• સોમવાર, 06 મે, 2024

માંડવીમાં મહાવીર પ્રીમિયર લીગ બોક્સ ક્રિકેટ ટૂર્ના.માં 12 ટીમ જોડાઈ

માંડવી, તા. 23 : માંડવીની જૈનપુરીના મેદાનમાં મહાવીર ગ્રુપ દ્વારા યોજાયેલી મહાવીર પ્રીમિયર લીગ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 12 ટીમ જોડાઈ હતી, જેમાં 84 ખેલાડીએ ભાગ લીધો હતો. ઓમ સિક્સર અને રાજ ઓટો પેન્ટર્સ વચ્ચે રમાયેલા ફાઈનલ મુકાબલામાં ઓમ સિક્સર વિજેતા થઈ હતી. વિજયી ટીમ તથા ખેલાડીઓને ટ્રોફી આપી બહુમાન કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટના સ્પોન્સર શૈલેશભાઈ છેડાએ ટોસ ઉછાળીને મેચનો પ્રારંભ કરાવ્યો હતો. બેસ્ટ બેટ્સમેન તરીકે મલયભાઈ લાલન, બેસ્ટ બોલર દીપ લાલન, જ્યારે મેન ઓફ સિરીઝ મિહિર શાહ, જુનિયર ખેલાડી તરીકે રિવાન દેઢિયા, સિનિયર ખેલાડી તરીકે ભાવિનભાઈ, તો ઈમેજિંગ પ્લેયર તરીકે કલ્પેન પારેખ રહ્યા હતા. જૈન બે નાત જ્ઞાતિના પ્રમુખ મેહુલભાઈ શાહ, ચંદ્રેશભાઈ શાહ, માંડવી નગર સેવા સદન સત્તાપક્ષના નેતા લાંતિકભાઈ શાહ, કુમાર નરેશભાઈ શાહે ટૂર્નામેન્ટને શુભેચ્છા સાથે સહકારની ખાતરી આપી હતી. સ્પોન્સરર્સનું સન્માન કરાયું હતું. અક્ષત શાહે શાબ્દિક સ્વાગત સાથે પ્રસંગ પરિચય આપ્યો હતો. ટૂર્ના.ને એસ.આર.સી. બિલ્ડર્સ એન્ડ ડેવલોપર્સ એસ.આર. ગ્રુપે સ્પોન્સર કરી હતી. કોમેન્ટ્રી વંશ શાહ, જિનય શાહ, વર્ષીપ શાહ, નીરવ શાહ, અક્ષત શાહ સહિતે કરી હતી. ટૂર્ના.ને સફળ બનાવવા અભિષેકભાઈ, હિતાર્થભાઈ, નમીભાઈ, સોહમભાઈ, યશભાઈ, વૈભવભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.  સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં મેચ નિહાળવા ઊમટયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang