ગાંધીધામ, તા. 19 : રાપરના નૂતન ત્રંબૌ ખાતે આવેલી રાષ્ટ્રીયકૃત
બેન્કમાં જઇ મેનેજરને છરી બતાવી ધાકધમકી કરાતાં બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ
નોંધાઇ હતી. નૂતન ત્રંબૌ ખાતે આવેલી એસબીઆઇ બેન્કમાં ગત તા. 13/1ના સાંજના ભાગે આ બનાવ
બન્યો હતો. બેન્કના મેનેજર એવા ફરિયાદી અને અન્ય કર્મચારીઓ બેન્કના ખાતેદારોનો સમય પૂર્ણ થતાં ઓફિસનું કામ કરી રહ્યા
હતા, જ્યારે આરોપી ભરત કેસા કોળી અને હરેશ ગાંગજી ડોડિયા ત્યાં આવી પટાવાળાને ફોન પે
ચાલુ કરાવવાની માંગ કરી હતી, જેથી સમય પૂર્ણ
થયો છે, તા. 15/1ના આવજો તેવું કહેતાં આ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા. દરમ્યાન ફરિયાદી ત્યાં
જતાં આ શખ્સોએ તેમની સાથે ઝપાઝપી કરી છરી કાઢી ધમકી આપી તેમની ફરજમાં રૂકાવટ કરી હતી.
બનાવ અંગે ગઇકાલે રાત્રે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.