• રવિવાર, 05 મે, 2024

માંડવીમાં લોનના બહાને 83 હજારની છેતરપિંડી

ભુજ, તા. 25 : માંડવીમાં લોન કરાવી દેવાના બહાને ગૂગલ-પે અને પેટીએમથી ટુકડે ટુકડે રૂા. 83,400 મેળવી બાદમાં લોન કરાવી આપી અને નાણાં પણ પરત કરતાં છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે. અંગે માંડવી પોલીસ મથકે હનાન યુનુસ જુણેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ 2023 જુલાઇ માસમાં માંડવીની પી.જી.વી.સી.એલ. કચેરીમાં વીજ જોડાણનાં નામ ટ્રાન્સફરને લઇને આરોપી મોસીનખાન ઇકબાલખાન પઠાણ સાથે પરિચય થયો હતો. બાદ આરોપીએ 18 લાખની લોન કરાવી આપવાની વાત કરી ફરિયાદીને વિશ્વાસમાં લઇ લોનના બહાને 26 જુલાઇથી 15મી ઓગસ્ટ સુધી ગૂગલ-પે અને પેટીએમથી કુલે રૂા. 83,400 ફરિયાદીએ આરોપીને આપ્યા બાદ આરોપી ગોળ-ગોળ જવાબો આપતો હતો. આમ, નાણાં મેળવી લીધા બાદ લોન કરાવી આપી અને આપેલાં નાણાં રૂા. 83,400 પણ પરત આપતાં છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang