• રવિવાર, 05 મે, 2024

ઐશ્વર્યવાન જ ઐશ્વર્ય પ્રગટ કરી શકે...

જિજ્ઞેશ આચાર્ય દ્વારા : ગઢશીશા, તા. 25 : ઐશ્વર્યવાન ઐશ્વર્ય પ્રગટ કરી શકે તેવું શ્રીપીઠ આશાપુરા મંદિર-નાના રતડિયા ખાતે અતિથિગૃહ અને યજ્ઞશાળાના લોકાર્પણ પ્રસંગે જગદ્ગુરુ શંકરાચાર્યે ભાવિકોને આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું. બ્રહ્મલીન ગિરિજાદત્તગિરિજી મહારાજની તપોભૂમિ શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર ખાતે મહામંડલેશ્વર કલ્યાણાનંદગિરિજી મહારાજની પ્રેરણાથી ભાવિકો-યાત્રાળુની સુખાકારી અને સુવિધા માટે મૂળ રત્નાપર (તા. માંડવી)ના સ્વ. નારાણભાઇ નથુભાઇ નાકરાણી પરિવારના સ્વ. દેવશીભાઇ નારાણ નાકરાણીના પુત્રો દામજીભાઇ નાકરાણી, જયંતીભાઇ નાકરાણી, ભાસ્કરભાઇ નાકરાણી તથા સ્વ. હરિભાઇ નાકરાણીના પુત્રો ભાવિકભાઇ અને હિરેનભાઇ પરિવાર દ્વારા કુલ્લ 25 રૂમનું પ્રાથમિક સુવિધાથી સજ્જ `દેવધન વિશ્રાંતિ ભવન'નું નિર્માણ કરાયું હતું જેનું લોકાર્પણ શાત્રોક્ત વિધિથી જગદ્ગુરુ શંકરાચાર્ય વાસુદેવાનંદજી સરસ્વતીજી દેવભૂમિ જોશી મઠ-બદ્રિકાશ્રમ, મહામંડલેશ્વર કલ્યાણાનંદગિરિજી મહારાજ તથા જૈનમુનિ અભયસેનસૂરિશ્વરજી .સા., દીપસેનસૂરિશ્વરજી .સા. આદિ સંતો-મહંતો, દાતા પરિવાર તથા મંદિરના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં કરાયું હતું. પ્રસંગે આશીર્વચન પાઠવતાં જગદ્ગુરુ શંકરાચાર્ય વાસુદેવાનંદજી સરસ્વતીજી મહારાજે મહાપુરુષ હંમેશાં સત્કર્મ કરીને બતાવે છે તેમ જણાવ્યું હતું. તો મહામંડલેશ્વર કલ્યાણાનંદગિરિજી બાપુએ પણ આશીર્વચન પાઠવ્યા હતા. પ્રસંગે જૈનાચાર્ય અભયસેનસૂરિશ્વરજી .સા. શ્રીપીઠ આશાપુરા માતાજીની ભૂમિને શ્રી વિદ્યાની આરાધનાની ભૂમિ ગણાવી અને આવી ભૂમિમાં સત્કર્મ અને નવસર્જન કરનાર પરિવારને ભાગ્યશાળી ગણાવ્યા હતા તથા પવિત્ર ભૂમિ પર ચાતુર્માસ ગાળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રસંગે મોટા રતડિયાના ધનબાઇ માતાજી, ભાણબાઇ માતાજી, જ્યોતેશ્વર મહાદેવ મંદિરના રવિગિરિજી બાપુ તથા અન્ય સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. શાત્રોક્તવિધિ તુષારભાઇ જયંતીભાઇ જોષી (રામપર-વેકરા) કરાવી હતી. ટ્રસ્ટી મંડળના રણજિતસિંહ જાડેજા, મનોજભાઇ પટેલ, બટુકસિંહ જાડેજા, બળવંતસિંહ જાડેજા, ભરતભાઇ બોડા, દિલીપભાઇ શાહ, મુન્નાભાઇ, હિતેષ ચૌહાણ (દહીંસરા), સંજયગિરિ ગોસ્વામી, પ્રતીક પટેલ, યુવરાજસિંહ જાડેજા, મુરુભા જાડેજા, ખુમાનસિંહ જાડેજા, રત્નાપર સરપંચ મહેન્દ્રભાઇ રામાણી, કાંતિભાઇ રામજિયાણી, કાનજીભાઇ નાકરાણી, રત્નાપરના અરજણભાઇ નાકરાણી, વસંતભાઇ નાકરાણી, રાજેન્દ્રગિરિ ગોસ્વામી, કચ્છમિત્રના જિજ્ઞેશ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન બટુકસિંહ જાડેજા (આસંબિયા) કર્યું હતું. અહીં દાતા પરિવાર દ્વારા યજ્ઞશાળાનું નિર્માણ કરાયું છે અને ભોજન પ્રસાદના દાતા પણ સ્વ. દેવશીભાઇ નારાણ નાકરાણી પરિવાર રહ્યો હતો. રત્નાપર પાટીદાર સમાજ તેમજ ભાવિક લોકો વ્યવસ્થા અને આયોજનમાં જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang