• સોમવાર, 06 મે, 2024

કુકમાના સંતાનો સાથે માતાની આત્મહત્યાના બનાવમાં પતિએ મરવા મજબૂર કર્યાની ફરિયાદ

ભુજ, તા. 25 : સોમવારે કુકમામાં માતાએ બે સંતાનોને ગળેફાંસો આપી પોતે પણ ફાંસો ખાઇ?લીધાનો અરેરાટીભર્યા બનાવમાં  પતિએ તેની પત્ની સંગીતા વિરુદ્ધ બે સંતાનોની હત્યાનો કેસ નોંધાવ્યો હતો. બાદ બનાવમાં આજે સંગીતાની ફઇઆઇ બહેને સંગીતાના પતિ વિરુદ્ધ મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. 22/4ના સોમવારે સાંજે કુકમામાં બે સંતાનો સાથે માતાએ  ગળેફાંસો ખાઇ સામૂહિક આત્મહત્યાના અરેરાટીભર્યા બનાવમાં આજે પદ્ધર પોલીસ મથકે, મૃતક સંગીતાના ફઇની દીકરી બહેન પૂજાબેન વિજયભાઇ ચૌહાણ (ઠાકોર) (રહે. ધંધુકા, જિલ્લો અમદાવાદ) નોંધાવેલી ફરિયાદ મુજબ સંગીતાએ અંતિમ પગલું લીધું તે પૂર્વે તેને સંગીતાનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, મારે મરી જવું છે, હું જઇશ તો છોકરાને સાથે લેતી જઇશ, હું છોકરાઓને મુકું તો મારો જીવ છોકરાઓમાં રહેશે અને રડવા લાગી હતી. પતિ જિંદગીમાં હેરાન કર્યા કરે છે...દસેક દિવસથી કામ પર જતા નથી અને મને કામ કરતી નથી એમ કહ્યા કરે છે. મારી દવા લેવા જવા માટે કાલથી કહ્યા કરું છું પણ દવાખાને લઇ જતા નથી. મારી સાથે બપોરથી માથાકૂટ કરી પરેશાન કરે છે. મારે જીવવું નથી તેમ કહી ફોન બંધ કરું છું. આથી ફરિયાદી પૂજાબેને સંગીતાબેનને સમજાવ્યું કે, હું મારા પતિથી વાત કરીશ અને તારાથી તથા તારા પતિથી વાત કરશે, તું ફોન બંધ કરજે. ફરિયાદમાં વધુમાં લખાવ્યું છે કે, બાદ ફરિયાદીએ તેના પતિ સાથે વાત કરી હતી. ફરિયાદીના પતિએ સંગીતાને ફોન કરતાં તેનો ફોન બંધ આવી રહ્યો હતો.  બાદ સંગીતાના પતિને ફોન કરી વિગતો જણાવતા તે ઘરે પહોંચ્યો તે પહેલાં સામૂહિક આત્મહત્યાનો બનાવ બની ચૂક્યો હતો. પદ્ધર પોલીસે સંગીતાના પતિ વિજયભાઇ?પાંચાભાઇ દેત્રોજા વિરુદ્ધ કલમ 306 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang