• શનિવાર, 04 મે, 2024

કોંગ્રેસ વારસા પર પણ વેરા લાદશે : મોદી

રાયપુર, તા. 24 : લોકસભા ચૂંટણી પૂર્વે દેશના વિવિધ રાજ્યોમાં ઘૂમી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો વધુને વધુ આક્રમક બનતા જઈ રહ્યા છે. છત્તીસગઢ પ્રવાસે પહોંચેલા વડાપ્રધાને બુધવારે અંબિકાપુરમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ કહે છે કે, તે લોકોને માતા-પિતા તરફથી મળનાર વારસા પર પણ વેરા લગાવશે. આપ જાતમહેનતથી જે સંપત્તિ ઊભી કરશો તે આપના બાળકોને નહીં મળે. તે પણ કોંગ્રેસનો પંજો છીનવી લેશે, તેવું મોદીએ કહ્યું હતું. કોંગ્રેસના કૌભાંડીઓ સામે જે રીતે કાર્યવાહી થઈ રહી છે તે સમગ્ર દેશ જોઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે હું વિકસિત ભારત કહું છું ત્યારે કોંગ્રેસના લોકો અને વિશ્વની કેટલીક શક્તિઓના માથાં ગરમ થઈ જાય છે તેવા પ્રહારો તેમણે કર્યા હતા.  જો ભારત શક્તિશાળી બની ગયું તો થોડી તાકાતોની રમત બગડી જશે. ભારત આત્મનિર્ભર બની જશે તો થોડી તાકાતોની દુકાન બંધ થઈ જશે. એટલે તેઓ ભારતમાં કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનની નબળી સરકાર ઇચ્છે છે. કોંગ્રેસનો ઈતિહાસ સત્તાની લાલચમાં દેશને બરબાદ કરવાનો રહ્યો છે.  મોદીએ કહ્યું કે જ્યારે 2014માં ભાજપે મને પોતાનો ઉમેદવાર બનાવ્યો ત્યારે તમે  અંબિકાપુરમાં લાલ કિલ્લો બનાવ્યો હતો. દરમિયાન કોંગ્રેસના સમગ્ર જૂથે મારા પર હુમલો કર્યો હતો. તમારા આશીર્વાદથી મોદી લાલ કિલ્લા પર પહોંચ્યા અને દેશને સંદેશો આપ્યો. આજે સુરગુજા ફરી આશીર્વાદ આપી રહ્યા છે. જ્યારે હું વિકસિત ભારત કહું છું ત્યારે કોંગ્રેસ અને વિશ્વની કેટલીક શક્તિઓ ચિંતિત થઈ જાય છે. જો ભારત શક્તિશાળી બનશે તો કેટલીક તાકાતોની રમત બગડી જશે. જો ભારત આત્મનિર્ભર બનશે તો કેટલીક તાકાતોની દુકાનો બંધ થઈ જશે. એટલા માટે તેઓ ભારતમાં કોંગ્રેસ અને ઈંડિયા ગઠબંધન નબળી સરકાર ઈચ્છે છે. તેમણે કહ્યું કે સત્તાના લોભમાં કોંગ્રેસ દેશને બરબાદ કરવામાં લાગેલી છે. દેશમાં આતંકવાદ ફેલાવવાનું કારણ શું હતું? કયા કારણોસર દેશમાં નક્સલવાદ વધ્યો. કોંગ્રેસનું કુશાસન અને બેદરકારી દેશ બરબાદ થવાનું કારણ છે. આજે ભાજપ નક્સલવાદ અને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરી રહ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang