• શનિવાર, 04 મે, 2024

શ્રી રામ ઈલેવન ભીમાસર બની એપીએલ-2 ચેમ્પિયન

ભીમાસર (તા. અંજાર), તા. 24 : અહીંની યૂથ ક્લબ દ્વારા શ્રી રામ ગ્રુપના સહકારથી આયોજિત આહીર પ્રીમિયર લીગ-2ની ફાઈનલ મેચ શ્રી રામ ભીમાસર અને એલ.વી.સી. ભીમાસર વચ્ચે રમાઈ હતી. ભારે રસાકસીભર્યા અંતિમ જંગમાં શ્રી રામ ભીમાસરની ટીમ વિજેતા બની હતી. છેલ્લા પાંચ દડામાં  ખેલાડીની ઉપરા ઉપરી સિક્સરથી   મેચની બાજી પલટી ગઈ હતી. અંતિમ ઓવરમાં થયેલી ફટકાબાજીથી દર્શકો ઉત્સાહમાં આવી ગયા હતા. ટૂર્નામેન્ટનું જીવંત  પ્રસારણ મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું. મેચના હીરો બનેલા ખેલાડી ઉપર ઈનામની ધનવર્ષા થઈ હતી.  ફાઈનલ મેચના સમારંભમાં ભારપર જાગીરના ભરત ડાડા, મોરજર જાગીરના દિલીપ દાદા, ભાગવત કથાકાર અને ધારાશાત્રી દિનેશભાઈ રાવલ, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર, પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વી.કે. હુંબલ, કવીઓ મહાજનના પ્રમુખ જિગર છેડા,  દેવજીભાઈ ડાંગર, શામજીભાઈ હુબંલ, કરશનભાઈ પટેલ,  જખાભાઈ હુંબલ, જયદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાણાભાઈ રવાભાઈ ડાંગર, શામજીભાઈ ભૂરા, રણછોડભાઈ ડાંગર, બાબુભાઈ ડાંગર, બાબુભાઈ હેઠવાડિયા, રમેશભાઈ મ્યાત્રા,  કલાકાર બ્રિજરાજ ગઢવી  તેમજ સમસ્ત ગામના આગેવાનો, યુવાનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કચ્છભરમાં શિક્ષણ, આરોગ્ય, સમાજકલ્યાણ સહિતના અનેક સેવાકીય પ્રકલ્પોમાં  તમામ વર્ગના લોકોને હરહંમેશ આર્થિક સહકાર આપનારા ટૂર્નામેન્ટના મુખ્ય સહયોગી શ્રી રામ ગ્રુપના બાબુભાઈ હુંબલે સ્વાગત પ્રવચનમાં કહ્યંy હતું કે, આહીર સમાજના યુવાનોએ રમતગમત ક્ષેત્રે પૂરતું માધ્યમ મળી રહે તે  પ્રકારે આયોજન કરાયું છે, જેમાં કચ્છભરમાંથી આહીર સમાજની 82 ટીમે ભાગ લીધો હતો. તમામ પ્રકારનું આયોજન પારદર્શક રાખવામાં આવ્યું હતું. સમાજના યુવાનો માટે આઈ.પી.એલ. ક્રિકેટ જેવી આહીર પ્રીમિયર લીગ-2 ટૂર્નામેન્ટ થકી ભવ્ય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજનનું મારું સ્વપ્ન પૂર્ણ થયું હોવાની  લાગણી વ્યક્ત કરી હતી. કથાકાર દિનેશભાઈ રાવલ અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેરે ક્રિકેટની રમતની શીખ ઉપર પ્રકાશ પાડયો હતો. વધુમાં જીવનમાં ઝડપી રન લેવા માટે ટુંકા માર્ગ  અપનાવવાની જરૂર નથી, ધીમી અને મક્કમ ગતિએ પણ સફળતા મેળવી શકાય છે. કાર્યક્રમનો  પ્રારંભ ગણેશ વંદનાથી થયો હતો. સાંસ્કૃતિ કાર્યક્રમમાં આહીર સમાજની સંસ્કૃતિની ઝલક આપતી રાસગરબાની કૃતિ પ્રસ્તુત થઈ હતી. દેશભક્તિના સૂરો વચ્ચે પ્રેક્ષકો મોબાઈલ ફોનના લાઈટ પ્રકાશ સાથે ઝૂમી ઊઠયા હતા. ફાઈનલ મેચના આરંભ પૂર્વે ક્રિકેટનાં મેદાનમાં આતશબાજી કરાઈ, સાથે ટૂર્નામેન્ટના કપનું અનાવરણ કરાયું હતું. ફાઈનલ મેચમાં એલ.વી.સી. મમુઆરાની ટીમે શાનદાર પ્રદર્શન કરીને 169 રન કર્યા હતા. 170 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઊતરેલી શ્રી રામ ઈલેવન ભીમાસરની ટીમ 171 રન કરીને ચેમ્પિયન બની હતી. જીત માટે 170 રનની જરૂરિયાત હતી. છેલ્લી ઓવરમાં રાહુલ માદેવાભાઈ હુંબલે પાંચ સિક્સર ફટકારી ટીમને શાનદાર જીત  અપાવી હતી.  વિજેતા અને ઉપવિજેતા ટીમને મહેમાનોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી ત્યારે અસલ  આઈ.પી.એલ. જેવો માહોલ  સર્જાયો હતો. ટૂર્નામેન્ટમાં ફાઈનલ મેન ઓફ મેચ રાહુલ હુંબલ (શ્રી રામ ઈલેવન ભીમાસર), મેન ઓફ સિરીઝ યશ હુંબલ (શ્રી રામ ઈલેવન ભીમાસર), બેસ્ટ બેટસમેન કે.ડી. આહીર  (શ્રી રામ અતંરજાળ), બેસ્ટ બોલર મહેન્દ્ર જટિયા (એલ.વી.સી. મમુઆરા),  બેસ્ટ વિકેટ કીપર મુકેશ હુબંલ (શ્રી રામ ઈલેવન ભીમાસર), બેસ્ટ ફીલ્ડર કરશન ઝરુ (અનંત ઈલેવન ભીમાસર)ને જાહેર કરાયા હતા. ફાઈનલ મેચમાં પાંચ સિક્સર ફટકારનારા રાહુલ હુંબલને વિજેતા ટીમની ઈનામની રકમ 1,00,902, શંભુભાઈ ઝરૂ તરફથી 11 હજાર,  યશ જખાભાઈ હુંબલ તરફથી 9,902, સુમીતભાઈ  તરફથી 5,100 અને રમેશભાઈ  દેવજીભાઈ હુબંલ તરફથી 5100  અને મેચના હીરો બનેલા રાહુલને શ્રી રામ ગ્રુપના ચેરમેન બાબુભાઈ હુંબલ તરફથી 31 હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉપવિજેતા ટીમને સારી રમત દાખવવા બદલ અભિનંદન પાઠવાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang