવલબાઇ માતંગ (ઉ.વ. 75) તે સ્વ. જીવરાજ રાયશી માતંગના
પત્ની, સ્વ. શામજી રાયશીના પુત્રવધૂ, જેઠાલાલ માતંગના ભાભી, રવિલાલ, કનૈયાલાલ, સ્વ. માનબાઇ, લક્ષ્મીબેનના
માતા, મૂલેશ, શામજી, કેશરબેન, આત્મારામ, મંજુલા,
મનીષ, સ્વાતિ, હરેશ,
ગોવિંદ, સંજય, સ્વ. જીતુના
મોટામા, સ્વ. રાજબાઇ શામજીના દેરાણી, નિર્મલબેન
જેઠાલાલના જેઠાણી, હીરબાઇ રવિલાલ, મનીષા
ગોવિંદના સાસુ, નીલ, રાઘવ, પ્રકાશ, નીતિન, જ્યોતિ,
શિવમના દાદી તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન હનુમાન મંદિર પાસે, હાજી હસન હો. રોડ, માતંગ
ફળિયું, મોટા સલાયા ખાતે.
જખણિયા (તા. માંડવી) : બાયાબાઈ મેઘરાજ લધા વાઘેલા (ઉ.વ. 80) તે પરબત, જીવરાજ, સ્વ. ગાગબાઇ,
લખીબાઇ, રતનબાઇના ભાભી, નારાણભાઇ,
મીઠાબાઇ, હાસબાઇ, મંજુલા,
ડમાબાઇના માતા, કરશન, કલ્પેશ,
જિગરના દાદી અવસાન પામ્યા છે. સાદડી તા. 14-2થી 17-2-2026 સુધી નારાણભાઇના નિવાસસ્થાને
જખણિયા ખાતે.
પાંચોટિયા (તા. માંડવી) : ગઢવી ભચીબાઇ ડાહ્યાભાઈ ગેલવા તે ડાહ્યાભાઈ
ગીલવાના પત્ની, લખમણ, અરજણ, દેવરાજ, ભાણબાઈ, માલબાઈ, સભાઈબેનના માતા તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 22-2-2026ના
રવિવારે નિવાસસ્થાને પાંચોટિયા ખાતે.
લુડવા (તા. માંડવી) : મૂળ મોટા યક્ષના સંગાર હમીર મેઘરાજ (ઉ.વ.
82) તે લક્ષ્મીબાઇના પતિ, બાબુભાઇ, સ્વ. સોનબાઇ,
હંસાબેન, ભાવિકાબેન, પ્રેમિલાબેનના
પિતા, ભાવેશ (કમલેશ), વિશાલ, જાગૃતિબેનના દાદા તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 14-2થી 17-2-2026 નિવાસસ્થાન લુડવા ખાતે.
નાગલપુર (તા. માંડવી) : મનીષાબેન (મોંઘીબેન) જોશી (વડઝરિયા)
(ઉ.વ. 57) તે મનસુખલાલ જેઠાલાલ જોશીના
પત્ની, સ્વ. પ્રેમિલાબેન જેઠાલાલ જોશીના પુત્રવધૂ,
રક્ષા, મેહુલ અને સ્વ. ગીતાના માતા, ભાવેશભાઈ બારમેડા, હિમાંશીબેનના સાસુ, ગં.સ્વ. નવલબેન નારાણજી, નીલમબેન ગવરીશંકરના દેરાણી,
સ્વ. ચંદ્રકાંતના ભાભી, સંગીતાબેન દિલીપભાઈના જેઠાણી,
નિયમના દાદી, ત્રિશા, તસ્મૈના
નાની, પારસ, મયૂર, હાર્દિક, અક્ષય, કસ્તૂર શામજીભાઈ,
હિરલ હર્ષિકભાઈ, મિત્તલ સાગરભાઈ, નેહા જિગરભાઈના કાકી, સ્વ. પુરબાઈ રણછોડજી માલજી શિણાઈ
(બિદડા)ની પુત્રી, નિમુબેન દામજી મોતા (બાગ), ભાનુબેન કિરીટભાઇ નાકર (માંડવી), સ્વ. કાંતિલાલ,
મહેશ, પ્રભુના બહેન, મંગળાબેન,
જયાબેનના નણંદ, ઉકેડા નારણજી નાગુ (બાગ)ના દોહિત્રી તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. સાસરા
પક્ષની પ્રાર્થનાસભા તા. 14-2-2026ના
શનિવારે બપોરે 3થી 5 નાગેશ્વર મહાદેવ મંદિર, નાગલપુર ખાતે અને માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા તે જ દિવસે બપોરે 2થી 4 ભાનાતર વાડીવિસ્તાર, બિદડા ખાતે.
થરાવડા (તા. નખત્રાણા) : ભાનુબેન નારણભાઇ શેઠિયા (પરવાડિયા)
(ઉ.વ. 70) તે નારણભાઇ નાનજીભાઇના પત્ની, મહેન્દ્રભાઇ, સંજયભાઇ,
સ્વ. ગીતાબેન (વિરાણી મોટી)ના માતા, વર્ષાબેન,
હંસાબેનના સાસુ, શુભમ, પાર્થ,
વૈભવ, અંજલિના દાદી, સ્વ.
જેઠાભાઇ, ખીમજીભાઇના નાના ભાઇના પત્ની, ઇશ્વરભાઇ, ધીરજભાઇ, નરશીભાઇ,
સુરેશભાઇના કાકી તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 14-2-2026ના શનિવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, થરાવડા ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : કડવા પાટીદાર જમનાબેન વેલજીભાઇ
સોમજિયાણી (ઉ.વ. 82) તે સ્વ. વેલજીભાઇ
નારણભાઇના પત્ની, સ્વ. ખેતાલાલના
ભાભી, જયાબેન (કોટડા-જ. હાલે બડનેરા)ના માતા, ગોરધનભાઇ, ચંદ્રિકાબેન (નખત્રાણા હાલે ખાપોલી)ના મોટીમા
તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી
(બેસણું) તા. 15-2 અને 16-2-2026ના બે દિવસ સવારે 8થી 10 અને બપોર પછી 3થી 5 ભીમજીભાઇ
શિવજીભાઇ સોમજિયાણીના નિવાસસ્થાન જી.એમ.ડી.સી. હાઇસ્કૂલ રોડ, દશાવો તા. 22-2-2026ના, બારસવિધિ તા. 24-2-2026ના વિરાણી મોટી ખાતે.
કબરાઉ (તા. ભચાઉ) : શ્રીમાળી વજાભાઇ પીતાંબરભાઇ (ઉ.વ. 77) તે પ્રવીણભાઇ, હંસાબેન, ગોમીબેન,
શારદાબેનના પિતા, લખમાબેનના પતિ, સ્વ. મનજીભાઇ, સ્વ. જીવણભાઇ, નરશીભાઇ,
હરિભાઇ, મણિબેન, અજીબેન,
શાંતિબેનના ભાઇ, મંજુબેનના સસરા, ચિરાગ, કાવ્ય, ધર્મિષ્ઠાના દાદા,
સ્વ. રાણાભાઇ દાના, રામાભાઇ દાનાના બનેવી તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ
અને જાગપાટ તા. 22-2-2026ના
રાત્રે અને તા. 23-2-2026ના
ઘડાઢોળ સવારે 6થી 8 વાગ્યા સુધી.
કુકડાઉ (તા. અબડાસા) : જાડેજા બાઈસાબબા પોપટભા (ઉ.વ. 105) તે જાડેજા જીલુભા, સ્વ. જાડેજા હાજુભા, ડોલુભા,
પ્રભાતાસિંહ, ધીરજબાના માતા, વનરાજાસિંહ, જગદીશાસિંહ, રઘુવીરાસિંહ,
ગિરિરાજાસિંહ, પૃથ્વીરાજાસિંહ, દશરથાસિંહના દાદી, વીરભદ્રાસિંહના પરદાદી તા 12-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તથા તા. 23-2-2026ના પાણીઢોળ કુકડાઉ દરબારવાસની
ડેલી. કુકડાઉ ખાતે.
નાગોર (તા. અબડાસા) : નોડે જુમા ભચુ (ઉ.વ. 85) તે મ. હુસેનના ભાઈ, મ. ભચુ, મામદના પિતા,
ઈકબાલ, અલ્તાફના દાદા, સલીમ,
કરીમ, રજાકના મોટાબાપુ તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 15-2-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 મસ્જિદ એ ઉવેશ કરની નાગોર ખાતે.
વરાડિયા (તા. અબડાસા) : હાલેપોત્રા પલ્લુ તાલભ (ઉ.વ. 72) તે મ. અલીમામદ તાલભના ભાઇ, સુલેમાન અને મામધહુશેન (મમુ)ના પિતા,
નૂરમુહમ્મદ અબ્દુલ્લાના કાકા તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 15-2-2026ના રવિવારે સવારે 10થી 11 જામા મસ્જિદ, વરાડિયા ખાતે.
નુંધાતડ (તા. અબડાસા) : પડેયાર હાજીયાણી ફાતમાબાઇ (ઉ.વ. 85) તે મ. હાજી ફકીરમામદબાવાના
પત્ની, મ. હાજી ઇસ્માઇલબાવા, મ. હાજી આમરબાવા, મ. હાજી મીઠુબાવા, હાજી યાકુબબાવાના ભાભી, મ. કાસમ, હાજી દાઉદના માતા, હાજી આધમ, ગની,
જુસબના કાકી, હાજી અબ્દુલકરીમ, હનીફબાવાના મોટીમા, સદ્દામ, હાફિઝ,
અભાસ, અબ્દુલકાદર, હાજી નોમાનના
દાદી, સાડ અબ્દુલ મામદ, બાફણ હારૂન ઉમર,
પડેયાર ઇરફાનના નાનીમા, બાફણ ઇસ્માઇલ સાલે (નાગિયારી)ના
બહેન તા. 13-2-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-2-2026ના સવારે 11થી 12 હાજી દાઉદના નિવાસસ્થાન ઉપરવાસ, નુંધાતડ ખાતે.