• રવિવાર, 05 મે, 2024

`કોંગ્રેસે ફાયદા માટે કાયદો બદલ્યો'

મુરૈના, તા. 25 : લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલાં તમામ પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરાઈ રહ્યો છે તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તાબડતોડ રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. મધ્યપ્રદેશમાં યોજાયેલી સભામાં મોદીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને ટાંકીને કોંગ્રેસની આગેવાનીવાળા ઈન્ડી જોડાણ પર જોરદાર પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસે ફાયદા માટે કાયદાને બદલ્યો હતો. કોંગ્રેસની લૂંટ, જિંદગી સાથે અને જિંદગી પછી પણ ચાલુ રહેશે. ઉપરાંત આગરા, ફતેહપુર અને શાહજહાંપુરની સભામાં પણ  વિપક્ષ પર હુમલો સાધ્યો હતો. એક મીડિયા હેવાલ મુજબ, ગુરુવારે મધ્યપ્રદેશના મુરૈનાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેની સભાને સંબોધતાં મોદીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની વાત કરતાં કહ્યું કે, ઈન્દિરાજીના અવસાન બાદ તેમની સંપત્તિને વેચવા માટે તત્કાલીન વડાપ્રધાન રાજિવ ગાંધીએ વારસાઈ કાયદાને બદલી નાખ્યો હતો. મામલો પૂરો થયા બાદ રાહુલ ગાંધી ફરી સત્તા મેળવવા તે કાયદાને લાગુ કરવાની વાત કરી રહ્યા છે, જેનાથી તમારી મહેનતની કમાણી તમારી પાસેથી છીનવીને લોકોને આપવા માગે છે જેમનો કોંગ્રેસ મુજબ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર છે. તે ઉપરાંત કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસ વિકાસ વિરોધી છે, એક  સમસ્યા છે. જો એકવખત સમસ્યા દૂર થાય તો તેનાથી દૂર રહેવું જોઈએ. સભામાં મોદીએ કહ્યું હતું કે, દેશના લોકો વાતથી દુ:ખી છે કે, વડાપ્રધાનને કોંગ્રેસના શહેજાદા ગાળો આપે છે, પણ તમે ચિંતા કરો, દિલ્હીમાં 56 ઈંચની છાતીવાળો બેઠો છે ત્યાં સુધી કોંગ્રેસ સહિતના લોકોના ઈરાદા સફળ નહીં થાય તેમ કહ્યું હતું. બીજીબાજુ આગરા, ફતેગહગઢ અને શાહજહાંપુરની સભામાં પણ કોંગ્રેસને આડે હાથ લેતાં મોદીએ પ્રહાર કર્યા હતા કે, કોંગ્રેસે યુવાનોની ક્ષમતા બરબાદ કરવામાં કોઈ કસર છોડી નથી. ચૂંટણી દેશ વિરોધી માનસિકતાવાળા લોકોને જવાબ આપવાની ચૂંટણી છે, તો સરકાર બનશે તો આગામી 10 વર્ષમાં 4 કરોડ ઘર બનાવશે અને 3 કરોડ દીદીને લખપતિ બનાવાશે તેવો દાવો પણ કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang