• સોમવાર, 06 મે, 2024

આજે રાહુલ સહિતના નેતાઓનું ભાવિ ઘડાશે

નવી દિલ્હી, તા. 25 : લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનાં મતદાન માટે બુધવારની સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતાં અને હવે આવતીકાલે એટલે કે 26મી એપ્રિલે દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રીય પ્રદેશોની 89 બેઠકો મતદાન યોજાશે. જેમાં રાહુલ ગાંધી સહિત 1206 ઉમેદવારનું ભાવિ ઘડાશે. બીજા તબક્કાની ચૂંટણીમાં કેરળની તમામ 20 બેઠકો ઉપર મતદાન થશે. સીવાય કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રની 8-8, બિહાર અને આસામની પાંચ લોકસભા બેઠકો ઉપર મતદાન થશે. ઉપરાંત પશ્ચિમ બંગાળની 3, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરની 1-1 બેઠકો ઉપર પણ આવતીકાલે મતદાન થવાનું છે. ચૂંટણી પંચે બાહરી મણિપુર લોકસભા ક્ષેત્રને બે ભાગમાં વિભાજિત કરેલો છે અને 19મી એપ્રિલે ત્યાં પહેલા તબક્કામાં મતદાન થયું હતું. હવે બાકીના ભાગમાં શુક્રવારે મતદાન થશે. મધ્યપ્રદેશની આઠ બેઠકો ઉપર મતદાન થવાનું છે પણ બસપા ઉમેદવારનાં મૃત્યુનાં કારણે ત્યાંની બૈતૂલ બેઠક ઉપર હવે ત્રીજા ચરણમાં મતદાન થશે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 88 બેઠકોમાંથી 2 ઉપર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસને 18 બેઠકો મળી હતી. વખતે બીજા તબક્કામાં કુલ 1206 ઉમેદવારો ચૂંટણીનાં મેદાનમાં છે. જેમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી, શશિ થરૂર, લોકસભા  સ્પીકર અને ભાજપનાં ઉમેદવાર ઓમ બિરલા સહિતનાં દિગ્ગજોનાં ભાવિ પણ આવતીકાલે ઈવીએમમાં કેદ થઈ જશે. બીજા તબક્કાનાં અન્ય પ્રમુખ ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર (થિરૂવનંતપુરમ), ભાજપનાં તેજસ્વી સૂર્યા (બેંગ્લુરુ દક્ષિણ), હેમા માલિની (મથુરા), અરુણ ગોવિલ (મેરઠ), કર્ણાટકનાં ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસનાં નેતા ડી.કે.શિવકુમારનાં ભાઈ ડી.કે.સરેશ (બેંગ્લુરુ ગ્રામીણ), કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. દેવગૌડા (માંડયા)નો પણ સમાવેશ થાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang