• રવિવાર, 21 ડિસેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : ચૂનીલાલ હીરજી જોબનપુત્રા (ફકીરાણી) (ઉ.વ. 82) (લો કોલેજવાળા) તે સ્વ. નિર્મલાબેન હીરજી જોબનપુત્રાના પુત્ર, સ્વ. મંજુલાબેનના પતિ, કાંતાબેન સુંદરજીભાઇ ડોસાના જમાઇ, હિતાબેન તથા શિલ્પેશભાઇના પિતા, સ્વ. જયેશભાઇ માણેક તથા સોનલબેનના સસરા, હિંમતભાઇ, સ્વ. કિશોરભાઇ, બિપિનભાઇ, હસ્તાબેન દિલીપભાઇ, ઇન્દુબેન શાંતિલાલ, સ્વ. ઇલાબેન પ્રવીણભાઇ, લતાબેન લક્ષ્મીકાંતભાઇ, ભામિની જયેશભાઇ, જિજ્ઞા યોગેશભાઇ,  કવિતા ખંતના મોટા ભાઇ, સ્વ. આંચલ, વિવાન, રિશી, રૂદ્ર, મિરવાનના દાદા, અવની સનીના નાના, નિર્વેદના પરનાના, સવિતાબેન ધીરજલાલ (એડવોકેટ), સ્વ. છોટાલાલભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. મણિબેન, મહાલક્ષ્મીબેનના ભત્રીજા, ચંદાબેન, વિજયાબેનના જેઠ, મિત્તલ રક્ષિત, નિશિતા જુગલના મોટાબાપા, તારાબેન જેઠાલાલ, સુચિતા લાલજીભાઇ, જયાબેન ભાસ્કરભાઇ, ભારતીબેન વિનોદભાઇ, સ્વ. ભાનુબેન સુરેશભાઇ, કલ્પનાબેન પ્રાગજીભાઇ, મીનાબેન તરુણભાઇના બનેવીજેરામભાઇ કાનજીભાઇ ગોહિલ, કાંતિલાલ માણેક (દૂધવાળા)ના વેવાઇ તા. 19-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-12-2025ના રવિવારે સાંજે 4થી 5, રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી પાસે ભુજ ખાતે.

ભુજ : રાયપુર (છત્તીસગઢ)ના રાબિયાબાઇ (ઉ.વ. 71) તે ડો. અજીજ લુહારના પત્ની, ડો. ઇકબાલ, યાકુબ, ડો. મુનાવર, સુલતાનાના માતા, મ. હાજી યુસુફભાઇ (ડેમાઇ-અરવલ્લી)ના પુત્રી, મ. લતીફભાઇમ. મહંમદભાઇ, અબ્દુલભાઇ (ભુજ)ના ભત્રીજી, મ. નૂરમહંમદ (ડેમાઇ)ના મોટા બહેન, અબ્દુલ સતાર (કુકમા), અ. રસીદભાઇ (ડેમાઇ), અનવર ગની (મુંબઇ), ઝુલ્ફીકાર (કુવૈત), મ. ઇકબાલ, હુસેન (ભુજ), ઇમ્તિયાઝ, ઇરફાન (ભુજ)ના મોટાબાપાના પુત્રી, હાજી કાસમભાઇ (આકરુન), ફકીરમામદ (વડગામ)ના ભાણેજી, સલીમ (ડેમાઇ), રહીપ (ભુજ)ના ફઇ, લતીફ (ભુજ)ના માસી તા. 19-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત  તા. 23-12-2025ના મંગળવારે 10.30થી 11.30 ચાકી જમાતખાનામાં ભુજ ખાતે.

ભુજ : માંજોઠી હાજી ઇશાક જાકબ (ઉ.વ. 80) તે સતાર, કાસમના પિતા, હાજી અનવર હાજી સાલેમામદ (ભુજપુર)ના સસરા, આમીર સોહિલ, આકીબ, ફૈજામ અરમાનના દાદા, મોહંમદ ખાલીદઆદિલના નાના, ફકીરમામદ હારૂન, અબ્દુલ હારૂન, ઓસમાણ મીઠુ, હાજી અબ્દુલ મીઠુ, સુલેમાન હાજી જુસબ, લતીફ હાજી જુસબ, મામદ હાજી જુસબ, મ. ફકીરમામદ મીઠુ, મ. ભચુ મીઠુના કાકા, હાજી અબુબકર એહમદ, લતીફ એહમદ, હાજી અદ્રેમાન એહમદ, હાજી રમજાન એહમદ, હાજી નૂરમામદ હાસમ, હાજી સાલેમામદ હાસમ, મ. હાજી ઓસમાણ હાસમના મામાહુસેન સાલેમામદ (પનવેલ), અબ્દુલ સાલેમામદના બનેવી તા. 20-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-12-2025ના સોમવારે સવારે 10.30થી 11.30 માંજોઠી જમાતખાના જ્યેષ્ઠાનગર ભુજ ખાતે. 

ભુજ : મૂળ સુરેન્દ્રનગરના ગં.સ્વ. સવિતાબેન માધુભાઇ બારોટ (ઉ.વ. 75) તે જયેશભાઇ, કલાબેન, સુનિતાબેનના માતા, કીર્તિબેન, કિશનકુમાર અને દીપકકુમારના સાસુ, જિગીશા, રાજના દાદી, રોનકકુમારના દાદીસાસુ, ખુશ્બૂ, જયદીપ, યશ, ક્રિષ્નાના નાની તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-12-2025ના સોમવારે સાંજે 4થી 6 નિવાસસ્થાને 29, ક્રિષ્ના રેસિડેન્સી, શાંતિનગર પાછળ, ડોલર હોટેલ સામે, 30 મીટર રિંગરોડ ભુજ ખાતે.

ભુજ : મૂળ મોટી વિરાણીના ગુંસાઇ ભરતગર ખીમગર (ઉ.વ. 63) તે સ્વ. જશોદાબેન ખીમગરના પુત્ર, હર્ષિદાના પતિ, રામગર, શંકરગરના ભત્રીજા, સ્વ. રૂક્ષ્મણિબેન, વિજયાબેન, કિશોરગરના નાના ભાઇ, ગં.સ્વ. ગોદાવરીબેન, ગં.સ્વ. કોકીલાબેનના મોટા ભાઇ, ધુલાગર, બટુકગર, વસંતગર, ગિરીશગર, જેન્તીગર, પ્રેમગરના કાકાઇ ભાઇ, સ્વ. અમરગર (ગાંધીધામ), દિનેશગર (દેશલપર), સ્વ. શિવગર, સ્વ. જેન્તીગર (ભુજ)ના સાળા, જયશ્રીબેનના દિયર, સ્વ. હીરાબેન જેરામપુરી ગુંસાઇ (ખંભરા)ના જમાઇ, પ્રવીણાબેન વેલગર (આદિપુર), સ્વ. ધનુબેન કુંવરનાથ, રસીલાબેન નરેન્દ્રપુરી (ભુજ), સ્વ. દક્ષાબેન પવનભારથી (ડગાળા), શીતલબેન વિલેશપુરી (ભુજ)ના બનેવી, સ્વ. પૂજા, વંદના, દેવાંગગિરિના પિતા, સાગર, સ્વ. શિવાંગી, કશ્યપ, ઉર્વીના કાકા તા. 20-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-12-2025ના સોમવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી ભુજ ખાતે.

ભુજ : મૂળ કુનરિયાના ધુનાબેન ધનજીભાઇ ચાડ (આહીર) તે ધનજીભાઇ પેથાભાઇ ચાડ (નિવૃત્ત કેશ રાઇટર) (જી.કે. જનરલ ભુજ)ના પત્ની, કલ્પના, સોના, નીશા, ધાર્મિકના માતા, ગોપાલભાઇ પેથાભાઇ ચાડના નાના ભાઇના પત્ની, વેજીબેન ગોપાલભાઇ ચાડના દેરાણી, સ્વ. લક્ષ્મીબેન નારણભાઇ ખાસાના ભાભી, ભગુભાઇ રૂપાભાઇ ગાગલ, વાલાભાઇ રૂપાભાઇ ગાગલ (ઝીંકડી)ના બહેન, હરિ રાણા જાટિયાના પુત્રી, મુકેશભાઇ કાનજીભાઇ ગાગલ (અટલનગર), કૌશિકભાઇ રવજીભાઇ ખાસા (ભુજ), કાજલબેન ધાર્મિકભાઇ ચાડના સાસુ, શોભનાબેન, અરૂણાબેન, જયશ્રીબેન, સંદીપભાઇના કાકી, શીતલબેન, સંદીપભાઇ ચાડના કાકીસાસુ, કેવલ, ડાલી, સ્તુતિ, જેસિલ, સાક્ષી, ધ્રુવ, જાહલના નાની, નીરવા, રિયાંશના દાદી તા. 20-12-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર જૂની રાવલવાડી ભુજ નિવાસસ્થાને, ભુજવાળા માટે પ્રાર્થનાસભા તા. 22-12-2025ના સાંજે 4થી 5 નિવાસસ્થાને. 

અંજાર : મૂળ કુંભારિયાના હરીશભાઈ રવજી જેઠવા (બબા સાહેબ) (ઉ.વ. 75) તે સ્વ. શાંતાબેન રવજી જેઠવાના પુત્ર, પ્રતિમાબેનના પતિ, પારસ, ભાવિકા, નિરાલીના પિતા, પૂજાબેન, વિજયકુમાર, રાજેશકુમારના સસરા, યુગ, પરમ, પર્વના દાદા, વંશ, રીવાના નાના, સ્વ. અમૃતલાલ કરસન ચૌહાણ (નાગોર)ના જમાઈ, પરસોત્તમ, સ્વ. દિનેશ (એમઈએસ), રાજેન્દ્ર (એસબીઆઈ)ના મોટા ભાઈ, રીતેશ, પુનિત, વિવેક, મેહુલ, ખુશાલ, બીના, મીરાના મોટા બાપા તા. 20-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-12-2025ના સોમવારે સાંજે 4થી પ ક. ગુ. ક્ષત્રિય મિત્રી સમાજવાડી  અંજાર ખાતે.

ગાંધીધામ : પુષ્પાબેન સુરેશભાઇ ધરાદેવ (ઉ.વ. 81) તે સ્વ. સુરેશભાઈ સેવારામ ધરાદેવના પત્ની, ધર્મેન્દ્રભાઈ, વિષ્ણુકાંત (અનિલભાઈ), જિતેન્દ્રભાઈના માતા, ભરતભાઈ, જિજ્ઞેશભાઈ, વિનોદભાઈના કાકી, નીરવભાઈ, પ્રણવભાઈ, દેવવ્રતભાઈ (રાજા મારાજ), નિકુંજભાઈ, કાજલબેન, વિક્રમભાઈ મઢવીના દાદી, સ્વ. મણિલાલ આત્મારામ જોષી (આધોઇ)ના પુત્રી તા.19-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા 22-12-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 નૂતન લોહાણા મહાજનવાડી ભારતનગર ગાંધીધામ ખાતે. 

મુંદરા : ભુકેરા હાજી ઓસમાણ ઉર્ફે (બાબુકાકા) અબ્દુલ રહેમાન (ઉ.વ. 86) તે સતાર, હાજી અશરફ અને મુસ્તાકના પિતા, અનવર (પપ્પુ), મોસીન, તૌસીફ અને આદિલના દાદા તા.19-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-12-2025ના સોમવારે સવારે 11થી 12 નિવાસસ્થાન નુરાની મસ્જિદની બાજુમાં મહેશનગર મુંદરા ખાતે. 

ગાંધીધામ : મૂળ માખેલના જયાબેન ઇશ્વરલાલ ચંદે (હાલાણી) (ઉ.વ. 70) (જલારામ સાડીવાળા) તે સ્વ.નેણશીભાઈ મકનજીભાઈ મજેઠિયા (હમીરપુર)ના પુત્રીસ્વ. ચત્રભુજભાઈ કેવળરામભાઈ ચંદેના પુત્રવધૂઈશ્વરલાલ ચત્રભુજભાઈ ચંદેના પત્નીઅનિલભાઈ ચત્રભુજભાઈગં. સ્વ. મંજુલાબેન ચત્રભુજભાઈ મજેઠિયા, ગં.સ્વ. દક્ષાબેન નટવરલાલ પૂજારાપ્રભાબેન વિશનજીભાઈ સાયતાના ભાભી, જયેશભાઈ, સ્વ. રમીલાબેન, રાજેશભાઈ અને આશાબેનના માતાસોનલબેન, કુંજલતાબેન, સ્વ. રમેશકુમાર અને જિગરકુમારના સાસુસ્વ. ઠાકરશીભાઇ કેવળરામભાઈ ચંદેના ભત્રીજાવહુ,   કમળાબેન બચુલાલ રતાણી, રસીકભાઇ, જયંતીભાઈ, મહેશભાઈના ભાભી, ધરતી, સ્નેહા, ઓમ, પલક, સ્મિતના દાદી, ખુશી, દિયા, કશ્યપ, હેત, દિવ્યના નાની તા. 19-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-12-2025ના સવારે 10થી 11 નૂતન લોહાણા મહાજનવાડી ભારતનગર ગાંધીધામ ખાતે.

માધાપર (તા. ભુજ) : ઠક્કર જિતેન્દ્રભાઇ સુરજીભાઇ (ઉ.વ. 72) તે સ્વ. શાંતિબેન/સાવિત્રીબેન (જેઠીબેન) સુરજીભાઇ ઠક્કર (રોકડિયા)ના પુત્ર, હસ્તાબેનના પતિ, સુશીલ (લાલો), જિગરના પિતા, ગીતાબેન અને કૃપાબેન (જીનાલી)ના સસરા, સ્વ. કાનજી કુંવરજી પવાણી (કેરા)ના જમાઇ, રચનાના દાદા, સ્વ. જેન્તીભાઇ, સ્વ. સરલાબેન, અશોકભાઈના ભાઈ, અવનીશભાઇ, દીપેશભાઈ, કેયૂરના કાકા તા. 20-12-2025ના અવસાન પામ્યા છે.

કેરા (તા. ભુજ) : મારૂ કંસારા સોની મીનાબેન બિપિનભાઇ સાકરિયા (ઉ.વ. 57) તે સ્વ. અનસૂયાબેન રામજીના પુત્રવધૂગં.સ્વ. મણિબેન નરસિંહદાસ બારમેડાના પુત્રી, બિનલ, અક્ષયના માતાગં.સ્વ. ભાવનાબેન ગિરીશભાઇના દેરાણી, ગં.સ્વ. નીમુબેન નરેશભાઇ, પુનિતા રાજેશના ભાભી, રશીલાબેન વસંતભાઇના ભત્રીજાવધૂ, સ્વ. રંજનબેન રસીકલાલ, ચંપાબેન અમૃતલાલ, કિશોરભાઇ નરસિંહદાસ, જયાબેન હર્ષદકુમાર, ધીરજ નરસિંહદાસના બહેન, મિતેશકુમાર દીપકભાઇ બારમેડાના સાસુ, હિતના નાની, આરતી, નીરવના કાકી, મનાલીબેનના કાકીજી, તુલસી, કૃપાના મોટા બા, સંધ્યાના મામી, સ્વરા, શ્લોકાના દાદી તા. 19-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-12-2025ના સાંજે 4થી 5 બાપાશ્રીના મંદિરની સમાજવાડી કેરા (ગજોડ પાટિયું) ખાતે.

ભુજોડી (તા. ભુજ) : ડાઇબેન પ્રેમજી સીજુ (ઉ.વ.80) તે પ્રેમજી વેલજી સીજુના પત્ની, ડેમાબેન મૂરજી મસાણિયા (કોટાય), દેવજીભાઈ, હીરજીભાઈ, ચમનભાઈ, દામજીભાઈના માતા, સ્વ. કરસન ગાવિંદભાઈ મણોઢિયા(ખેડોઈ)ના પુત્રી, સ્વ. સામતભાઈ, સ્વ. જેમલભાઈ રાઘવજી, સ્વ. પાલીબેન રતિલાલ ભાટિયા (નાગોર), સ્વ. દેવલબેન આશા લોચા (ભુજોડી)ગં. સ્વ. વીરબાઈ સુમાર જોગુ, સ્વ. નાથીબેન સામત ગુડાર (અંજાર), ગં.સ્વ. લાછુબેન પેથા ખરેટ (અવધનગર)ના ભાભી, ગં. સ્વ. લખમાબેન સામત સીજુના દેરાણીસ્વ. ભાણીબેન જેમલ સીજુના જેઠાણી, હંસરાજ, પ્રવીણ, અશ્વિન, ચેતન, હિનાબેન રિતેશ પરમાર (ભુજ), મયૂર, શશાંક, લિન્સી અને રજનીશના દાદી, સોહમ, ખુશી, જેનિસ, ધૃતિના મોટા દાદી  તા. 20-12-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 23-12-2025ના મંગળવારે રાત્રે તથા તા. 24-12-2025ના બુધવારે ઘડાઢોળ નિવાસસ્થાન એચ.ડી.સી. ભુજોડી સેન્ટર મધ્યે. 

મેઘપર (બો.) (ગાંધીધામ) : દેવીસર (તા. નખત્રાણા)ના રતનશીભાઇ ડાયાભાઇ છાભૈયા (ઉ.વ. 61) તે જયાબેનના પતિ, મયંકભાઇ, મીતભાઇ, વર્ષાબેન દિલીપભાઇ વેલાણી (કોટડા-જ.), અલ્પાબેન જિતેન્દ્રભાઇ વાલજિયાણી (વિરાણી), હિનાબેન મિતિનભાઇ દિવાણી (દુજાપર)ના પિતા, વાલજીભાઇના નાના ભાઇ, કિશોરભાઇ, અશ્વિનભાઇ, સુરેશભાઇ, કુંદનબેન વસંતભાઇ સુરાણીના કાકા, મેઘજીભાઇ રામજીભાઇ સુરાણીના જમાઇ તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21-12-2025ના બપોરે 3થી 5 દેવીસર કડવા પાટીદાર સમાજવાડી ખાતે. 

બિદડા (તા. માંડવી) : દેવકાબેન પ્રેમજી પારસિયા (ઉ.વ.81) તે સ્વ. પ્રેમજીભાઈ કાનજીભાઈ પારસિયાના પત્ની, સ્વ. પૂરબાઈ કાનજીભાઈ પારસિયાના પુત્રવધૂ, સ્વ. પ્રેમીલાબેન નારણ પારસિયાના દેરાણી, રમેશભાઈ, સ્વ. જયંતીભાઈ, ઇશ્વરભાઇ, છગનભાઈ, અમૃતબેન કલ્યાણજીભાઈ રંગાણી (મદનપુરા), ગંગાબેન શામજીભાઈ રૂડાણી (દુર્ગાપુર)ના માતા, કસ્તુરબેન ગાવિંદભાઈ રંગાણી (મોટી રાયણ), વિઠ્ઠલભાઈ, લખમશીભાઈ, દામજીભાઈ, દશરથભાઈના કાકી, સતીશ, મયૂર, એન્જલના દાદી, સ્વ. હંસરાજ જેઠાભાઈ વેલાણી (બિદડા)ના પુત્રી તા. 20-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 22-12-2025ના સવારના 8થી 11, બપોરે 3થી 5 બિદડા પાટીદાર સમાજવાડી ખાતે.

શિરવા (તા. માંડવી) : ભદ્રા હરિરામ (ઉ.વ. 76) તે સ્વ. મઠાબાઇ કાલિદાસ કાનજી ભદ્રા (ગુઢવાળા)ના પુત્રસ્વ. નારણજી, સ્વ. રામજી, મૂળજી, સ્વ. ડાહીબાઇ શંકરલાલ ચાંદ્રા (ધુણઇ)ના ભાઇ, ગોમતીબાઇના પતિ, તુષાર, ભાવેશ, દીપાબેન કનૈયાલાલ ગજરા (ધુણઇ)ના પિતા વેલબાઇ હરિદાસ ધનજી ગજરા (ધુણઇ)ના જમાઇછગનલાલ હરિદાસ (ધુણઇ)ના બનેવી, સ્વ. શંકરલાલ, ચંદુલાલ (જામનગર), વિઠ્ઠલદાસ, શંભુલાલ, સુરેશ, વસંતના કાકા, જિતેન્દ્ર તેમજ કનૈયાલાલ, હરેશ (ધુણઇ)ના મામા, જયશ્રીબહેન (જામનગર-શિરવા), શીતલબેન (બાયઠ)ના સસરા, વિધિ, મિરલ, શિવમ, કશિશ, રિયાના દાદા તા. 19-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-12-2025ના રવિવારના સાંજે 3થી 4 ભાનુશાલી મહાજનવાડી શિરવા ખાતે. 

મમાયમોરા (તા. માંડવી) : હાલે મુંબઇ ઘાટકોપર જેન્તીલાલ મૂળજી સેંઘાણી (ઉ.વ. 68) તે સ્વ. મણિબેન મૂળજી સેંઘાણીના પુત્ર, આશાબેનના પતિ, સુપેષ, વિરેશ, કેતનના પિતા, વર્ષાબેન, વિજયાબેનના ભાઇકાનજી નથુ ધોળુ (માનકૂવા)ના જમાઇ, દિશાબેન, દક્ષાબેન, ઇલાબેનના સસરા, તક્ષ, પ્રિયાંશ, રૂદ્રના દાદા તા. 20-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-12-2025ના સોમવારે સવારે 8.30થી 11 પાટીદાર સમાજવાડી મમાયમોરા ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : રાયમા સતાર જકરિયા (ઉ.વ. 63) (ઉપપ્રમુખ ગઢશીશા સિંધી મુસ્લિમ જમાત) તે મ. રમજાન, મ. કાસમ, મ. સલીમ અને રફીકના ભાઈ, અસલમ, સિકંદરમુનીરના પિતા, સદામ, ઇઝાઝ, રિયાઝ, અમનના કાકા, અનવર (નાગલપર)ના સાળા, મ. સાલેમામદ, અબ્દુલ, ઇસ્માઇલના ભત્રીજા, મ. ઈબ્રાહીમ આદમના જમાઈ, ઓ. ગની, સતાર, કરીમ, રમજુ અને અશગરના બનેવી, ખાલીદ, મામદ, મ. સાલેમામદ, રજાક, હનીફ, મામદ અને અબ્બાસઅલીના સસરા તા. 20-12-2025ના અવસાન પામ્યા છે.  વાયેઝ-જિયારત તા.22-12-2025ના સોમવારે સવારે 10થી 11 હાજી હાસમશાહ પીર જમાતખાના, ગઢશીશા ખાતે. 

મોટા કરોડિયા (તા. અબડાસા) : ગઢવી (સિંધિયા) કમશ્રીબેન શિવરાજ (ઉ.વ. 78) તે  સ્વ. રતન શિવરાજ, સ્વ. દેવાંધ શિવરાજ, પાલુભાઈ શિવરાજ સિંધિયા, આસબાઈ વિશ્રામ વારિયા, પનઈ વાલજી વારિયાના મોટા બહેન, હરેશ પાલુભાઈ, સાગર પાલુભાઈના ફઈ તા. 20-12-2025ના અવસાન પામ્યા છે.  સાદડી નિવાસ્થાને  તેમજ પાણી (ઉત્તરક્રિયા) તા. 30-12-2025ના મંગળવારના.

Panchang

dd