• સોમવાર, 20 જાન્યુઆરી, 2025

સુગેરમાં યુવકે ખેરનાં ઝાડ પર રબરના પટ્ટાથી ગળેફાંસો ખાધો

ભુજ, તા. 19 : આજે લખપત તાલુકાના સુગેરમાં 21 વર્ષના યુવક ઈકબાલ નાથા રાયમાએ અને ગઈકાલે અબડાસા તાલુકાનાં ભાચુંડામાં 18 વર્ષીય યુવતી કૌશલ્યા ગોપાલભાઈ ભરાડિયાએ ગળેફાંસા ખાઈ જીવ દઈ દીધો હતો. લખપત તાલુકાના સુગેર ગામે રહેતો 21 વર્ષીય યુવક ઈકબાલ નાથા રાયમાએ કોઈ અગમ્ય કારણોસર આજે સવારે 10 વાગ્યા પહેલાં સુગેરની ઉત્તર બાજુ સીમમાં ખેરનાં ઝાડની ડાળમાં રબરના પટ્ટાથી ગળેફાંસો ખાઈ લીધો હતો. તેને સારવાર અર્થે દયાપર સીએચસીમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. દયાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ અબડાસા તાલુકાના ભાચુંડામાં 18 વર્ષીય યુવતી કૌશલ્યા ગોપાલભાઈ ભરાડિયાએ કોઈ અગમ્ય કારોણસર ગઈકાલે સવારે પોતાના ઘરે રૂમની આડી ઉપર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. સારવાર અર્થે નલિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. કોઠારા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd