• સોમવાર, 20 જાન્યુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : ચંચળબેન ખંડોલ (ફતેહગઢવાળા) તે સ્વ. રવિલાલ ધરમશી ખંડોલના પત્ની, જયશ્રીબેન, તુષાર, બિનલના માતા, શિલ્પાબેન, કિશોરભાઇ સી. મોરબિયા, હિતેષકુમાર કે. મોરબિયાના સાસુ, જવેરબેન ગોવિંદજી ખંડોલ, સ્વ. શાંતાબેન ચમનલાલ ખંડોલના દેરાણી, સ્વ. દિવાળીબેન, સ્વ. કમળાબેન, સ્વ. મણિબેનના ભાભી, જિનાંશના દાદી, ધ્રુતિ, મૈત્રી, નીશી, ચૈત્ય, ભવ્યાના નાની, સ્વ. મલુકચંદ જીવરાજ મહેતા (ડાલડીવાળા)ના પુત્રી, રતિલાલ, હરિલાલ, ચૂનીલાલ, સ્વ. કમળાબેન, તારાબેનના બહેન, નવીનચંદ્ર, સ્વ. રમેશભાઇ, રસિકલાલ, ચંદુલાલ, ધીરજલાલ, ચેતનકુમાર, નીલાવંતીબેન, કંચનબેન, વસંતબેન, વિમળાબેન, ઇન્દુબેન, મમતાબેનના કાકી તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ભુજ : ઇન્દુબેન દામજી ઠક્કર (નિવૃત્ત શિક્ષિકા) (ઉ.વ. 87) તે દિલીપ લીલાધર ઠક્કર (કોર્ટ) તથા જ્યોતિકા ભરત ઠક્કર (નિવૃત્ત શિક્ષિકા)ના માતા, નીતા દિલીપ ઠક્કરના સાસુ, અંકિત દિલીપ ઠક્કર (અંકિતસર)ના દાદી, મેઘા અંકિત ઠક્કર (ક્રિષ્ના એન્જિનીયર)ના દાદીસાસુ, રાઘવ ભરત ઠક્કર તથા હિરલ હર્ષકુમાર ઠક્કરના નાની, સ્વ. લીલાવંતીબેન (બબીમાસી) ભગવાનદાસ ઠક્કર, સ્વ. ડાહીબાઇ પુરસોત્તમ કોટક, સ્વ. ગૌવરીશંકર દામજી ઠક્કર (નાગપુર)ના બહેન, ઠા. શ્રદ્ધા રાઘવના નાનીસાસુ, આરવના પરદાદી, મનનના પરનાની તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-1-2025ના સોમવારે સાંજે 5થી 6 નાનજી સુંદરજી ભીવંડીવાળા લોહાણા મહાજનવાડી ઉપરના હોલમાં, વી.ડી. હાઇ. પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ માંડવીના લક્ષ્મીબા ખાનજી પરમાર (ઉ.વ. 70) તે સ્વ. ખાનજી દાદુજી પરમારના પત્ની, સ્વ. શામજી વિસરામજી સિંધલ (નલિયા)ના પુત્રી, સ્વ. હરજી, દયારામજી, જીવરામજી, સ્વ. વિરમજી, સ્વ. જેઠાલાલના બહેન, નરેન્દ્રસિંહ, ભરતસિંહ, શૈલેન્દ્રસિંહ, જનકબા પ્રવીણસિંહ રાઠોડ (ભુજ), કલ્પનાબા મહેન્દ્રસિંહ ડાભી (માંડવી)ના માતા, સ્વ. ધનજીભા, હમીરજી, સ્વ. આમરજી, સ્વ. મનજી વેલજી, સ્વ. વિરમજી વેલજી, સ્વ. મોંઘીબા વાઘજી સોલંકી, સ્વ. કેશાબા વિરમજી જાડેજા, સ્વ. મણિબા ભગવાનજી ચાવડા (ધુણઇ), જામબા અરજણજી ચાવડા (ધુણઇ), લીલાબા મુરજીભા ચાવડા (ખોંભડી)ના મોટા ભાભી, દીપસિંહ, અમનસિંહ, મોહિતસિંહ, કાજલબા, રિદ્ધિબાના દાદી તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-1-2025ના સોમવારે સાંજે 4થી 5 પડદાભીટ્ટ હનુમાન મંદિર, ભુજ ખાતે.

ભુજ : ખત્રી નૂરબાનુ મોહંમદ (બારાવાલા) (શિલ્પગુરુ એવોર્ડ વિનર) (ઉ.વ. 65) તે મોહંમદ અલીમામદ સોનેજી (ઉર્ફે અધાભા)ના પત્ની, ઇબ્રાહીમ અને ઈસ્માઈલના ભાભી, ઝુનેદ અને સલમાનના માતા તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-1- 2025ના મંગળવારે સવારે 11થી 12 મુસ્તુફા જમતખાના, ભુજ ખાતે.

ભુજ : પાવરાઈ ભાટિયા ગં.સ્વ. મંજુલાબેન (મંજુ) (ઉ.વ. 65) તે સ્વ. પ્રફુલ્લકુમારના પત્ની, સ્વ. ગુણીબેન હરિદાસ કલવાણીના પુત્રવધૂ, સ્વ. ચંપાબેન લક્ષ્મીદાસ આશરના પુત્રી, મુકુંદ, વિપુલના માતા, મનાલી, કાજલના સાસુ, કાવ્ય, ગહેનાના દાદી, સ્વ. ભગવાનદાસભાઈના ભાભી, સ્વ. લક્ષ્મીબેનના દેરાણી, હિરેન, ભરત, નીલેશ, કિશોર, ગં.સ્વ. શીલા જ્યોતિન સંપટ, નીતા હિતેશ સ્વાલી (મુંદરા), પ્રતિમા હિતેશ પાલેજા (સાંગલી)ના ભાભી, ભાવના, કામિની, સુલક્ષણા, રાખીના જેઠાણી, સ્વ. પ્રતાપ (સાંગલી), મહેન્દ્ર, (સાંગલી), સ્વ. બબાંબેન જેઠાલાલ પાલેજા (સાંગલી), માલતીબેન ખટાઉભાઈ કાનાણી (મુંબઈ), પન્નાબેન કૃષ્ણકાંત ભાટિયા, હેમા  જયેન્દ્રભાઈ સંપટ (મુંબઈ)ના બહેન, ગં.સ્વ. પ્રભાબેન, લતાબેનના નણંદ તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-1-2025ના મંગળવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : મૂળ અમદાવાદના કુરેશી સિરુજુદ્દીન (રાશીદ) (ઉ.વ. 31) તે અસલમભાઇ (બૂટ-ચપ્પલવાળા)ના પુત્ર, રાજાભાઇ, સલમાન, મ. અરબાઝના ભાઇ, કુરેશી રઇશભાઇ (અમદાવાદ-વટવા)ના જમાઇ તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-1-2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાને એડવોકેટ લોઢિયાના ઘરની સામે, કેમ્પ એરિયા ખાતે.

અંજાર : કુંભાર સલીમ (ઉ.વ. 48) તે મ. હાજી ઇસ્માઇલના પુત્ર, અયુબ, દાઉદ, યાકુબ, મામદ, અભુભખર, અબ્દુલ, શબ્બીરના ભાઇ, ઇમ્તિયાઝ, સહેઝાદના પિતા તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-1-2025ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મદીનાનગર-2, અંજાર ખાતે.

અંજાર : ધીરજલાલ અમૃતલાલ વાઘેલા (ઉ.વ. 70) તે સ્વ. લીલાવંતીબેન અમૃતલાલ વાઘેલાના પુત્ર, સ્વ. કસ્તૂરબેન છગનલાલ ડાભીના જમાઇ, કનુભાઇ ડાભીના બનેવી, પ્રવીણાબેનના પતિ, રાજેશ તથા પૂજાના પિતા, ઊર્મિ રાજેશ વાઘેલા તથા બિરેન જેઠવા (ભાણવડ)ના સસરા, જયશ્રીબેન, રજનીકાંત, ગીતાબેન, રેખાબેનના મોટા ભાઇ, રાજેન્દ્રભાઇ નાગર (ધ્રાંગધ્રા), રાજેશભાઇ ગોહિલ (સુરેન્દ્રનગર)ના સાળા, ઇન્દિરાબેનના જેઠ, વિશાલ તથા વૈશાલીના મોટાબાપા, વિનીતકુમાર દુતિયા, ભાવિશા વિશાલ વાઘેલાના મોટા સસરા, ભવ્ય, નિત્યરાજના નાના તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-1-2025ના સાંજે 4થી 5 અંકલેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રી મંદિર રોડ, એકતાનગર પાછળ, અંજાર ખાતે.

અંજાર : શેખ ખતુબેન અલીમામદ (ઉ.વ. 80) તે મુસ્તાક, શકુરના માતા, શેખ મામદ અબ્દુલા (રિટાયર્ડ નગરપાલિકા)ના મોટા ભાભી, જાવેદ, આશીફ, સલમાન, ફૈઝલના દાદી, મ. શિકારી જાવેદના સાસુ, જુણેજા ઇરફાનના દાદીસાસુ, આલિયા, અનાયાના નાની તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-1-2025ના મંગળવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન જીમખાના પાસે, શેખ ફળિયા, અંજાર ખાતે.

માંડવી : મૂળ ચંદિયા (તા. અંજાર)ના મહેતા ધીરજલાલ મણિલાલ કરમચંદ (ઉ.વ. 70) તે મીરાંબેનના પતિ, જયકુમાર (હોમગાર્ડ)ના પિતા, સ્વ. ગુલાબબેન મણિલાલ મહેતાના પુત્ર, સ્વ. હિંમતલાલ ભાનજી મહેતા, સ્વ. મધુબેન હિંમતલાલ મહેતા, સુધાબેન ભુજંગીભાઇ મહેતા (માનકૂવાવાળા)ના જમાઇ, કિશોરભાઇ, વિજયભાઇ, સ્વ. રંજનબેન દિનેશભાઇ શાહ, સ્વ. કિશોરભાઇ, જીતુભાઇ, પરેશભાઇ, વિરલભાઇ, ભાવનાબેન, પ્રજ્ઞાબેન, સ્વ. ડિમ્પલબેન, ડોલીબેન, સ્વ. જાગૃતિ, રૂપાબેન, સોનાબેન, રીટાબેન, ગીતાબેન, નિમાબેનના ભાઇ, રંજનબેન અને અનુપમાબેનના જેઠ, ઝીલ અને હેમના કાકા, હીરલબેન ઝીલ મહેતાના કાકા સસરા, સ્વ. વસંતબેન મણિલાલ શાહ, સ્વ. કમલાબેન શાંતિલાલ સંઘવી, સ્વ. દમયંતીબેન ચમનલાલ દોશી, સ્વ. પ્રેમચંદ જીવરાજ શેઠ, સ્વ. મણિલાલ જીવરાજ શેઠના ભાણેજ, સ્વ. માણેકબેન જીવરાજ શેઠના દોહિત્ર, સ્વ. હર્ષદભાઇ, સુભાષભાઇ, મહેન્દ્રભાઇ, સ્વ. અશોકભાઇ, દીપેશ ભુજંગીભાઇ મહેતા, જિજ્ઞાસા આનંદકુમાર ઠક્કર, કૃપાલીના બનેવી તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.)

માંડવી : બુદ્ધિબેન આહીર (ઉ.વ. 92) તે સ્વ. વિસાભાઇ ગાંગા આહીર (કોટડા-થરાવડા)ના પત્ની, શિવજીભાઇ આહીર (સેન્ટ્રલ બેંક), અમરસિંહ આહીર, લક્ષ્મીબેન રવજી આહીર (માંડવી), વિરમબેન વિરમ આહીર (જૂની ધામાય), રાજુબેન ગોપાલ આહીર (આદિપુર), મંજુલાબેન પૂંજાલાલ આહીર (ભચાઉ)ના માતા, હરિયાલીબેન, લક્ષ્મીબેનના સાસુ, પ્રીતિ રણછોડ આહીર (માધાપર), પ્રિયા જિજ્ઞેશ આહીર (અમેરિકા), કિશન, મિહિતના દાદી, હેનિલ, રુદ્ર, પ્રિશ, પ્રત્યુશના પરદાદી તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-1-2025થી 22-1-2025 સુધી નિવાસસ્થાન ગોધરાઇ ફળિયું, વોહરા કન્ટ્રોલવાળી શેરી, માંડવી ખાતે.

મુંદરા : વિજયભાઈ ખોડા મકવાણા તે સ્વ. ખોડાભાઈ રામજીભાઈ મકવાણા તથા મંગલાબેનના પુત્ર, ભાવનાબેનના પતિ, હેંશિ તથા શિવકુમાર મકવાણાના પિતા, રાજેશભાઈ દામજીભાઈ વાઘેલાના બનેવી, અશોક ચમન ચૌહાણના સાળા તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 20-1-2025ના સાંજે 5થી 6 નિવાસસ્થાને મહેશનગર, છઠ્ઠી લાઇનમાં, મુંદરા ખાતે.

નખત્રાણા : લુહાર અમીનાબાઈ સુલેમાન (ઉ.વ. 54) તે લુહાર સુલેમાન હાજીમામદના પત્ની, લુહાર રમજાન (નેત્રા), લુહાર કાસમ (ભુજ)ના ભાભી, લુહાર અયુબ સિધિક, મામદ, સલીમના બહેન, લુહાર અસલમ સુલેમાન તથા અબ્દુર્રઝાકના માતા, લુહાર શફીક (અંજાર)ના સાસુ તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-1-2025ના મંગળવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન સુરલભિટ્ટ, નખત્રાણા ખાતે.

કેરા (તા. ભુજ) : કાનજી જેસા જોગી (સંગાર) (ભુવાજી) (ઉ.વ. 75) તે બાલુ કાનજી, મંજુલાબેન, રસીલાબેનના પિતા, સ્વ. પેશા પબ્બાના પુત્ર, મૂળજી જેસા, પ્રેમજી જેસા, સ્વ. લખુ મમુ, સ્વ. વાઘજી મમુ, સ્વ. શામજી મમુ, મોંઘીબેન, રંજનબેનના ભાઈ, હમીરભાઈ ભટ્ટી (ખેડોઈ)ના જમાઈ, સ્વ. જેન્તી દામજી (બિદડા), દામજી નારણ (કારાઘોઘા)ના સસરા, મોહન, રવિલાલ, લાલજી, હીરજી, મનજીના કાકા, કિશન, ધનલક્ષ્મી, પ્રીતિના દાદા તા. 16-1-2025ના અવસાન પામ્યા છે ધાર્મિકવિધિ તા. 27-1-2025ના સોમવારે જડેશ્વર મહાદેવની બાજુમાં, જોગીવાસ, કેરા ખાતે.

કુકમા (તા. ભુજ) : ચૌહાણ માલાબેન (ઉ.વ. 63) તે સ્વ. નથુભાઇ ગોવિંદભાઇ ચૌહાણના પત્ની, મીરાંબેન, મણિબેન, અશોકભાઇ, ભરતભાઇના માતા, ખીમીબેન, ભાવનાબેન, મણિબેન, ખેતશીભાઇ, લાલાભાઇના સાસુ, દીપકભાઇ, ભાનુબેનના મોટીમા, સરસ્વતી, જીનલ, ખુશ્બૂ, હેતલ, નાયકના દાદી, મોહન, જિજ્ઞા, પ્રિન્સીના નાની, શાંતાબેન, ભચીબેન, નારણભાઇ, જસવંતભાઇના ભાભી, લક્ષ્મીબેનના જેઠાણી, નાનીબેનના બહેન તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. તા. 21-1-2025ના આગરી અને ધાર્મિકક્રિયા તા. 22-1-2025ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાને.

ગળપાદર (તા. ગાંધીધામ) : મહેશભાઈ મનસુખભાઈ મકવાણા (ઉ.વ. 50) તે સ્વ. મનસુખભાઈ કારાભાઈ તથા મંજુલાબેનના પુત્ર, અરાવિંદભાઈના નાના ભાઈ, જાનકીબેનના પતિ, દીપના પિતા તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-1-2025ના સોમવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન, મકાન નં. 146, વર્ધમાન નગર, ગળપાદર, ગાંધીધામ ખાતે.

પ્રાગપર (તા. મુંદરા) : મૂળ સમાઘોઘાના સમા રવુભા મુરુભા (ઉ.વ. 69) તે જેમલજી, સ્વ. ભોજરાજજી, રામબા, જામબાના મોટા ભાઇ, રણજિતસિંહ, પામબા, ધીરજબા, ઉલ્લાસબા, કૈલાસબા, ક્રિષ્નાબાના પિતા, શિવુભા, ભરતસિંહ, ધર્મેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, નવલસિંહના મોટાબાપુ, રાઠોડ સ્વ. ગેલુભા ડોસાજીના જમાઇ, રણજિતસિંહ, મનુભા, જીતુભા, રઘુવીરસિંહ, જયુભાના સસરા, અક્ષરાજસિંહ, શક્તિસિંહ, જયદેવસિંહ, જયરાજસિંહ, રાજવીરસિંહ, જયપાલસિંહ, હર્ષદીપસિંહ, ધીરેન્દ્રસિંહના દાદાબાપુ તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 21-1-2025ના મંગળવારે બપોરે 3થી 6 મડદપીર શેરી, પ્રાગપર-1 ખાતે.

સુખપર (તા. મુંદરા)?: સમેજા સાલેમામદ ઈલિયાસ (ઉ.વ. 76) તે રહીમના પિતા તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ જિયારત તા. 21-1-2025ના સવારે 9થી 10 નગીના મસ્જિદ પાછળ, વાડી વિસ્તાર, સુખપર (તા. મુંદરા) મધ્યે.

આણંદપર-યક્ષ (તા. નખત્રાણા) : શાન્તાબેન મણિલાલ (ઉ.વ. 67) તે મણિલાલ (મેઠુભાઇ)ના પત્ની, સ્વ. કીર્તિકુમાર, પ્રેમિલાબેન (રાયપુર), ઉર્મિલાબેન (રાયપુર), વિનોદના માતા, સ્વ. લધા કરશન ધોળુ (સાંયરા-યક્ષ)ના પુત્રી તા. 18-1-2025ના બાલાઘાટ (એમ.પી.) મધ્યે અવસાન પામ્યા છે. બેસણું તા. 21-1-2025ના મંગળવારે સવારે 8.30થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, આણંદપર (યક્ષ) ખાતે.

ભાચુંડા (તા. અબડાસા) : કૌશલ્યાબેન (ઉ.વ. 18) તે સ્વ. ગોપાલ કરશન ભરાડિયા તથા જુમાબેનના પુત્રી, નાનજી, નરશી, રમેશ, વનિતા, સવિતા, રેખા, હિના, વર્ષાના બહેન, ગોવિંદ કરશન, શિવજી કરશન ભરાડિયાના ભત્રીજી, લધા ભીમા ભરાડિયાના પૌત્રી, સ્વ. ડાયા ગાભા બુઢા (પીપર) તથા માવજી દેવશી બુઢા (પીપર)ના દોહિત્રી તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ભાચુંડા?ખાતે.

જખૌ (તા. અબડાસા) : અબડા જામ જખરાજી નારાણજી (ઉ.વ. 96) તે જાલુભા, હરિસંગજી, અમરતબાના પિતા, સ્વ. દેવાજી, સ્વ. ભાઇજી, સ્વ. તેજમાલજી, સ્વ. રામસંગજીના ભાઇ, દિલુભા, દશરથસિંહ, દલપતસિંહ, રઘુવીરસિંહ, દૈવતસિંહના દાદા, હકુમતસિંહ રાણસિંહ સોઢા (ખાનાય)ના સસરા, હિંમતસિંહ, ગુલાબબા, જશુબાના નાના તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-1-2025ના મંગળવારે અબડા ભાયાત વાડી ખાતે.

નારાયણ સરોવર (તા. લખપત) : પુષ્કર્ણા બ્રાહ્મણ ધર્મેન્દ્ર ભગવાનદાસ પણિયા (જોષી) (ઉ.વ. 43) તે લક્ષ્મીબેન જમનાદાસના પૌત્ર, સ્વ. મધુબેન ભગવાનદાસના પુત્ર, નલિનીબેન અજયભાઇ પંડયા, સંજયના ભાઇ, વૈશાલીબેનના દિયર, યેશા, વિશ્વાના મામા, સ્વ. નર્મદાબેન જેઠાલાલ હર્ષ (અંજાર)ના દોહિત્ર તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-1-2025ના બપોરે 3થી 4 નિવાસસ્થાને.

રાજકોટ?: નવીનભાઇ કનૈયાલાલ કારિયા (ઉ.વ. 65) તે કનૈયાલાલ ઝવેરચંદભાઈ કારિયા (મોરબી નિવાસી ન્યૂ આર્ય પાનવાળા)ના પુત્ર, સતીષભાઇ, મુકેશભાઇ, કપિલાબેન, જ્યોત્સનાબેનના ભાઇ, સાગર અને રીચાના પિતા, જેઠાલાલ માણેકલાલ પૂજારાના જમાઇ, રાજુભાઇના બનેવી તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-1-2025ના સાંજે 4થી 5 ઓમકારેશ્વર મહાદેવ મંદિર, શ્રીજી પાર્ક શેરી નં. 2, પતાશા હોટેલની સામે, બાપા સીતારામ ચોકથી આગળ, રૈયા રોડ, રાજકોટ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd