• સોમવાર, 06 મે, 2024

મેઘપર (બો.)માં ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 25 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીની એક સોસાયટીમાં દુકાન બહાર બેસીને પોતાના મોબાઇલમાં ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. મેઘપર બોરીચીની શિવધારા સોસાયટીમાં ગત રાત્રે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સોસાયટીમાં રોહિત પ્રોવિઝન સ્ટોર બહાર બેસીને બે શખ્સો મોબાઇલમાં ક્રિકેટનો સટ્ટો રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં ધસી આવી હતી. દુકાન બહાર બેસીને મોબાઇલમાં સટ્ટો રમતા પરસોતમ નગરના રોહિત કાનજી ભાનુશાલી તથા ધરા રેસિડેન્સીમાં રહેનાર પૃથ્વીરાજ લાલચંદ શુક્લાને પોલીસે પકડી પાડયા હતા. શખ્સોના મોબાઇલ લઇને તપાસ કરાતા તેમના મોબાઇલમાં પાર્ટ 777 ડોટ ઇન નામની સાઇટમાં દિલ્હી કેપિટલ તથા ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે 20-20 ક્રિકેટ મેચ ચાલુમાં જણાઇ હતી. ગુજરાતની બેટીંગ ચાલી રહી હતી જેમાં શખ્સો હાર-જીતનો દાવ લગાવતા હતા. પકડાયેલા શખ્સોએ મેઘપર બોરીચીના રાજદેવસિંહ વાઘેલા પાસેથી ઓનલાઇન જુગાર રમવા આઈડી પાસવર્ડ મેળવી તેને પૈસા આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂપિયા, બે મોબાઇલ એમ કુલ્લ રૂા. 11,300નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. હાથમાં આવેલા હરદેવને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang