• રવિવાર, 05 મે, 2024

હૈદરાબાદની હાર, બેંગ્લોરની આશ્વાસનરૂપ જીત

હૈદરાબાદ, તા. 25 : વિરાટ કોહલી અને રજત પાટીદારની અર્ધસદીઓ તેમજ બળૂકી બોલિંગનાં બળે તળિયાંની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઇઝર્સ હૈદરાબાદને35 રને હરાવીને ઊલટફેર કરતાં આશ્વાસનરૂપ જીત મેળવી હતી. બેંગ્લોરે આપેલાં 207 રનનાં લક્ષ્ય સામે સનરાઇઝર્સ 171 રન સુધી સીમિત રહી હતી. આઇપીએલની વર્તમાન સિઝનમાં ત્રણવાર 250થી વધુ સ્કોર કરી ચૂકેલી હૈદરાબાદ વતી કોઇ બેટધર લાંબું ટકી નહીં શકતાં ઘરઆંગણે હાર ખમવી પડી હતી. શાહબાઝ અહેમદે 37 દડામાં એક ચોગ્ગા, એક છગ્ગા સાથે અણનમ 40 રન કર્યા હતા. અભિષેક શર્માએ 13 દડામાં ત્રણ ચોગ્ગા, બે છગ્ગા સાથે ઝડપી 31 રન કરી જામવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચોથી ઓવરના  ચોથા દડામાં કાર્તિકને કેચ આપી બેઠો હતો. સુકાની પેટ કમિંસે માત્ર 15 દડામાં એક ચોગ્ગો, ત્રણ છગ્ગા ફટકારી દઇને ગતિભેર 31 રન કર્યા હતા. પરંતુ સીરાજને કેચ આપી બેઠો હતો. બેંગ્લોર વતી સ્વપ્નિલસિંહ, કરણ શર્મા અને કેમરુન ગ્રીને બે-બે વિકેટ ખેરવી હતી, તો યશ દયાલ અને વિલજેક્સને 1-1 વિકેટ મળી હતી. અગાઉ વિન્ટેજ વિરાટ કોહલીની જવાબદારીભરી 1 રનની અને પાવર હિટર રજત પાટીદારની આતશી 0 રનની ઇનિંગ્સની મદદથી   રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમે 20 ઓવરમાં સાત વિકેટે 207 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ડેથ ઓવર્સમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરુન ગ્રીન 20 દડામાં ચોગ્ગાથી 37 રને અણનમ રહ્યો હતો. આરસીબીએ છેલ્લી પાંચ ઓવરમાં હૈદરાબાદના બોલરો સામે હલ્લાબોલ કરીને 64 રનનો ઉમેરો કર્યો હતો. દરમિયાન 3 વિકેટ પણ ગુમાવી હતી. આરસીબીએ ટોસ જીતી દાવ લીધો હતો. કપ્તાન ફાફ ડૂ પ્લેસિ અને વિરાટ કોહલી વચ્ચે પહેલી વિકેટમાં 23 દડામાં 48 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. કપ્તાન પ્લેસિ 12 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 2 રને આઉટ થયો હતો. વિલ જેકસ 6 રન કરી શકયો હતો. પછી રજતે 20 દડામાં 2 ચોગ્ગા અને છગ્ગા સાથે 0 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. તેણે મયંક મારકન્ડેની ઓવરમાં ઉપરા ઉપરી 4 છગ્ગા ફટકાર્યા હતા. તેના અને વિરાટ વચ્ચે ત્રીજી વિકેટમાં 34 દડામાં 6 રનની ભાગીદારી થઇ હતી. કોહલી 43 દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગા સાથે ઉપયોગી 1 રને આઉટ થયો હતો. લોમરોર 7 અને કાર્તિક 11 રને પેવેલિયનમાં પરત ફર્યા હતા. ઇમ્પેકટ પ્લેયર સ્વપ્નિલસિંહ 12 રને નોટઆઉટ રહ્યો હતો. હૈદરાબાદ તરફથી જયદેવ ઉનડકટે 30 રનમાં 3 અને નટરાજને 39 રનમાં 2 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang