• સોમવાર, 20 જાન્યુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : સથવારા રમેશ બાબુભાઇ (ઉ.વ. 48)  તે રમણીક, વિનોદ અને દાસના ભાઇ, માયા, પારૂબેન, મનોજ, લાલાભાઇ તથા વિજયભાઇના પિતા તા. 16-1-2025ના અવસાન પામ્યા છે.

ભુજ : મૂળ રાજકોટ (રાજપરા)ના પ્રાણલાલ શિંગાળા (ઠક્કર) (ઉ.વ. 85) તે સ્વ. દયાબેન અમૃતલાલ શિંગાળા (ઠક્કર)ના પુત્ર, સ્વ. જીવાબેન ખીમજીભાઇના જમાઇ, સ્વ. હીરાબેનના પતિ, મધુભાઇના ભાઇ, નરેન્દ્રભાઇના કાકા, છાયાબેન નટવરલાલ વસાણી (સુરત), રાજેશભાઇ પ્રાણલાલ શિંગાળા, શીલાબેન સુરેશભાઇ મુલચંદાણીના પિતા, પારૂલબેન રાજેશભાઇના સસરા, પાયલબેનના મોટા બાપા, હરીશભાઇના મોટા સસરા, જીનલ, જય, નિધિના દાદા, ભાવિનભાઇ, પ્રિતમભાઇના દાદા સસરા, દીપાલી નિગમ ઠક્કર, હરીશ સુરેશભાઇ મુલચંદાણી, નિધિ નટવરલાલ વસાણી, ગૌરવ નટવરલાલ વસાણીના નાના, એલસીબેન હરીશ મુલચંદાણીના નાના સસરા તા. 16-1-2025ના સુરત ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-1-2025ના સોમવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિરે ભુજ ખાતે.

ભુજ :  ગં.સ્વ. મંજુલાબેન તે સ્વ. પ્રફુલ્લ ભાટિયાના પત્ની, સ્વ. લક્ષ્મીદાસ દેવજી આશર?(લખુશેઠ-નિરોણા)ના પુત્રી, મુકુન્દ, વિપુલના માતા, મનાલી, કાજલના સાસુ, કાવ્ય, ગહેનાના દાદી, હિરેન, ભરત, કિશોર અને નીલેશના ભાભી તા. 18/1/2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 19/1/2025ના રવિવારે સવારે 9.30 કલાકે નિવાસસ્થાન, 10, વર્ધમાનનગર, જયનગરથી નીકળી ખારી નદી સ્મશાનગૃહ જશે.

ભુજ : મૂળ વિંઝાણના ઠક્કર દિનેશભાઇ મથુરાદાસ સોમૈયા (ઉ.વ. 80) તે નિર્મળાબેનના પતિ,  શૈલેશ, નિલીમાના પિતા, વૈસવા તથા વ્યોમના દાદા, ગોપાલભાઈ મથુરાદાસ સોમૈયા, કમલાબેન નારાણજી કોઠારી, સેનતારાબેન રમણભાઈ પઈ, પુષ્પાબેન ભૂપેન્દ્રભાઈ ઠક્કર, લક્ષ્મીબેન દયારામ ઠક્કરના ભાઈ,  જિજ્ઞાબેનના સસરા, વકીલ વેલજી ગોપાલજી  મહીંધર (બિટ્ટા-નલિયા)ના જમાઈ, કિશોરભાઈ (શિગાર સ્ટુડિયો-નલિયા), અરાવિંદભાઈ (લક્ષ્મી આઈસક્રીમ-નલિયા)ના બનેવી, દિનેશભાઇ મૂલજીભાઈ અને પ્રફુલ્લભાઇ મૂલજીભાઈના ફુવા તા. 17-1-2025ના અવસાન પામ્યા છે.  બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-1-2025ના સાંજે 4થી 5 શેઠ નાનજી સુંદરજી સેજપાલ નવી લોહાણા મહાજનવાડી વી.ડી. હાઈસ્કૂલની બાજુમાં ભુજ ખાતે.

ભુજ : મૂળ ભદ્રેશ્વર બાબુલાલ બારોટ (નિવૃત્ત જી.ઇ.બી.) (ઉ.વ. 73) તે સ્વ. વીરબાઈ તથા સ્વ. દેવજીભાઈના પુત્ર, જયાબેનના પતિ, સ્વ. નથુભાઈ દેવજીભાઈ ચોબારીના જમાઈ, નર્મદાબેન, ગં.સ્વ. ત્રિવેણીબેનના બનેવી, રાજેશ, ભરત, અશોકના પિતા, ગીતાબેન, પારુલબેન અને હર્ષાબેનના સસરા, ભાવિકા, પ્રિયાંશી અને આશિષના દાદા, સ્વ. કાશીબેન, ગં.સ્વ. જશોદાબેન, સ્વ. કેસરબેન અને ગં.સ્વ. જયાબેનના ભાઇ, મંજુલાબેન, અરાવિંદભાઈ (ગેટકો અંજાર), પ્રવીણભાઈ, રમેશભાઈ, ચંદ્રિકાબેન, ગીતાબેન, કમલેશભાઈ, (પીજીવીસીએલ), રેખાબેન, આશાબેન, દીપકભાઈ, રમેશભાઈ, વિજયભાઈ, વનિતાબેન, નવીનભાઈના મામા તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-1-2025ના સોમવારે  સાંજે 4થી 5, ભાનુશાલી નગર સ્વામિનારાયણ મંદિર બીએપીએસ નિર્મલાસિંહની વાડી ખાતે.

ભુજ : કચ્છ વડનગરા નાગર બ્રાહ્મણ હેમાક્ષીબેન ત્રિલોકભાઇ શુક્લ (ઉ.વ. 72) તે સ્વ. ત્રિલોકભાઈ ઉમેદલાલ શુક્લના પત્ની, હેમાંગ (જી. આઇ.પી.સી.એલ. નાની નરોલી), સૌમિલ (સ્ટેનો નલિયા કોર્ટ)ના માતા, જોલી અને ઇરાના સાસુ, આર્ષ, ખનક અને સ્વરાના દાદી, સ્વ. મંજરીબેન પંડ્યા, દીક્ષિકાબેન વોરા, અનુપમભાઈ (મનુભાઈ) (નિવૃત્ત જી. ઈ.બી.)ના ભાભી, સ્વ. દિવ્યકાંતભાઈ પાઠક, વૃંદાબેન પાઠક, જેન્તીકાબેન પંડ્યાના બહેન તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.20-1-2025ના સોમવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પલેક્સ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

ભુજ : મૂળ કોડાયના ખલીફા સલીમ લતીફ (ઉ.વ. 70) તે ફિરોઝ, રોશમીન, અઝીઝના પિતા, ઓસમાણ ગનીના સસરા, આરીફ, ઇરફાનના નાના, ફરદ્દીન, મુસ્કાનના દાદા તા. 17-1-2025ના અવસાન પામ્યા?છે. વાયેઝ-જિયારત તા. 10-1-2025ના સોમવારે 11 વાગ્યે, જૂની મેન્ટલ હોસ્પિટલની પાછળ, કેમ્પ એરિયા, જનતાનગરી ભુજ ખાતે.

ભુજ : શકીનાબાઇ અકબર ચાકી (ઉ.વ. 63) તે અકબર દાઉદ બાનાણી ચાકીના પત્ની, ઉમર અકબરના માતા, મ. ચાકી હાજી લતીબના પુત્રી, ચાકી ઇસ્માઇલ (ઉર્ફે બાપાડા)ના બહેન, અ. સતાર દાઉદના ભાભી, ચાકી મોહંમદ હુસેન, અલીમોહંમદ, અકબર, ઝુબેર, અલ્તાબના સાસુ, અયાન મોહંમદ હુસેનના નાની, બિલાલ ઉમરના દાદી તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 20-1-2025ના સોમવારે સવારે 10.30થી 11.30 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, ભુજ ખાતે. 

ભુજ/ભીટારા : રાજગોર ગં.સ્વ. હેમલતાબેન મોતા (ઉ.વ. 60) તે સ્વ. મોહનલાલભાઇ (બકલ મારાજ), રામજીભાઇ મોતાના પત્ની, સ્વ. મણિબેન રામજીભાઇ ગોપાલજી મોતાના પુત્રવધૂ, વિવેક, સ્વ. મિત, ધાર્મિક (પીન્ટુ)ના માતા, ગં.સ્વ. ચંચળબેન રતિલાલભાઇ નાકર (મુંગણી-જામનગર), સ્વ. પ્રાણલાલભાઇ, સ્વ. વિઠલદાસભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. છગનભાઇ, ગં.સ્વ. રંજનબેન મનસુખલાલભાઇ પંડયા (રાજકોટ), ચમનભાઇ, સ્વ. જગદીશભાઇના ભાભી, ગં.સ્વ. પ્રભાબેન, ગં.સ્વ. સવિતાબેનના દેરાણી, ગં.સ્વ. સાવિત્રીબેન, જિજ્ઞાબેન, સ્વ. ભાવનાબેનના જેઠાણી, પ્રીતિબેન ભરતભાઇ નાકર (ભુજ),  અલ્પાબેન નરેશભાઇ ખેતિયા (જામખંભાળિયા), ભૂમિકાબેન મહેશભાઇ પંડયા (બાસપા-બનાસકાંઠા), બદ્રીકાબેન રાજેશભાઇ નાકર (સાંયરા-અબડાસા), નિરાલીબેન વિશાલભાઇ જોષી (સુખપર-રોહા), જેલમબેન સંજયભાઇ જોષી (નારાયણ સરોવર), મોશ્મીબેન ચેતનભાઇ શિણાઇ (ભુજ), સંદીપ (પપ્પુ), મયૂર, દર્શન, ઉદય, ચિરાગ, સ્વ. શક્તિ, સ્વ. ભાવિક, રાજ, મહેક, અભયના કાકી, પૂજાબેનના કાકી સાસુ, ગં.સ્વ. ગંગાબેન ચંદુલાલ વેલજી માકાણી (ભીટારા)ના પુત્રી,  રમેશભાઇ (લાયજા), રસિકભાઇ (માંડવી), શાંતિલાલભાઇ (મુંબઇ), ગં.સ્વ. સરસ્વતીબેન જયંતીલાલ મોતા (મસ્કા), દિવ્યાબેન સુરેશભાઇ ભટ્ટ (જામનગર)ના બહેન, જ્યોત્સનાબેન, સરોજબેન, અંજનાબેનના નણંદ તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-1-2025ના સાંજે 4થી 5.30 ત્ર્યંબકેશ્વર રાજગોર સમાજવાડી, સરપટ નાકા બહાર, ભુજ મધ્યે. 

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) હસમુખ પરસોત્તમભાઇ ટાંક (ઉ.વ. 40) તે ચંદ્રિકાબેન પરસોત્તમભાઇના પુત્ર, સ્વ. જીવીબેન નારાણભાઇ મોરારજીના પૌત્ર, હિતેશભાઇ, ઉર્વીબેન તથા જયશ્રીબેન મેહુલભાઇ ચૌહાણ (નાગલપર)ના ભાઇ, મનસુખભાઇ તથા ગં.સ્વ. જયાબેન ધનજીભાઇ ખોડિયારના ભત્રીજા, સ્વ. કાંતાબેન રાઘવજીભાઇ મૂળજીભાઇ ચૌહાણના દોહિત્ર, મુકુંદભાઇ, પ્રવીણાબેનના ભાણેજ તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-1-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી પ્રાર્થના હોલ, અંજાર ખાતે.

માંડવી : ખારવા રોહિતભાઇ ચાંપશી ઝાલા (ઉ.વ. 68) તે સ્વ. ચંદાબેન ચાંપશી ઝાલાના પુત્ર તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ તથા બહેનોની તા. 19-1-2025ના સાંજે 4થી 5 ખારવાની મઢીમાં, માંડવી ખાતે. 

માંડવી : કમલાબેન પારેખ (ઉ.વ. 89) તે સ્વ. મનસુખલાલ મોતીલાલ પારેખના પત્ની, સ્વ. ચૂનીલાલ ઇન્દરજી શાહના પુત્રી, કોકીલા (ભુજોડી), ભૂપેન્દ્ર, સ્વ. નરેન્દ્ર, ચંદ્રીકા (પાટણ), રજનીકાંત (રજુભા) તથા હરેશના માતા, સ્વ. બાબુલાલ (ભુજોડી), કુસુમ, હર્ષા, હિના, પરેશભાઇ (પાટણ) તથા વિભાના સાસુ, સ્વ. તરલાબેન (ભાગ્યવંતી) (ભુજ), સ્વ. દયાબેન (સુરત), જુમખભાઇ (અંજાર), હરીશભાઇ (સાબરમતી), સુશીલાબેન (પાટણ)ના મોટા બહેન, સ્વ. ઇશ્વરલાલ, ધીરજલાલ, સમ્યગરેખાશ્રીજી મ.સા.ના કાકાઇ બહેન, કલ્પેન, અક્ષય, બિંજલ (ભુજ), ફેનીલ, એનીલ, વૃશાંક, ચિરાગના દાદી, રાજવી, કુંજ, નિકેત (ભુજ)ના દાદી, પ્રાર્થીની મ.સા. (સંસાર પક્ષે પૂજા), અંકિત, જ્યોત્સના, હેલી, નિરવ, રાજા (મુંબઇ)ના નાની, તેજસ, દિપેશ (અંજાર), મિલન (સાબરમતી), દર્શન (સાબરમતી) અને ભવ્ય, ભાવિન, આશિષ, મિત્તલ અને મયંકના ફઇ, ધારિણી, ધ્રીશા, દીક્ષિતના મોટા નાની તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-1-2025ના સોમવારે સાંજે 4થી 5 જૈનપુરી એસી હોલ, માંડવી ખાતે. 

માંડવી : બાબુભાઇ ઉકાભાઇ ફોફીંડી (ખારવા) (ઉ.વ. 92) તે સ્વ. રામીબેન ઉકાભાઇના પુત્ર, સ્વ. હંસરાજભાઇ, સ્વ. કાશીબેનના ભાઇ, કમલ, રમેશ, સ્વ. ભરત, ચંદ્રીકાબેન પ્રભુદાસ ચૂડાસમા, કલ્પનાબેન અરવિંદ પરમારના પિતા, કૃપાલ, રુશિક, હેતી, દીપ, બિન્દ્રાના દાદા, હર્ષિલ, જયેશ, સોનલ, મોનિકા, રિદ્ધિ, નિધિ, હર્ષલના નાના તા. 18-1-2025ના અવસાન પામ્યા છે.  પ્રાર્થનાસભા તા. 19-1-2025ના રવિવારે  4થી 5 સત્સંગ આશ્રમ, નાના તળાવ પાસે (ભાઇઓ તથા બહેનોની સાથે) માંડવી ખાતે. 

 મુંદરા : ખોજા ફાતમાબાઇ સદરુદ્દીન (ઉ.વ. 78) તે મ. સદરુદ્દીન રમજાનઅલી ફાઝલના પત્ની, હમીદા શમ્સુદ્દીન અલવાણી (મુંબઇ), નિઝામુદ્દીન (એસ.ટી. કન્ડક્ટર-મુંદરા), મ. રહીમ, અસ્માના માતા, સમીરના નાની તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 19-1-2025ના રવિવારે સાંજે 4થી 5 ખોજા મુસાફરખાના પટેલ ફળિયા મુંદરા તથા જિયારત તે જ દિવસે ખોજા જમાતખાના ખાતે.

નખત્રાણા : નરેન્દ્રભાઇ ત્રંબકલાલ મહેતા (ઉ.વ. 65) તે ચંદનબેન ત્રંબકલાલ લવજીભાઈ મહેતાના પુત્ર, સ્વ. નીતાબેનના પતિ, રીંકેશ, લોકીન (ગાંધીધામ), એકતા મેહુલ ગાંધી (ગાંધીધામ), હેનીના પિતા, સોનલ, કોમલ, મેહુલ (ગાંધીધામ), આગમ (મુંબઈ)ના સસરા, એન્જલ, જિયાશી, પ્રાશિના દાદા, પહલના નાના, ઉર્મિલાબેન નવીનચંદ્ર લવજીભાઈ મહેતાના ભત્રીજા, રાજેશ, કમલેશ,  સ્વ. કલાબેન પ્રવીણચંદ્ર શાહ (ભુજ), જ્યોતિબેન વેલજીભાઈ શાહ (સુખપર),  સુધાબેન રમેશકુમાર મહેતા (મુંબઈ), સાધના ચંદ્રેશ શાહ (ગાંધીધામ)ના મોટા ભાઈ, દીપ્તિબેન, જલ્પાબેન, રૂપલબેનના જેઠ, મનીષ, ગિતેશ, માલતીબેન મહેશભાઈ શાહ (ભુજ), સંગીતાબેન અલ્પેશભાઈ વોરા (અંજાર), રશ્મિબેન વિનિતભાઈ પારેખ (અંજાર)ના કાકાઈ ભાઈ, નેલ્શી રુચિતકુમાર વોરા (ગાંધીધામ), ધ્રુવ, મન, હેત, હેત્વીના મોટા બાપા, અંગીઆ ભુજના શાહ અમૃતલાલ વેલજીભાઈના જમાઈ,  સ્વ. મહેશભાઈ, મુનિ રવિતિલક મ.સા., હરેશભાઈ, જગદીશભાઈ, સ્વ. કેતનભાઈ, વિનુબેન કિશોરભાઈ સંઘવી (મુંબઈ), કુસુમબેન જવાહરલાલ સંઘવી (મુંબઈ), જ્યોત્સનાબેન પ્રવીણભાઈ શાહ (સુમરાસર ), હીનાબેન અશ્વિનભાઈ મહેતા (ભુજ)ના બનેવી તા. 18-1-2025ના અવસાન પામ્યા છે.  બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-1-2025ના રવિવારે બપોરે 3.30થી 4.30 સાંઈ જલારામ મંદિર, આનંદ નગર, નખત્રાણા ખાતે.

રાપર : મૂળ ગાગોદરના શ્રીમાળી સોની (કલોલિયા) વીરુબેન નરભેરામ (ઉ.વ. 90) તે સ્વ. નરભેરામ છગનલાલના પત્ની, માંડલિયા ચત્રભુજ જીવરાજ (ઘાણીથર)ના પુત્રી, સ્વ. અરવિંદ, ભરતભાઇ (રાપર), મંજુબેન (વોંધ)ના માતા, રમીલાબેન, જ્યોત્સનાબેન, પ્રાગજીભાઇ (વોંધ)ના સાસુ, નારાણજી છગનલાલના નાના ભાઇના પત્ની, કાશીબેનના દેરાણી, સુંદરજીના ભાભી, હીરાબેનના જેઠાણી, સ્વ. હરિલાલ, સ્વ. મૂરજીભાઇ (બચુલાલ), સ્વ. દીપક, અરુણા, વર્ષા, ચંદ્રીકાના કાકી, કલોલિયા દર્શનાબેન અશ્વિન, તુલસીબેન સુનિલ, રોહિત, જિતેન્દ્ર, વિનય, પ્રિન્સ, કેન્વીના દાદી, રીટાબેન, માલતીબેન, મેહુલના નાની, માંડલિયા ખીમજીભાઇ ચત્રભુજ (પાટણ), કલોલિયા સરસ્વતીબેન નારાણજી (અંજાર), પાટડિયા પ્રેમુબેન ભગવાનજી (લાખોંદ), સોની કાશીબેન અમૃતલાલ (થરાદ)ના બહેન તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-1-2025ના સોમવારે સાંજે 4થી 5 કલોલિયા વાડી (સોનીવાડી) અયોધ્યાપુરી, રાપર મધ્યે.

કુકમા (તા. ભુજ) : મણિબેન મોહનલાલ અનમ (ઠક્કર) (ઉ.વ. 88) તે ચત્રભુજ ત્રિકમજી ગણાત્રા (લુડવા)ના પુત્રી, સ્વ. મોહનલાલ ઠાકરશી અનમ (વેલજીભાઇ)ના પત્ની,  સ્વ. રમેશભાઇ, અશોકભાઇ, મંજુલાબેન, ઉષાબેનના માતા, ગં.સ્વ. સાવિત્રીબેન, હંસાબેન, રમણીકભાઇ, કાંતિભાઇના સાસુ, વિપુલ, નીતા, કુંતલ, પૂજા, મિલન, પ્રતીકના દાદી, જુલી, પ્રીતિ, મિત્તલ, મયૂરભાઇ, હેમલભાઇ, શાલીનના દાદી સાસુ, જિગર, ખુશ્બૂ, નીરજ, ડેનીશ, જાનકીના નાની, જય, સિયા, દેવવ્રત, આહુતિ, રુચાના પરદાદી તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-1-2025ના સોમવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી કુકમા ખાતે. 

ધાણેટી (તા. ભુજ) : ફુલીબેન જીવાભાઇ બાલાસરા (પટેલ) (ઉ.વ. 91) તે સ્વ. રતાભાઈ તેજાભાઈ બાલાસરા (પટેલ)ના પુત્રવધૂ, જીવાભાઈ રતાભાઈ બાલાસરા (પટેલ)ના પત્ની, ભચુભાઈ રતાભાઈ બાલાસરા (પટેલ)ના ભાભી, સ્વ. રાજીબેન વાલજીભાઈ માતા, ભગુભાઈ જીવાભાઈ બાલાસરા (રામપર વેકરા), મીરાબેન દાનાભાઈ છાંગા, સ્વ. દેવજીભાઈ જીવાભાઈ બાલાસરા (રૂડાભાઈ પટેલ), શામજીભાઈ જીવાભાઈ બાલાસરા (માસ્તર)(યદુનંદન ડેવલોપર્સ માધાપર)ના માતા, સખીબેન, સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. સખીબેન, ભાનુબેનના સાસુ, દેવજીભાઈ ભચુભાઈ બાલાસરાના મોટી મા, સુનિલ, નીતિન, ધ્રુવ, રોહન, મંજુલા, ગોમતી, સગુણા, રામી, રાધા, દિવ્યા, પ્રિયાના દાદી,  રણછોડ, સતીશ, રણછોડ, નંદલાલ, જીવીબેન, રાધા, રીટા, લક્ષ્મી, ગોમતીના નાની તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને, વથાણ ચોક, ધાણેટી ખાતે.

કુનરિયા (તા. ભુજ) : સુમરા મરિયમબાઇ દાઉદ (ઉ.વ. 75) તે અલીમામદ, મૌલાના આદમના માતા, સુમાર ઓસમાણના પુત્રી, ઇસ્માઇલ, મ. અબ્દુલ (અભિ)ના બહેન, મામદ અને મો. આરીફ (અનીશ ક્રીન)ના ફઇ, મામદ હુસેન (બબા), આમદ, જાકબ, મામદ, સલીમ અને દાઉદના માસી, ઇમરાન, નવાઝ, મેરાજ અને સોયબના દાદી, મો. હુસેન અને સદામના નાની તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-1-2025ના રવિવારના સવારે 10થી 11 બાબુલ મદીના મસ્જિદ, કુનરિયા મધ્યે. 

મસ્કા (તા. માંડવી) : સુમરા રૂકિયાબાઇ (ઉ.વ.56) તે મ. સુમરા ઈસ્માઈલ ધુલાના પત્ની, રજાક, ફકિરમામદ અને હાજીના માતા, સુમરા કાસમ ધુલાના ભાભી, સુમરા ગની કાસમ (ઢિંઢ)ના બહેન તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 21-1-2025 મંગળવારે સવારે 10થી 11 મસ્કા મસ્જિદ મધ્યે ભાઈઓ તથા બહેનોની. 

મોટી ભાડઇ (તા. માંડવી) : સોઢા નાથીબા નારાણજી (ઉ.વ. 101) તે સ્વ. નારાણજી વેસલજીના પત્ની, સોઢા હઠભા, અજિતાસિંહ, જોરુભા, કનુભા, પ્રફુલ્લાસિંહના માતા, સોઢા દીલુભા મમુભા (વિંઝાણ)ના ભાભુ, હરદેવાસિંહ દીલુભા (વિંઝાણ)ના મોટા દાદી, જખુભા, રણજિતાસિંહ, ભરતાસિંહના કાકીમા, પાંચુભા, ગમુભા, નવુભા, દશુભા, મહાવીરાસિંહના દાદીમા, દિગ્વિજયાસિંહ, દશરતાસિંહ, સાવજાસિંહ, હિમતાસિંહ, રોહિતાસિંહ, હકુમતાસિંહ, સત્યજિતાસિંહ, કવિરજાસિંહના પરદાદી, મીતરાજાસિંહ, દિવ્યરાજાસિંહ, રાજવીરાસિંહના મોટા દાદી  તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન, મોટી ભાડઇ મધ્યે. 

ધોકડા (તા. માંડવી) : ઝાલા ગમુભા દાનસંગજી (ઉ.વ. 58) તે સ્વ. દિલુભા, નટુભા, ચંદુભાના ભાઇ, પ્રદિપસિંહ, સંજયસિંહના પિતા, કનુભા, જગદીશસિંહ, ધર્મેન્દ્રસિંહ, ગજેન્દ્રસિંહના કાકા, રવિવરાજના મોટા બાપુ તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ખાતે. 

ભુજપુર (તા. મુંદરા) : વેલજીભાઇ (ઉ.વ. 72) (જી.ઇ.બી. રિટાયર્ડ) તે સ્વ. નેણબાઇ હરિભાઇ ઝાલાના પુત્ર, જયશ્રીબેનના પતિ, સ્વ. શામજીભાઇ, સ્વ. જગદીશભાઇ, સ્વ. દમયંતીબેનના ભાઇ, સ્વ. ધર્મિષ્ઠાબેન, સ્વ. મેહુલ, ભાવિનીબેન, તૃષાબેનના પિતા, સ્વ. રતનબેન દામજી ચૌહાણના જમાઇ, સ્વ. મગનભાઇ શામજી પરમારના સાળા, અશોક, મનોજ, ગિરીશ, હિરેન, મયૂર, ગીતાબેનના કાકા, મિતેશ ગજ્જર, મનોજસિંહ ઉડિંયાણ, વિમલ વ્યાસના સસરા, રમેશ ઓધવજી ચૌહાણ, જયંતીલાલ દામજી ચૌહાણ, મુકેશ છોટુભાઇ ચૌહાણના બનેવી,?ઝીલ, યુગ, પૃથ્વીરાજસિંહ, પ્રાંચી, યુવમના નાના તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-1-2025ના 4થી 5 દખણાદી જાડેજા સમાજવાડી, મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભુજપુર ખાતે. 

બેરાજા (તા. મુંદરા) : નામોરી ખીમજી માતંગ તે માલશી ખીમજી માતંગ, જાદવજી ખીમજી માતંગ, મોહન ખીમજી માતંગના ભાઇ તા. 13-1-2025ના અવસાન પામ્યા છે. બારસ - દિયાડો તા. 19-1-2025ના આગરી, તા. 20-1-2025ના પાણી. 

ગેલડા (તા. મુંદરા) : પાંચુભા પથુભા ખોડ (ઉ.વ. 59) તે ટપુભા, જખુભા, સતુભા, પ્રેમસંગ, પામબા, તખુબા (ગંગોણ), રામબા (ખુડા)ના ભાઇ, લાખુભા, નિર્મલસિંહના કાકાઇ ભાઇ, જટુભા મેઘરાજજીના ભત્રીજા, માધુભા ભીમજી, કારૂભા વેલુભા, સ્વ. કરશનજી લધુભાના સાળા, ભરતસિંહ, લક્ષ્મણસિંહ, જયદેવસિંહ, વિશ્વરાજના મોટા બાપુ તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી પાંચ દિવસ નિવાસસ્થાને, ઉત્તરક્રિયા તા. 28-1-2025ના.

લોદ્રાણી (તા. રાપર) : અનોપબા મલુજી વાઘેલા તે અખેરાજ મલુજી વાઘેલા, રઘુભા મલુજી વાઘેલા, પ્રવીણાસિંહ મલુજી વાઘેલાના માતા, કરણાસિંહ નટુભા વાઘેલા તથા કરણાસિંહ ખેતાજી વાઘેલાના કાકી તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 27-1-2025ના સોમવારે લોદ્રાણી નિવાસસ્થાને. 

બિટ્ટા (તા. અબડાસા) : સમા આઇસાબાઇ રમજાન (ઉ.વ. 45) તે અમન, એજાજ, નજમાબાનુ, સાયમાબાનુના માતા, ઇમરાન, સિકંદરના સાસુ તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 21-1-2025ના મંગળવારે સવારે 10 કલાકે બિટ્ટા મુસ્લિમ જમાતખાના મધ્યે. 

લઠેડી (તા. અબડાસા) : જાડેજા અમજીબા (ઉ.વ. 101) તે સ્વ. ઉનળજી લાખિયારજીના પત્ની, સ્વ. જાલુભા, સ્વ. રતનજી, સ્વ. કાનજી, સ્વ. હઠીસંગજીના માતા, સ્વ. વંકાજી સાંગજી, પ્રાગજી, હરિસંગજી, વંકાજી જશાજીના કાકી, જટુભા, દેવાજી, મનુભા, કેશુભા, જીતુભા (સરપંચ), હેમંતસિંહ, વીરમજી, ભાવસંગજી, મહેન્દ્રસિંહ, મનુભા, સિદ્ધરાજસિંહ, બળદેવસિંહના દાદી, હાર્દિકસિંહ, ભગુભા, લાખુભા, મહાવીરસિંહ, મહિપાલસિંહ, રાજદીપસિંહ, દાનવીરસિંહ, હષિતસિંહ, શક્તિસિંહ, જયદેવસિંહના મોટા દાદી, સ્વ. અરજણજી સોઢા (બૈઆ), સ્વ. રામસંગજી સમા (બૌઆ), સ્વ. ભનુભા મોખા (લઠેડી), ધીરુભા ચાવડા (નવીનાળ)ના સાસુ, આસુભા પઢિયાર (પાટ)ના બહેન તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને. 

મુંબઇ : મૂળ તેરા-કચ્છના જિગર જોબનપુત્રા (ઉ.વ. 39) તે સ્વ. શાંતાબેન વાલજી આઈયાના પૌત્ર, સ્વ. જશોદાબેન નારાયણજી જોબનપુત્રાના દોહિત્ર,  ગં. સ્વ. મધુબેન રમેશ આઈયાના, કશિશ (ડોલી)ના પતિ, વીરના પિતા, ગં. સ્વ. અનિતાબેન મહેશભાઈ ચોથાણી (કચ્છ-પત્રી હાલે ડોમ્બિવલી)ના જમાઈ, રૂપલ પ્રકાશ મજેઠિયા, દર્શના (સોનલ) પરેશ મજેઠિયા, કાજલ વિજય ચંદન, ડિમ્પલ (દીપુ) પ્રકાશ પલણના ભાઈ, સ્વ. કીર્તિભાઈ, મુકેશભાઈ, ચેતનભાઇ, મીનાબેન, પ્રતિમાબેન, ક્રિષ્નાબેનના ભત્રીજા તા. 13-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-1-2025ના રવિવારે સાંજે 6થી 7 કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ મુલુંડ વેસ્ટ ખાતે. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

મુંબઇ (મુલુન્ડ) : મૂળ મોટા લાયજાના માલતીબેન રતન બારોટ (ઉ.વ. 62) તે રતન જીવન બારોટના પત્ની, હિતેશના માતા, અંગદના દાદી તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-1-2025ના સાંજે 4થી 6 નિવાસસ્થાન, રૂમ નં. 1, રાજહંસ બિલ્ડિંગ, જવેર રોડ, મુંબઇ બેન્કની સામે, મુલુન્ડ વેસ્ટ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd