• શનિવાર, 04 મે, 2024

ત્રીજા તબક્કા માટે 1351 ઉમેદવાર મેદાનમાં

નવી દિલ્હી, તા. 24 : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સાતમી મેના  મતદાન કરવામાં આવશે. જેમાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની 95 બેઠક સામેલ છે. 95 બેઠક માટે 1351 ઉમેદવાર મેદાનમાં છે.ચૂંટણી પંચે કહ્યું છે કે ત્રીજા તબક્કામાં મધ્યપ્રદેશની બૈતુલ સીટ પણ સામેલ છે. બેઠક ઉપર બીજા તબક્કામાં મતદાન થવાનું હતું. જો કે બસપાના ઉમેદવારનાં નિધન બાદ મતદાન સ્થગિત કરીને ત્રીજા તબક્કામાં ગોઠવવામા આવ્યું હતું. દરમિયાન ગુજરાતની સુરત સીટથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ પહેલાથી બિનહરીફ ઘોષિત કરવામાં આવ્યા છે.  ચૂંટણી પંચ મુજબ ઉમેદવારોનાં નામ પરત ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ હતી. બૈતુલ સહિત 95 સીટ માટે 2963 ઉમેદવારી નોંધાઈ હતી. જેમાંથી તપાસ દરમિયાન 1563 ઉમેદવારી યોગ્ય બની હતી. ચૂંટણી પંચ મુજબ ત્રીજા તબક્કામાં સૌથી ધવારે 658 ઉમેદવાર ગુજરાતથી 26 સીટ માટે છે. બીજા સ્થાન ઉપર મહારાષ્ટ્ર છે. જેમાં 11 સીટ માટે 519 ઉમેદવાર નસીબ અજમાવી રહ્યા છે.  મહારાષ્ટ્રની ઉસ્માનાબાદ  માટે સૌથી વધારે 77 ઉમેદવારી પત્ર દાખલ થયા છે. છત્તીસગઢની બિલાસપુર બેઠક ઉમેદવારી મામલે બીજા ક્રમે છે. વખતે દેશભરમાં 543 લોકસભા બેઠક માટે સાત તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. મતની ગણતરી 4 જૂનના રોજ કરવામાં આવશે. 19 એપ્રિલના રોજ પહેલા તબક્કા માટે મતદાન થઈ ચૂક્યું છે. 26 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન છે જ્યારે ત્રીજા તબક્કા માટે સાતમી મેના રોજ મતદાન થશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang