ભુજ, તા. 19 : આદિપુરની છાત્રા પ્રાચી કરણ પરમારે ભારતના હવામાન
વિભાગની 150મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આયોજિત નેશનલ મેટિઓરોલોજિકલ ઓલિમ્પિયાડમાં
ઉત્કૃષ્ટ દેખાવ કરી ગુજરાતમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. પ્રાચીને ડો. મૃત્યુંજય મહામાત્રના
હસ્તે સ્મૃતિચિહ્ન એનાયત કરાયું હતું. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલી આઈએમડીની
150મી વર્ષગાંઠ ઉજવણીની વિશાળ ઈવેન્ટમાં હાજરી આપવા પ્રાચીને આમંત્રણ મળ્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, એન્ડ્રિયા સેલેસ્ટ સાઓલો અને ડો. જિતેન્દ્રસિંહ
સહિત હાજર રહ્યા હતા.