• રવિવાર, 05 મે, 2024

ધો. 10 અને 12 પછી યોગ્ય અભ્યાસક્રમ પસંદગી અંગે છાત્રોને માર્ગદર્શન અપાયું

ભુજ, તા. 25 : લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા સુવર્ણ?જયંતી વર્ષ નિમિત્તે ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર લાયન્સ હોલ ભુજ ખાતે યોજાયો હતો.કારકિર્દીના મુખ્ય પડાવ એવા ધો. 10 અને 12 પછી યોગ્ય અભ્યાસક્રમની પસંદગી કરી શકાય, તેનું સુયોજિત માર્ગદર્શન રાજકોટથી આવેલા તજજ્ઞ રોનકભાઈ રાવલે આપ્યું હતું. ઝોન ચેરપર્સન કમલબેન જોશી, ઉમેશભાઈ પાટડિયા, શૈલેન્દ્રભાઈ રાવલ, યોગીતાબેન હાથી, શિક્ષણ વિભાગના તેજશભાઈ પાઠક, બ્રિજેશભાઈ ઠક્કરના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. સંજયભાઈ ટાંકે સૌને આવકાર્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને આજના સમયમાં યોગ્ય કારકિર્દી માટે આવશ્યક એવા વિવિધ કોર્સિસ વિશેની માહિતી તજજ્ઞ રોનકભાઈ રાવલ દ્વારા અપાઈ હતી અને તેમને મૂંઝવતા પ્રશ્નોનો અંગે સચોટ માર્ગદર્શન પૂરું પડાયું હતું. માહિતીપ્રદ સેમિનાર બદલ ભુજોડીથી ઉપસ્થિત વાલીઓ દ્વારા લાયન્સ કલબ ઓફ ભુજનો વિશેષ આભાર મનાયો હતો. સેમિનારમાં ભુજ તા.ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમની આભારવિધિ યોગીતાબેન હાથી દ્વારા કરાઈ હતી. પ્રસંગે લાયન્સ કલબના રજનીભાઈ પટવા તથા અમીનભાઈ મેમણ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang