• સોમવાર, 20 જાન્યુઆરી, 2025

રાજકોટમાં જાડેજા અને પંતની ટક્કર

રાજકોટ, તા.19 : ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર અને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સામેલ રવીન્દ્ર જાડેજાએ આજે નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમના અભ્યાસ સત્રમાં ભાગ લીધો હતો. રવીન્દ્ર જાડેજાનું અહીં તા. 23 જાન્યુઆરીથી રમાનાર દિલ્હી વિરુદ્ધની રણજી ટ્રોફી મેચમાં રમવું નિશ્ચિત છે. દિલ્હી ટીમ તરફથી ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર રિષભ પંત રમવાનો છે. વિરાટ કોહલીને ગરદનમાં દર્દ છે. આથી તે રણજી ટ્રોફી રમવા રાજકોટ આવશે નહીં. જાડેજા છેલ્લે સૌરાષ્ટ્ર તરફથી જાન્યુઆરી 2023માં રણજી ટ્રોફી રમ્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસના નિરાશાજનક દેખાવ બાદ બીસીસીઆઇએ દરેક ખેલાડી માટે ઘરેલુ ક્રિકેટ રમવું ફરજિયાત કર્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના અધ્યક્ષ જયદેવ શાહે જણાવ્યું છે કે રવીન્દ્ર જાડેજા આજે પ્રેક્ટિસ સેશનમાં આવ્યો છે અને હવે પછીની મેચમાં રમશે. ચેતેશ્વર પૂજારા પણ 23મીથી શરૂ થનાર દિલ્હી સામેની રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર તરફથી રમવાનો છે. વર્તમાન રણજી સિઝનમાં સૌરાષ્ટ્ર ટીમને પ મેચમાંથી ફક્ત એક મેચમાં જીત નસીબ થઈ છે અને 11 પોઇન્ટ છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ભારતીય કપ્તાન રોહિત શર્મા જમ્મુ-કાશ્મીર સામેના રણજી ટ્રોફી મેચમાં મુંબઈ તરફથી રમવાનો છે. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ પણ તેમની ટીમ તરફથી રમવાના છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd