• રવિવાર, 05 મે, 2024

ભાજપ સરકારે સ્વનિર્ભર બનવા યોજનાઓ આપી

ભુજ, તા. 25 : છેલ્લા 10 વર્ષની અવિસ્મરણીય ઉપલબ્ધિઓ જેનાથી આજે આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞ અને એજન્સીઓ ચમત્કૃત છે, વિકસિત ભારતનો સંકલ્પ ફ્રેજાઇલ ફાઈવથી ફેબ્યુલશ ફાઈવની યાત્રા રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની યાત્રા રહી છે. નવી નવી ઊંચાઈઓ સર કરે છે, તેવું કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું. લોકસભાના ઉમેદવાર શ્રી ચાવડાએ અંજાર શહેરમાં જાહેર સભાને સંબોધન કર્યા બાદ ભચાઉ તાલુકાના નાની ચીરઈ, લુણવા, આમરડી, બંધડી, લાખાવટ, આધોઈ, જૂના કટારિયા, શિકારપુર અને જંગી ગામે ચૂંટણી પ્રવાસ યોજી ગ્રામજનોને સરકાર દ્વારા ભારતને સ્વનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ થકી આર્થિક વિકાસ અને રોજગાર સૃજન માટેની દિશામાં કરેલાં કાર્ય અંગેની રૂપરેખા આપી સાથે મતદાન કરવા એવમ્ જનસમર્થન આપવા અપીલ કરી હતી. ભુજ ખાતે મામૈ મહેશ્વરી સમાજ દ્વારા પરમ પૂજ્ય મતિયાદેવ દાદા મંદિર, ગુડથર, અબડાસા તીર્થધામે જતા પદયાત્રીઓ માટે શરૂ કરવામાં આવેલા સેવા કેમ્પમાં હાજરી આપી. માધાપરમાં મતિયાદેવ દાદાના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. માધાપર યુવક મંડળ દ્વારા મતિયાદેવ દાદા મંદિર, ગુડથર, અબડાસા તીર્થધામ જતા પદયાત્રીઓ માટે મેડિકલ સેવા પૂરી પાડવા શરૂ કરવામાં આવેલી એમબ્યુલન્સના પ્રસ્થાન પ્રસંગે હાજરી આપી. ધાણેટી ગામે સિદ્ધાર્થ મહારાજની વ્યાસપીઠે આયોજિત `શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ' પ્રસંગે હાજરી આપી કથાનું શ્રવણ કર્યું હતું. ભચાઉ તાલુકાના નાની ચીરઇ ગામે  સંત કબીર આશ્રમમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા, સાથે આશ્રમના સાધ્વી સારથીદાસ માતાજીના આશિષ પ્રાપ્ત કર્યા તેમજ મનફરા ગામે લીમડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ચૂંટણી પ્રવાસ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતિબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, પાર્ટી આગેવાનો, વિવિધ મંડલના હોદ્દેદાર સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang