• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

અવસાન નોંધ

ભુજ : બ્રહ્મક્ષત્રિય બળવંતરાય શાંતિલાલ દુબલ (ઉ.વ. 73) મોરબી હાલે અમદાવાદ તે અરૂણાબેનના પતિ, સ્વ. સુશીલાબેન જયંતીલાલ ગજકંધના જમાઇ, સ્વ. પ્રકાશભાઇ, સ્વ. શિરીષભાઇ જયંતીલાલ ગજકંધ (માધાપર), પ્રફુલ્લચંદ્ર રમણીકલાલ ગજકંધ (આદિપુર)ના બનેવી, ગં.સ્વ. લીલાવંતીબેન રમણીકલાલ ગજકંધના ભત્રીજા જમાઇ, મીનેશ, નીરવ, જિગ્નીશા હેમેન્દ્રકુમાર મેર (રાજકોટ), પ્રીતિ કમલેશકુમાર સોનેજી (માંડવી)ના પિતા, વંદના, કિંજલના સસરા, શિવાંગના દાદા, સ્વ. ભક્તિ, જાનવી, રોનીત, તુલસી, શૌર્યના નાના, જિજ્ઞેશ, સેજલ દીપક ધાંધા (કોટડા જડોદર), હેમાલી, હેત્વીના ફુઆ તા. 29-5-2023ના અવસાન પામ્યા છે. સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 2-6-2023ના શુક્રવારે સાંજે 4થી 5 સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.

ભુજ : કોલી મરિયાબાઇ બિજલ (ઉ.વ. 78) તે ઉમર (કે.પી.ટી.), ભીમજી, કરશન, શાન્તાબાઇના પિતા, કરમશી સુમારના સસરા, લીલબાઇ વિરમ, બાયાબાઇ સુમાર, મંજુબાઇ કિશન, અજુબાઇ માવજી, ગીતાબાઇ બાબુ, શંકર, કનૈયા, સવિતાબાઇ હરેશના દાદી તા. 31-5-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-6-2023ના શુક્રવારે સવારે 8 વાગ્યે સરપટ નાકા બહાર, એરપોર્ટ રોડ, આશાબાપીરની સામે, કોલીવાસ ખાતે.

અંજાર : પ્રતાપભાઇ (ઉ.વ. 51) તે ગાભાભાઇ વલુભાઇના પુત્ર, ગં.સ્વ. ગીતાબેનના પતિ, સ્વ. મુકેશ, જ્યોતિ કમલેશભાઇ (ભુજ), પૂનમબેનના પિતા, નારાણ વલુભાઇના ભત્રીજા, અશોકભાઇ (રામબાગ હોસ્પિટલ), પ્રવીણભાઇ, મનોજભાઇ, શંકરભાઇ, રાજેશના નાનાભાઇ, ભરત (પેન્ટર), હિંમત, હરેશ, દીપક, ગોવિંદ, ધીરજ, મયૂર, જિતેશ, સુનીલ, પરબત, કિરણના કાકા, પરેશ, સુનીલ, ભરત, સુરેશ, રૂપેશના મોટાબાપા, સ્વ. લધુભાઇ ભચુભાઇ જાગાના જમાઇ, સ્વ. જેરામભાઇ, નરોત્તમભાઇના બનેવી તા. 31-5-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-6-2023ના શુક્રવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન જોગીવાસ ખાતે. આગરી તા. 10-6-2023ના શનિવારે રાત્રે સંતવાણી, તા. 11-6-2023ના રવિવારે ગૌપૂછ પાણી સવારે 10.30 વાગ્યે.

માંડવી : ઉમરસિંહ (ઉ.વ. 48) તે સોનબાઇ કરમશી કટુવાના પુત્ર, મમતાબેનના પતિ, શાન્તાબેન, જયંતીભાઇના પિતા, દમયંતી વિજયભાઇના જેઠ, લખમાબાઇ મૂરજીભાઇ, કુંવરબાઇ બાબુલાલના ભત્રીજા, લક્ષ્મીબેન નરશીભાઇ કન્નર (ડુમરા), ખેતબાઇ હરશીભાઇ બુચિયા (મઉં), સવિતાબેન મનજીભાઇ સિરોખા (નવાવાસ)ના સાળા, પુરબાઇ રાયશી સોલંકી (પ્રાગપર), સોનબાઇ ગાંગજીભાઇ સિરોખા (નવાવાસ), વાલબાઇ તેજા ગચ્ચા (લુડવા), બાયાબાઇ હરજી કન્નરના ભત્રીજા, હીરજી વલુભાઇ માતંગના જમાઇ, દાદુ વલુભાઇ માતંગ (નલિયા)ના ભાણેજ તા. 28-5-2023ના અવસાન પામ્યા છે. અંતિમવિધિ પૂર્ણ થઇ ગઇ છે.

મુંદરા : મૂળ મોટી ભુજપુરના નીલેશ જેસરેગોર (ઉ.વ. 51) તે ગં.સ્વ. સરસ્વતીબેન પ્રભાશંકર જેઠાલાલના પુત્ર, હંસાબેનના પતિ, ઋતિક, મીતના પિતા, નીતાબેન કિશોર મોતા (લાખાપર), મહેશ, મનોજના ભાઇ, કિરણબેનના જેઠ, અરૂણાબેનના દિયર, વૈશાલીબેન મિથુન (બાગ), અવનીબેન સાગર બોડા, શ્રીકાંત, ખુશીના કાકા, સ્વ. ઇશ્વરલાલ, રામજી, નરભેરામના ભત્રીજા, સ્વ. દયારામ નાનજી ખેટાઇ (મસ્કા)ના દોહિત્ર, ગુણવંતીબેન જીવરામ આણંદજી મોતા (મસ્કા બેલાવાડી)ના જમાઇ, કોકિલાબેન કિશોર માકાણી, ચંદ્રિકાબેન કિશોર જોશી, વસંતભાઇ, અનિલભાઇના બનેવી, કાજલ, ભૂમિ, પ્રગતિ, ભવ્ય, કરણના ફુઆ, સ્વ. કરશનજી, સ્વ. શંકરજી, સ્વ. તુલસીદાસ, સ્વ. પ્રેમજીના ભાઇના જમાઇ તા. 30-5-2023ના અવસાન પામ્યા છે. માવતર પક્ષની પ્રાર્થનાસભા તા. 1-6-2023ના ગુરુવારે બપોરે 3થી 6 પટેલ સમાજવાડી, બારોઇ રોડ, ઘનશ્યામ પાર્ક-2, મુંદરા ખાતે અને સાસરા પક્ષની તા. 1-6-2023ના ગુરુવારે બપોરે 2થી 3.30 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.

મુંદરા : ગોપાલભાઇ ખમુભાઇ સોધમ (ઉ.વ. 65) તે સ્વ. ખમુભાઇ માયાભાઇ સોધમ અને સ્વ. લીલબાઇના પુત્ર, નેણબાઇના પતિ, સુનીલ, નીલેશ, નિર્મલા લાલજી સરસિયા (ગોધરા-માંડવી), દર્શના શાંતિલાલ અબચુંગ (નવાવાસ દુર્ગાપુર-માંડવી), ચાંદની મોહન ફુલિયા (નિરોણા-નખત્રાણા)ના પિતા, મણશીભાઇ, મેઘજીભાઇ (ગજાનંદ એસ્ટેટ એજન્સી-મુંદરા), ખીમઇબેન જીવરાજ ધેડાના ભાઇ, અશોક મણશી સોધમ, કરણ મેઘજી સોધમના મોટા બાપુ, સ્વ. મગાભાઇ દેવરિયા (ગજોડ)ના જમાઇ તા. 31-5-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 1-6-2023ના ગુરુવારે રાત્રે અને ઘડાઢોળ (પાણી) તા. 2-6-2023ના શુક્રવારે શેરી નં. 2, મહેશનગર, મુંદરા ખાતે.

કેરા (તા. ભુજ) : ગં.સ્વ. કાન્તાબેન પવાણી (ઉ.વ. 91) તે સ્વ. પ્રાગજીભાઇ વેલજી પવાણીના પત્ની, સ્વ. નાનુમા વેલજી વીરજીના પુત્રવધૂ, સ્વ. લાલજીભાઇના નાનાભાઇના પત્ની, સ્વ. ગુણવંતીબેનના દેરાણી, સ્વ. હરેશચંદ્ર, સ્વ. લક્ષ્મીકાંત, હેમંતકુમાર (નૈરોબી), નીતાબેન વિજયભાઇ પલણ (ગાંધીધામ), કનકસિંહ (ગાંધીધામ), હંસરાજ (ભુજ), સ્વ. જ્યોત્સનાબેન, શિલ્પાબેન દિલીપભાઇ ચોથાણીના માતા, ગં.સ્વ. લીલાવંતીબેન, ગં.સ્વ. હેમલતાબેન, માલતીબેન, અનસૂયાબેન, જ્યોતિબેનના સાસુ, રાજેશ, પ્રશાંત, ચેતન (નૈરોબી), પુનીત, આશિષ, કુશલ, સુષ્મા (રમીલા), ડિમ્પલ કિશોરભાઇ, હેતલ પરેશભાઇ, ચિન્ટુ રાજેશભાઇ, સપના (સ્વીટી), પ્રિયંકાના દાદી, દીપા (ઓસ્ટ્રેલિયા), કાર્તિક (ઓસ્ટ્રેલિયા), અંકિતા (મુંબઇ), મીતના નાની, શિવાય, અદ્વેત, ધ્યાનાના પરદાદી, સ્વ. મોતીરામ વીરજી (ગઢશીશા હાલે માંડવી)ના પુત્રી, સ્વ. મૂળરાજ, ચંદ્રસેન, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. રુક્ષ્મણિબેન, સ્વ. ભારતીબેન, જયાબેન, રંજપબેનના બહેન તા. 30-5-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-6-2023ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 કેરા લોહાર વાડી ખાતે.

સામત્રા (તા. ભુજ) : મૂળ કનીજના આશુભા વાઘેલા તે વાઘેલા ઉમરસંગ લધુજીના પુત્ર, ધીરજી, બળવંતસંગ, મોહબતસંગના ભત્રીજા, જોરૂભા, મહેન્દ્રસિંહ, અજિતસિંહ, સુરૂભા, સ્વરૂપસંગ, નરેન્દ્રસિંહ, સ્વ. મહેન્દ્રસિંહના કાકાઇ ભાઇ, પિયલબાના પિતા, સ્વ. ભીખુભા કેણાજી (સામત્રા)ના ભાણેજ, જીતુભા જાડેજા (ભુજપર), હકુમતસિંહ જાડેજા (ભુજપર), રઘુભા જાડેજા (મકડા), દશરથસિંહ (કુંવરગામ)ના સાળા, સ્વરૂપસિંહ માધુભા જાડેજા (લફરા)ના જમાઇ તા. 30-5-2023ના અવસાન પામ્યા છે. દશો તા. 5-6-2023ના નિવાસસ્થાને. બેસણું ક્ષત્રિય સમાજવાડી, સામત્રા ખાતે.

નાગિયારી (તા. ભુજ) : બાફણ ઇબ્રાહિમ નૂરમામદ (ઉ.વ. 53) તે નૂરમામદ જાફરના પુત્ર, ઇસ્માઇલ, જાફર, જુસબના ભાઇ, અબ્બાસના પિતા તા. 31-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-6-2023ના સવારે 9.30થી 10.30 નિવાસસ્થાને નાગિયારી ખાતે.

બાગ (તા. માંડવી) : હાલે મુંબઇ-ઘાટકોપર રાજેશ (ઉ.વ. 46) તે સ્વ. શાંતાબેન લક્ષ્મીદાસ નાકરના પુત્ર, દર્શનાબેનના પતિ, સાક્ષી અને રાજના પિતા, દિનેશભાઇ, જ્યોતિબેન, કસ્તૂરબેન, પ્રભુલાલ, પ્રકાશના ભાઇ, વસંતલાલ અજાણી (ભુજ), મણિશંકર મોતા (બાગ)ના સાળા, મંજુલાબેન, ધર્મિષ્ઠાબેનના દિયર, હંસાબેનના જેઠ, રમણીક, કેવલ, જૈનમ, શીતલ, કલ્પના, જાગૃતિના કાકા, કૃપાલીબેન, નીતિનભાઇ મોતા (મસ્કા)ના કાકા સસરા, સ્વ. રવિલાલ, સ્વ. શંકરલાલ, શામજી, મણિશંકર, શંભુલાલ, સ્વ. વસંતલાલ, સ્વ. ભાઇલાલના ભત્રીજા, સ્વ. ઝવેરબેન, ગં.સ્વ. ચાંપીબેનના ભત્રીજા, મીનાબેન કિશોરચંદ્ર દયારામ જોષી (મસ્કા)ના જમાઇ, કલ્પેશભાઇ, જિગરભાઇ, અવનીબેનના બનેવી તા. 26-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-6-2023ના સાંજે 4થી 6 દિનેશ લક્ષ્મીદાસ નાકરની ખીસરી વાડી, બાગ ખાતે. સંપર્ક : 90044 07914.

શિરવા (તા. માંડવી) : શીરૂ હાજિયાણી આઇશાબાઇ (ઉ.વ. 79) તે મ. અયુબ ઇસ્માઇલના પત્ની, રમજુ અને સાલેમામદના માતા, હાજી ગુલામના ભાભી, મ. હાજી જુસબના બહેન, શીરૂ ઇસ્માઇલ અને હાજી ઓ.ગનીના સાસુ, ઓસમાણના મોટીમા, આફતાબ, અલી અકબરના દાદી તા. 30-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-6-2023ના શુક્રવારે સવારે 10થી 11 શિરવા મુસ્લિમ જમાતખાનામાં.

ટુન્ડા (તા. મુંદરા) : મોખા મોહસીના રજાક (ઉ.વ. 24) તે મોખા રજાક આમદના પત્ની, ચવાણ અલીમામદ ઇસમાઇલ (ફરાદી)ના પુત્રી, ઇબ્રાહિમ અને અબ્દુલના ભત્રીજી, એઝાજના બહેન તા. 30-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-6- 2023ના શનિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને ફરાદી ખાતે.

Janmadin Vishesh Purti

Panchang