• રવિવાર, 05 મે, 2024

લોકોની અંગત સંપત્તિ પર `સુપ્રીમ' ટિપ્પણી

નવી દિલ્હી, તા. 25 : દેશમાં લોકોની સંપત્તિ પર વેરાના મામલે મચેલા રાજકીય ઘમસાણ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક ધ્યાન ખેંચનારી ટિપ્પણી કરી છે કહેવું ખતરનાક હશે કે કોઈ વ્યક્તિની અંગત સંપત્તિ પર કોઈ સંગઠન કે સરકારનો હક્ક માની શકાય. સાથોસાથ કહેવું પણ ખતરનાક હશે કે, લોકકલ્યાણ માટે સરકાર આવી સંપત્તિને કબજામાં નથી લઈ શકતી, તેવું ટોચની અદાલતે કહ્યું હતું. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, બંધારણનો આશય સામાજિક બદલાવની ભાવના લાવવાનો છે. મુખ્ય ન્યાયમૂર્તિ  ડી.વાય. ચંદ્રચૂડના વડપણવાળી નવ ન્યાયાધીશની ખંડપીઠે   ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટ મામલા પર વિચાર કરી રહી છે કે, શું ખાનગી સંપત્તિઓને બંધારણના અનુચ્છેદ 39-બી હેઠળ સમુદાયનું ભૌતિક સંસાધન માની શકાય કે નહીં. હકીકતમાં મુંબઈ પ્રોપર્ટી ઓનર્સ એસોસિયેશન સહિત અનેક અરજદારોએ એવી દલીલ કરી હતી કે, બંધારણીય યોજનાઓની આડમાં સરકાર અંગત સંપત્તિ પર કબજો કરી શકતી નથી. કોર્ટે કહ્યું હતું કે, 1950ના દાયકામાં બંધારણ બન્યું હતું, ત્યારે તેનો હેતુ સામાજિક બદલાવ લાવવાનો હતો. એટલે અમે કહી શકીએ કે અંગત સંપત્તિને બંધારણના અનુચ્છેદ 39-બી હેઠળ લાવી શકાય.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang