• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ મોથાળાના રસીલાબેન નવીનચંદ્ર આઇયા (ઉ.વ. 68) તે સ્વ. ઠા. તુલસાબેન મોતીરામ આઇયાના પુત્રવધૂ, નવીનચંદ્ર મોતીરામ આઇયાના પત્ની, હસુમતીબેન હરેશભાઇ ગણાત્રા (રાજકોટ), લક્ષ્મીબેન હરેશભાઇ પંડિતપૌત્રા (દરશડી), દિલીપભાઇ મોતીરામ આઇયાના ભાભી, મીનાબેન દિલીપભાઇ આઇયાના જેઠાણી, નેહલબેન કિરણભાઇ રાયમંગ્યા (ભુજ), ઠા. આશિષ, જિતેનના માતા, જીન્તલબેન, કુન્તલબેન, હિરલબેનના સાસુ, ચિંતન, ઠા. જાહન્વી ચિંતનભાઇ અનમ (ભુજ), ઠા. જૈસિકા કશ્યપભાઇ (ભુજ)ના મોટીમા, ઠા. વિઠ્ઠલદાસ સુંદરજી બારૂ (દેશલપર-ગુંતલી)ના પુત્રી, સ્વ. રાધાબેન, લીલાવંતીબેન, પ્રવીણાબેન, પ્રભાબેન, સ્વ. વર્ષાબેન, વિમળાબેન, પ્રીતિબેન, સ્વ. જમનાદાસ, વિનોદભાઇ, હિતેષભાઇના બહેન, વૈદેહી, મૌર્યા, જેનિષ, જીશાના દાદી, ધ્રુવ, ક્રિષા, જીયાનના નાની તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-12-2025ના ગુરુવારે સાંજે 4થી 5 બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ હોલ, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ વડાલાના ચત્રભુજ મગનલાલ રાસ્તે (ઉ.વ. 74) તે સ્વ. મગનલાલ શંકરલાલ રાસ્તે અને સ્વ. સાવિત્રીબેનના પુત્ર, સ્વ. કાશીરામ, સ્વ. દયારામ, સ્વ. જેઠાલાલના ભત્રીજા, પ્રાણલાલ મગનલાલ રાસ્તેના મોટા ભાઈ, પ્રવીણાબેન પ્રાણલાલ રાસ્તેના જેઠ, જલ્પા સંજયભાઈ આચાર્ય, નીતિનના મોટાબાપા તા. 14-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-12- 2025ના ગુરુવારે સાંજે 4થી 5 ગીધવાણી હાઇસ્કૂલ, સરકારી શાળા નંબર એકની બાજુમાં, ગાંધીધામ ખાતે.

માંડવી : મૂળ બામણાસા-થેડના ગિરિનારાયણ બ્રાહ્મણ ગં.સ્વ. તારામતીબેન શાંતિલાલ જોષી (ઉ.વ. 76) તે સ્વ. મોહનલાલ પ્રાગજીના પુત્રવધૂ, સ્વ. દુર્લભજી પ્રાગજી પુરોહિત (પોરબંદર)ના પુત્રી, ગં.સ્વ. મમતા અનિલ કનૈયા (પોરબંદર), નયના ઉદયભાઇ પુરોહિત (લાલપુર), નમ્રતા દેવેન્દ્ર વ્યાસ (રાજકોટ), નયન (અર્ચના સેન્ટ ઝેવિયર્સ-માંડવી), ભવ્યતા ઉદયભાઇ ઠાકર (માંડવી), હર્ષવર્ધન (સાંઘીપુરમ)ના માતા, મનાક્ષીના સાસુ, ચંદ્રકાન્તભાઇ (મુંબઇ)ના ભાભી, ગીતા દિવ્યેશ સંઘોઇ (મુંબઇ)ના કાકી, સ્વ. મનસુખલાલ (વકીલ-પોરબંદર)ના બહેન, ગં.સ્વ. મૃદુલાબેનના નણંદ, દ્રવ્યા, અક્ષતના દાદી, હાર્દિક, સ્વ. ભાવિશા, મયંક, કહન, દેવાંશ, માહીના નાની તા. 15-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-12-2025ના સાંજે 4થી 5 સારસ્વત મહાસ્થાનની વાડી, સાંજીપડી, નીલકંઠ મહાદેવના મંદિર સામે, માંડવી ખાતે.

માનકૂવા (તા. ભુજ) : રમીલાબેન (ઉ.વ. 65) તે પ્રવીણચંદ્ર અમૃતલાલ ગાંધીના પત્ની, સ્વ. અરુણાબેન અમૃતલાલ દામોદર ગાંધીના પુત્રવધૂ, હિરેન, ચિંતન, દર્શનસ્વ. દીક્ષિતના માતા, હીનાબેન કિરણભાઈ મહેતા (વર્ધમાનનગર)ના ભાભી, પિન્ટુબેન, નિકીતાબેન, વૃષ્ટિબેનના સાસુ, રમ્ય, હેમાંગી, આંગી, ક્રિશ્વીના દાદી, કૃષિ સાગર શાહના મામી, સ્વ. ઝવેરબેન ખેતશી ગલાલચંદ શાહ (માંડવી)ના પુત્રી, જીવતીબેન નાનાલાલ શાહ (માંડવી)ના બહેન, સ્વ. મહેતા રવિલાલ નારાણજી (ગઢશીશા-મુંબઈ)ના ભાણેજી, વૈશાલી જિનદત શાહ, ભાવિકના માસી, સ્વ. નારાણજી દામોદર ગાંધી, સ્વ. મણિલાલ દામોદર ગાંધી, સ્વ. ઝવેરબેન ગાંગજી શેઠના ભત્રીજાવહુ, ઈશ્વરભાઈ, જેન્તીભાઇ, માનવંતીબેન, સ્વ. ધન્વંતીબેન, સ્વ. રેખાબેન, વીરેન્દ્રભાઈ ભરતભાઈ, ગિરીશભાઈ, હર્ષાબેન કીર્તિભાઇ, હરેશભાઈ, વિનોદભાઈના ભાભી તા. 14-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-12-2025ના બુધવારે બપોરે 3.30થી 4.30 ઠાકર મંદિર સમાજવાડી (કાંધાવાડી), જૂનાવાસ-માનકૂવા ખાતે.

જદુરા (તા. ભુજ) : થેબા રહમતુલ્લાહ ફકીરમામદ (માજી ઉપસરપંચ) મ. રમજાન અને સાલેમામદના ભાઈ, આમદ અને રફીકના પિતા, ઈદ્રમાન ફકીરમામદ (ભારાપર)ના બનેવી તા. 16-12-2025ના અવસાન પામ્યા છે.  જિયારત તા. 18-12-2025ના ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને જદુરા ખાતે.

બાગ (તા. માંડવી) : ભચીબેન મંગલદાસ મોતા (ઉ.વ. 58) તે મંગલદાસ રવજી મોતાના પત્ની, ગં.સ્વ. ધનબાઈ રવજી મોતાના પુત્રવધૂ, રાજેશભાઈ રીટાબેન, ભાવનાબેન, સીમાબેન, મિત્તલબેન માતા, હીરવાના દાદી, અંજલિબેન, અતુલભાઈ, જયેશભાઈ, મનસુખભાઈ, હિતેષભાઈના સાસુ, મણિબેન બાબુલાલ પેથાણી (ફરાદી), ગં.સ્વ. હાંશબાઈ દામજીભાઈ નાગુ (બાગ), ગં.સ્વ. જવેરબેન લાલજીભાઈ શિનાઈ (ગાંધીધામ), કાંતિલાલ, સ્વ. ગૌરીશંકર, મેઘજીના ભાભી, સ્વ. દમયંતીબેન, ગં.સ્વ. જયશ્રીબેન, આશાબેન જેઠાણી, દિગેશ, કાનજી, અંકિતા, ભૂમિકા, મનીષાના કાકી, ભાવિકાબેન, રિંકલબેનના કાકીસાસુ, સ્વ. પ્રેમિલાબેન વિશનજીના ભત્રીજાવહુ, સ્વ. રાધાબેન ગાવિંદજી પેથાણી (ફરાદી)ના પુત્રી, હરિરામ, હિંમતભાઈ, સ્વ. વિશનજી, સ્વ. ભરતના બહેન, ચંચલબેન, ઈન્દિરાબેન, સ્વ. પાર્વતીબેન, ગં.સ્વ. મીનાબેનના નણદ તા. 15-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-12- 2025ના બુધવારે બપોરે 3થી 5 બાગ રાજગોર સમાજવાડીમાં  અને માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા બપોરે 2થી 4 ફરાદી રાજગોર સમાજવાડી ખાતે.

રાજકોટ : દેવ્યાનીબેન (ઉ.વ. 73) તે ગૌતમભાઇ મણિયારના પત્ની, અર્ચના મણિયારના માતા, નગિનભાઇ મણિયાર તથા શશિકાંતભાઇ મણિયારના નાના ભાઇના પત્ની, મંજુલાબેન અને મૃદુલાબેન (ગાંધીનગર)ના ભાભી તા. 14-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 18-12-2025ના ગુરુવારે બપોરે 3.30થી 5.30 નિવાસસ્થાન કૈલાશધારા પાર્ક, કુંપળની બાજુમાં, આલાપ ગ્રીન સિટીની પાછળ, રૈયા રોડ, રાજકોટ ખાતે.

રાજકોટ : ગીતાબેન ભરતભાઇ દુધરેજિયા (મોચી મંદિર) તા. 15-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-12-2025ના ગુરુવારે સાંજે 4થી 6 નીલકંઠ ટોકિઝ સામેની શરી, આનંદ નગર કોલોની, કવાર્ટર એલ-17, સંત કુટિર, રાજકોટ ખાતે.

દહેગામ : નિમાબેન બકુલભાઇ સોની (બારમેડા) બકુલભાઇ મોહનલાલ સોનીના પત્ની, અરવિંદ (ગાંધીધામ)ના નાના ભાઇના પત્ની, ઉષાબેન અરવિંદભાઇ સોનીના દેરાણી, સ્વ. રંજનબેન, ગં.સ્વ. કિરણબેન કિશોરભાઇ (અંજાર), કલ્પનાબેન મહેન્દ્રભાઇ (બળદિયા)ના ભાભી, હેતલબેન સોની (દહેગામ), વૈશાલીબેન દ્વારકેશકુમાર ચોક્સી (ગાંધીનગર), અર્ચનાબેન ધર્મેશકુમાર બગ્ગા (હાલોલ), નીરજભાઇ બકુલભાઇના માતા, ભક્તિબેન નીરજભાઇના સાસુ, શાંતાબેન શિવજીભાઇ પોમલના પુત્રી, સ્વ. ભાઇલાલભાઇ, સ્વ. ગોવિંદભાઇ, મહેશભાઇ (ભુજ), સ્વ. દમયંતીબેન, સ્વ. લીલાવંતીબેન, ગં.સ્વ. ચંદ્રિકાબેન, આશાબેન (માધાપર)ના બહેન, સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. રંજનબેન, માલતીબેનના નણંદ, પ્રિયાંક, મનસ્વી, કુશલના નાની તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-12-2025ના બપોરે 3થી 5 કચ્છી પટેલ સમાજવાડી, નેહરુ ચોકડી, દહેગામ ખાતે.

ભુજ : મૂળ દિયોદરના મંગુબેન રામલાલ ઠક્કર (ઉ.વ. 80) તે રાજેશભાઇ, અતુલભાઇ, દિનેશભાઇના માતા, પલનાબેન, ઉષાબેન, સોનલબેનના સાસુ, રૂપાલી, જાનવી, ગોપી, મૈત્રી, કિશન, દેવર્ષિ, શિવમના દાદી તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. દશો તા. 19-12-2025ના શુક્રવારે સવારે 10થી બપોરે 2 સુધી લોહાણા મહાજનવાડી, વીડી હાઇસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.

અંજાર : ચંદુલાલ શાહ (ઉ.વ. 80) તે સ્વ. જગજીવન રાઘવજી શાહ અને સ્વ. સુરજબેનના પુત્ર, નીલમબેનના પતિ,નીરજ, મિતેષ તથા શિલ્પાબેનના પિતા, સ્વ. વાડીલાલભાઈ, સ્વ. વ્રજલાલભાઈ, સ્વ. જયંતિભાઈ, પ્રવીણભાઇ, સ્વ. ધીરજભાઈ, સ્વ. ભરતભાઈ, મુકેશભાઈ, સ્વ. જયાબેન, સ્વ. ભુદ્દીબેન, સ્વ. ભાગ્યવંતીબેન, ભાનુબેન, ઉષાબેનના ભાઈ, સ્વ. મૂરજી રામજી શાહ અને સ્વ. કમળાબેન (નાની તુંબડી)ના જમાઈ, સ્વ. ઉમેદભાઈ, સ્વ. રસીલાબેન, સુમિત્રાબેન, નીતિનભાઈના બનેવી તા. 15-12-2025ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) સંપર્ક : મિતેષ ચંદુલાલ શાહ-98793 37004

મુંદરા : ખારવા શંકર નરશીભાઈ ઝાલા (ઉ.વ. 68) તે સ્વ. રતનબેન નરશીભાઈ ઝાલાના પુત્ર, ભાનુબેનના પતિ, નયનભાઈ, પારસભાઈ, સોનલબેનના પિતા, ગં.સ્વ. અન્નપૂર્ણાબેન, પદમનીબેન, નિર્મલાબેન (માંડવી)ના ભાઈ, મેહુલભાઈ મોતીવરસ, નિરાલીબેન, દીક્ષિતાબેનના સસરા, સ્વ. હરિભાઈ, સ્વ. જલેન્દ્રભાઈના ભત્રીજા, ગં.સ્વ. મંજુબેન ઠાકરશીભાઈ ચુડાસમાના જમાઈ, અરાવિંદભાઈ, ધર્મેન્દ્રભાઈ, યશોદાબેન, ચંપાબેનના બનેવી, હેન્સના દાદા, યુવરાજના નાના તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઈઓ-બહેનોની તા. 18-12-2025ના ગુરુવારે સાંજે 4થી 5 સાગર ભુવન, (ખારવા સમાજવાડી), મુંદરા ખાતે.

નખત્રાણા : મણિલાલ કાનજી રામાણી (રૈયાણી) (ઉ.વ. 47) (સર્વભૂમિ મોટર રિવાઇન્ડિંગ, સૂર્યા સીડ-નખત્રાણા) તે કાનજી અરજણના પુત્ર, દેવજીભાઇના ભત્રીજા, ત્રિભુવન, વિનોદના ભાઇ, લીલાધર, ભૂપેશ, ગૌતમના કાકાઇ ભાઇ, વેલાબેન જયંતીભાઇ વાડિયા (કોટડા-હૈદરાબાદ), મણિબેન રતનશી સેંઘાણી (કોટડા-સુરત)ના ભત્રીજા, સાવિત્રી હિંમતભાઇ પારસિયા (પાલનપુર-ની-કડોદરા), ઉન્નતિબેન મનોજ છાભૈયા (આણંદપર)ના ભાઇ તા. 15-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 17-12-2025ના સવારે 8.30થી 10.30, બપોરે 3થી 6 અને તા. 18ના સવારે 8.30થી 10.30 નિવાસસ્થાન વિરાણી રોડ ખાતે. પ્રાર્થનાસભા તા. 18-12-2025ના બપોરે 3થી 5 રૂડીમાતા મંદિર, વિરાણી રોડ, નખત્રાણા ખાતે.

આણંદસર (તા. ભુજ) : જમનાબેન (ઉ.વ. 68) તે ગાવિંદભાઇ કરમશી ભાવાણીના પત્ની, સુરેશકુમાર (શિહોરી), જેન્તીલાલ ગીતાબેન (વિભાપર)ના માતા, વનિતાબેન, પ્રભાબેન, નરેન્દ્રભાઈ (વિભાપર)ના સાસુ, કૃષિ, પૂજા, હેનશી, શિવમના દાદી, સ્વ. નાનબાઈ દાના છાભૈયાના પુત્રી, અરજણભાઈ (પાલનપુર), મગનભાઈ (મદ્રાસ), ગંગારામભાઈ (મદ્રાસ), પરસોત્તમભાઈ (નાગલપર-નખત્રાણા), મારઘબેન (નાગપુર), ગંગાબેન (નખત્રાણા)ના બહેન તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 17-12-2025ના બુધવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાનેની નીકળશે. સાદડી તા. 18-12-2025ના ગુરુવારે સવારે 8.30થી 11.30 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, આણંદસર ખાતે.

કેરા (તા. ભુજ) : રમજાનઅલી શેરઅલી બંદેઅલી (ઉ.વ. 61) તે મ. અસગર અલી શેરઅલી, મોહસીનઅલી શેરઅલી (એમ. કે. જનરલ સ્ટોર-કેરા), રઝિયાબેન મહમદરઝાના ભાઈ, આદિલભાઈ, નદીમભાઈ, મહમદભાઈના સસરા, શાહનવાઝ હુસૈનઅલીના બનેવી, સજ્જાદ જેરાજ (જે.જે. ફૂટવેર-કેરા), આદિલ ભાઈ હસનઅલી (માંડવી)ના સાઢુભાઈ તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત (બેસણું) તા. 18-12-2025ના ગુરુવારે સવારે 11.30 ખોજા શીયા ઇશના અશરી મસ્જિદ ઈમામ બારગાહ હોલ, કેરા ખાતે.

રાયણ મોટી (તા. માંડવી) : દિલીપભાઇ બુધારામ ચુંયા (ઉ.વ. 42) તે બુધારામ આસમલ અને મેઘબાઇના પુત્ર, જેન્તીલાલ બુધારામ, સ્વ. પ્રેમભાઇ બુધારામના ભાઇ, સ્વ. દેવજી આસમલ ચુંયા, વેલજી આસમલના ભત્રીજા, વનિતાબેનના પતિ, ભાર્ગવ, ક્રિષ્ના, લક્ષ્મીના પિતા, ખીમજી મગા દેવરિયા (ગજોડ)ના જમાઇ તા. 14-12-2025ના અવસાન પામ્યા છે. પાણી તા. 17-12-2025ના નિવાસસ્થાને મફતનગર, રાયણ મોટી ખાતે.

અંગિયા મોટા (તા. નખત્રાણા) : રબારી દેવા સાજણ (ઉ.વ. 75) તે સ્વ. હરખુબેનના પતિ, સ્વ. સાજણ આશાના પુત્ર, ખોડા સાજણના નાના ભાઇ, દેવા ખેંગાર, વંકા ખેંગારના કાકાઇ ભાઇ, સોનુબેન, સભઇબેન, સ્વ. પાલીબેનના પિતા, સુરાભાઇ, મમુભાઇ, આશાભાઇ, રાણાભાઇ, હભુભાઇ, હરેશભાઇ, ભીખાભાઇ, વલુબેન, કમુબેન, સોનીબેન, કમુબેનના કાકા, સ્વ. પબા દેવા (ગડા)ના જમાઇ, સુરાભાઇ, કાનાભાઇ, સ્વ. કરમશીભાઇના બનેવી તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન અંગિયા મોટા ખાતે.

નલિયા (તા. અબડાસા) : વાયડા શાહ મૂળજી જેઠાલાલ (ઉ.વ. 88) તે સ્વ. જેઠાલાલ શામજીના પુત્ર, સ્વ. મુક્તાબેનના પતિ, ભાવના, મીના, જયશ્રી, જસવંતના પિતા, સ્વ. ફાલ્ગુનભાઈ, સ્વ. નીતિનભાઈ, વિજયભાઈ, દ્રવ્યા, ઉષ્માના સસરા, સ્વ. ધનલક્ષ્મીબેન, જયાબેન, સ્વ. લાલજીભાઈ, વસંતબેનના ભાઈ, હિના, હિતેષ, રીટા, રેખાના કાકા, નિધિ, પૂજન, ધ્યોમના દાદા, મૈત્રી, હિરલ, યશ, પરીતા, જીતના નાના તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-12-2025ના ગુરુવારે સાંજે 4થી 5 કચ્છી રાજપૂત સમાજવાડી, નલિયા ખાતે.

કોઠારા (તા. અબડાસા) : સોતા અબ્દુલ્લાહ ઓમદ (મીયાજી) (ઉ.વ. 67) તે અફઝલના પિતા, સાલેમામદના ભાઇ, આમદ, કાદરના કાકા તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-12-2025ના ગુરુવારે સવારે 10.30 વાગ્યે ખત્રી મસ્જિદ, કોઠારા ખાતે.

મુંબઇ : મૂળ અંજારના કિશોરભાઇ અદાસની (ઉ.વ. 70) તે સ્વ. મોનજી કુંવરજી અદાસનીના પુત્ર, સ્વ. ઉષાબેન અને ગં.સ્વ. જયશ્રીબેનના પતિ, દીપા રાકેશ પંડ્યાના પિતા, સ્વ. ભગવાનજી, સ્વ. પ્રભુદાસ, સ્વ. શાંતાબેન, સ્વ. હીરાબેન, સ્વ. દેવયાનીબેન, રેખાબેન અને નીતિનભાઇના ભાઇ, સ્વ. મંગલજી સુંદરજી, સ્વ. ડુંગરશી મનજીભાઇ, સ્વ. કાન્તાબેન મંગળજી આથાના જમાઇ તા. 15-12-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-12-2025ના બુધવારે સાંજે 4થી 6 સ્વામિનારાયણ મંદિર, સરીતા પાર્ક, ગારોડિયા નગર, 90 ફૂટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd