• રવિવાર, 05 મે, 2024

વાગડ પંથકના ખૂનકેસમાં આજીવન કેદની સજા પામનારા આરોપીને જામીન

ભુજ, તા. 25 : પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં સપ્ટેમ્બર-2016માં બનેલા હત્યાના કેસમાં ભચાઉ સ્થિત જિલ્લા કોર્ટ દ્વારા આજીવન કેદની સજા પામેલા આરોપી નંદાસર (રાપર)ના રાજુજી પથુજી સમાને રાજયની વડી અદાલત દ્વારા જામીન અપાયા હતા.  ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવા બાબતે ગુનો દાખલ થયા બાદ આરોપી રાજુજી પથુજીની ધરપકડ કરાઇ હતી. ખૂનકેસની સુનાવણી ભચાઉ ખાતે અધિક સેશન્સ જજની અદાલત સમક્ષ થઇ હતી. જેમાં આરોપીને તકસીરવાન ઠેરવી તેને આજીવન કેદની સજા કરાઇ હતી. રાજકોટ સ્થિત જેલમાં રખાયેલા તહોમતદાર માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જામીન અરજી મુકાઇ હતી. ન્યાયાધીશ .એસ. સુફૈયા અને વી.કે. વ્યાસની બેચે બન્ને પક્ષને સાંભળી કેસ ફોરેન્સિક લેબના પુરાવા આધારિત હોવાના તારણ સાથે આરોપી રાજુજીને જામીન આપતો આદેશ કર્યો હતો. હાઇકોર્ટ સમક્ષ સુનાવણીમાં આરોપી વતી વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી મૌલિક એન. નાણાવટી અને સ્થાનિકેથી વકીલ તરીકે હરેશ એચ. કાંઠેચા, ધર્મેન્દ્રાસિંહ ડી. જાડેજા, રોહન એમ. જાટાવાડિયા અને મુકેશ આર. પરમાર હાજર રહ્યા હતા. - જમીન કેસમાં મનાઇહુકમ  : લખપત તાલુકાના પાનધ્રો ગામે નવાનગર ગામની દક્ષિણે આવેલી જમીનના કેસમાં રાજ્યના મહેસૂલ સચિવ (વિવાદ) દ્વારા મનાઇહુકમ અપાયો હતો. નવાનગરના પ્રવીણકુમાર ભગવાનજી રાજગોર દ્વારા કલેકટર અને નાયબ કલેકટર સહિતના સંબંધિતોને પ્રતિવાદી બનાવી મામલો વિવાદ સચિવ સમક્ષ લઇ જવાયો હતો, જેમાં તેમની તરફેણમાં મનાઇહુકમ અપાયો હતો. અરજદાર વતી હાઇકોર્ટમાં સિનિયર ધારાશાત્રી અવિનાશભાઇ ઠક્કર, શિવાંગભાઇ ઠક્કર અને ગુણવંતાસિંહ સોઢા રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang