• સોમવાર, 06 મે, 2024

ગામેગામ પરિવર્તનના માહોલનો કોંગ્રેસનો દાવો

ભુજ, તા. 25 : લોકસભા ચૂંટણીના પ્રચાર જંગમાં કોંગ્રેસ પક્ષે યુવા ઉમેદવાર નીતેશભાઇ લાલણને મેદાનમાં ઉતારતાં લોકસભાનો જંગ ખૂબ રસપ્રદ બન્યો છે અને ભાજપના નેતાઓના બેફામ વાણીવિલાસ  અને પ્રજાવિરોધી નીતિ-રીતિના ભોગે કચ્છની પ્રજાએ પરિવર્તન લાવવાનું મન બનાવી લીધું છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રાસિંહ જાડેજા `ટીમ કોંગ્રેસ'ના આયોજનબદ્ધ રીતે આગળ ધપતા અબડાસાના બેર, વાયોર, રામપર, બાંડિયા, તેરા, મોથાળા, નરેડી વગેરે ગામોના પ્રવાસ દરમ્યાન લોકસંપર્ક કાર્યક્રમમાં નીતેશભાઇ લાલણ સાથે તાલુકા પ્રમુખ અજિતાસિંહ જાડેજા, મામદશા સૈયદ, મૂળજીભાઈ ખજુરિયા વિગેરે  નેતાઓએ પ્રચારની કમાન સંભાળી હતી. અબડાસા તાલુકાના ગામોમાં ઠેર ઠેર ટીમનો સ્વાગત કરાયો હતો, આગેવાનોએ ખેડૂતો, મહિલાઓ, માલધારીઓ અને ગરીબ પ્રજાવિરોધી સરકારને બદલવાનો સમય આવી ગયો હોવાનું જણાવ્યું હતું. ભાઈ ભાઈ વચ્ચે અને કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવી અને ભાજપ રાજનીતિ કરી રહ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. દિન-બદિન પ્રજાની સમસ્યાઓ વધી રહી છે, ચૂંટાયેલા સાંસદ કે ધારાસભ્યો સરકારી કાર્યક્રમ સિવાય ગામડાંઓમાં દેખાતા નથી. સિંચાઈના તમામ તળાવ તૂટી ગયા છે અને અબડાસા પંથક સાથે સરકારની ગ્રાન્ટોમાં પણ ભાજપના નેતાઓ દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, તમામ બાબતોનો હિસાબ પ્રજાએ કોંગ્રેસ તરફી મતદાન કરી અને આપવાનો છે, તેથી સૌએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કરવા અને ભાજપને ઘેર બેસાડવા કામે લાગી જવા અપીલ કરી હતી. ઉમેદવાર શ્રી લાલણે કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી તે બદલ કોંગ્રેસનો આભાર વ્યક્ત કર્યો હતો અને અબડાસા પંથકના સુખ-દુ:ખમાં સાથે રહેવાનો કોલ આપ્યો હતો અને કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો. પ્રવાસ દરમિયાન  જામભા સોઢા, મોહન ગઢવી, અલીભાઈ કેર, રાવલ મિસરી જત, સલીમભાઈ કેર, યોગેશ પોકાર, લાલુભા પઢિયાર, પ્રતાપાસિંહ જાડેજા, લખધીરાસિંહ જાડેજા, કરશનભાઈ પઢિયાર, જુસબ કુંભાર, મહિપતાસિંહ જાડેજા, જયુભા જાડેજા, જુનસ જત, સચિનાસિંહ જાડેજા, આદમભાઈ લોદરા, ઉમરભાઈ જત, દાદાભાઈ જત, યુસુફશા બાવા, લાધુભા જાડેજા, મયૂરાસિંહ જાડેજા વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરાંત નવા વરાયેલા સહપ્રવકતાઓ માનસી શાહ અને અંજલિ ગોરે જણાવ્યું કે, અબડાસામાં મહિલા કોલેજની વાતો કરી ભાજપે અબડાસાની પ્રજાને છેતરી  છે તેમજ સ્થાનિક ઉદ્યોગોમાં અબડાસાના શિક્ષિત બેરોજગારો સાથે હળાહળ અન્યાય કરનાર ભાજપ સરકારને સત્તામાંથી દૂર કરવા પ્રજાને અનુરોધ કર્યો હતો, એવું જિલ્લા મીડિયા કો-ઓર્ડિનેટર ગનીભાઈ કુંભારે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang