• સોમવાર, 06 મે, 2024

નોવાકે પાંચમી વાર પ્રતિષ્ઠિત પુરસ્કાર જીતીને વિક્રમ રચ્યો

મેડ્રિડ, તા.23 : ગયાં વર્ષે પહેલીવાર મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ જીતનારી સ્પેનની ટીમે પ્રતિષ્ઠિત લોરિયસ વિશ્વ ખેલ પુરસ્કારમાં બે એવોર્ડ જીત્યા છે. સ્પેનની મહિલા ફૂટબોલ ટીમને 2023ની દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ તરીકે પસંદ કરવામાં આવી છે જ્યારે ટીમની મીડફિલ્ડર એતના બોનમાતીને વિશ્વની સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડીનો એવોર્ડ મળ્યો છે. પુરુષ વિભાગમાં એવોર્ડ સર્બિયાના સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને મળ્યો છે. જોકોવિચે તેની કારકિર્દીમાં પાંચમીવાર લોરિયલ એવોર્ડ જીતી રેકોર્ડ બનાવ્યો છે. અમેરિકાની જિમનાસ્ટ સિમોન બાઇલ્સને વાપસી કરનાર સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર મળ્યો છે. રીયલ મેડ્રિડનો ફોરવર્ડ ખેલાડી જયૂડ બેલિંગહેમને બેકથ્રુ એવોર્ડ મળ્યો છે જ્યારે દુનિયાના પૂર્વ નંબર વન ટેનિસ ખેલાડી સ્પેનના રાફેલ નાદાલને સ્પોર્ટસ ફોર ગૂડ એવોર્ડ મળ્યો છે. વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે લોરિયસ એવોર્ડ જીતનાર જોકોવિચે 2023માં ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેંચ ઓપન અને અમેરિકી ઓપનના ખિતાબ જીત્યા હતા. તે 24 ગ્રાંડસ્લેમ ખિતાબ વિજેતા છે. તેણે ફેડરરની બરાબરી કરીને પાંચમીવાર લોરિયસ એવોર્ડ જીત્યો છે. નાદાલને જે એવોર્ડ મળ્યો છે તે સ્પેન અને ભારતમાં એક હજારથી વધુ નબળા યુવાનોને મદદ કરવા માટે મળ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang