ભુજ : વડનગરા નાગર બ્રાહ્મણ હેમાક્ષીબેન ત્રિલોકભાઈ (કનુભાઈ)
શુકલ (ઉ.વ. 72) તે હેમાંગ તથા સૌમિલ (સ્ટેનો નલિયા કોર્ટ)ના માતા, અનુપમભાઈ (મનુભાઈ)
શુકલના ભાભી તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 18-1-2025ના સવારે
9 વાગ્યે ધવલ પાઠકના નિવાસસ્થાને ઇ-12, પ્લોટ નં 220, મેઈન ગેટ નં. 4, આઈયાનગરથી સ્વર્ગ
પ્રયાણધામ જશે.
ભુજ : જયેન્દ્રભાઇ ધરમશી શાહ (માંડવીવાળા) (ઉ.વ. 83) તે સ્વ.
ધરમશી દેવચંદ શાહ (લાકડાવાળા)ના પુત્ર, સ્વ. બાબુલાલ જાદવજી શાહ (ઘીવાળા-ભુજ)ના જમાઇ,
કુમુદબેનના પતિ, ઝેનીથ (ગણેશ મોટર્સવાળા) તથા અલ્પાના પિતા, રશ્મિ ઝેનીથ શાહના સસરા,
દીતિ તથા માહીના દાદા, મિહિરના નાના, સ્વ. શાંતિલાલ ધરમશી શાહ, સ્વ. પ્રભુલાલ ધરમશી
શાહ, સ્વ. અલકબેન હરિલાલ શાહ, સ્વ. પુષ્પાબેન વીનેશભાઇ મહેતા, જ્યોતિબેન નટવરભાઇ શાહ,
પૂર્ણિમાબેન પ્રફુલભાઇ શાહના ભાઇ, નલિનભાઇ પોપટલાલ શાહના વેવાઇ તા. 17-1-2025ના અવસાન
પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-1-2025ના સાંજે 4થી 5 જૈન વંડા, પહેલે માળે, વાણિયાવાડ,
ભુજ ખાતે.
ભુજ : મેમણ હાજી રમજુ અ. કરીમ (મીઠાઇ) (ઉ.વ. 75) તે હાજી તૈયબ
(ભુજ), હુશેની (પાકિસ્તાન)ના મોટા ભાઇ, મ. દાઉદ જાનમોહમદ (માંડવી)ના જમાઇ, મ. હાજી
અબ્દુલશકુર મોહમદ (ગાગોદર), મ. અ. કરીમ ઇસ્માઇલ (માંડવી), હાજી હારુન સિધીક (ભુજ),
હાજી અનવર શરીફ (મુંદરા), હમીદ અલીમોહમદ (અંજાર), મ. હાસમ સાલેમામદ (અંજાર), ઇબ્રાહિમ
હારુન (સંતારા)ના સાળા તા. 17-1-2025ના કરાચી ખાતે અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
20-1-2025ના સોમવારે સવારે 10થી 11 કચ્છ મેમણ જમાતખાના, ભુજ ખાતે તેમજ બહેનો માટે નિવાસસ્થાને
મેમણ?કોલોની પાસે, અમનનગર, ભુજ ખાતે.
ભુજ : ખત્રી શેહનાજબાઈ ઇસ્માઇલ (માધુવાળા) (ઉ.વ. 65) તે મ. ઇસ્માઇલ
આધમના પત્ની, અસલમ ઓસમાણ (કોઠારા)ના બહેન તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 19-1-2025ના રવિવારે સવારે 11થી 12 લાઈનવાળા જમાતખાના, સરપટ ગેટ, ભુજ ખાતે.
ભુજ : કુંભાર (મોરારિયા) રાહીલ રિયાઝ (ઉ.વ. 5) તે કુંભાર રિયાઝના
પુત્ર, કુંભાર આદમ હાજી ગાભા મોરારિયા, કુંભાર હુશૈન હાજી ગાભા મોરારિયાના પૌત્ર, કુંભાર
ઇરફાન, કુંભાર શાહરુખ, કુંભાર જાવેદના ભત્રીજા, કુંભાર હાજી દાઉદ આમદ (બિદડા)ના દોહિત્ર
તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-1-2025ના શનિવારે સવારે 10થી
11 કુંભાર જમાતખાના, ભીડગેટ, ભુજ ખાતે.
ભુજ : ઝૈનબબેન અબ્બાસભાઈ લાકડાવાલા તે સાલેહભાઈ તૈયબઅલી ટીનવાલાના
પત્ની, રઝિયા અને મહંમદના માતા, ઝોહેરભાઈ, ઝૈનબબેનના સાસુ, મુબારકાના નાની, સમીના અને
હુસેનના દાદી તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. ત્રિજ્યાના સીપારા તા. 19-1-2025ના
રવિવારે મગરીબ-ઈશા નમાજ બાદ બુરહાની મસ્જિદ, વ્હોરા કોલોની, ભુજ ખાતે.
અંજાર/જામનગર : પુષ્કર્ણા બ્રાહ્મણ પરેશભાઇ અજિતભાઇ જોષી (ઉ.વ.
57) તે સ્વ. કલ્યાણજી ચુનિલાલ પુરોહિત (અંજાર)ના જમાઇ, ગં.સ્વ. દમયંતીબેનના પતિ, રેખાબેન,
દિનેશભાઇ, ગોદાવરીબેન (અંજાર), ભગવતીબેન (મુંદરા), પ્રવીણાબેન (નિરોણા)ના બનેવી, કોમલબેનના
નણદોયા તા. 16-1-2025ના જામનગર ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની (માવિત્ર તથા સાસરા)
પ્રાર્થનાસભા તા. 18-1-2025ના સાંજે 4થી 5 પુષ્કર્ણા સમાજવાડી, સેન્ટ્રલ બેંક ચોક,
જામનગર ખાતે.
અંજાર : ખત્રી હાજિયાણી આયશાબેન હાજી અબ્દુલકાદર (ખાવડાઈ) (કે.પી.ટી.)
(ઉ.વ. 60) તે હાજી અબ્દુલકાદર (ખાવડાઈ)ના પત્ની, આશિફ અબ્દુલ કાદર (અંજાર), શબાના અબ્દુલગફાર
(સુવઈ-મુંબઈ), નજરાના સાજીદ (જામનગર)ના માતા, મ. રમઝાન સિધિક, ઉસ્માન સિધિક (ખાવડાઈ)
(ભુજ)ના ભાભી, મ. ગફુર જાનમોહમદ, હબીબ જાનમોહમદ, અબ્દુલરહેમાન જાનમોહમદ (આડેસર)ના બહેન
તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-1-2025ના રવિવારે સવારે 11થી
12 ખત્રી જમાતખાના, વૈકુંઠધામ (યાદવ નગર) ખાતે.
અંજાર : મૂળ લુણી (તા. અંજાર)ના ગૌસ્વામી ચંચલગિરિ (ઉ.વ.
60) તે સ્વ. સુંદરબેન માધવગરના પુત્ર, ઉર્મિલાબેનના પતિ, દીપેશગિરિ, હિરેનગિરિ, દીપ્તિબેન
ભરતગિરિના પિતા, સ્વ. મોહનગર, રામગર, મંજુલાબેન જેઠભારથી (માંડવી)ના ભાઇ, આરતીબેન,
અલ્પાબેન, ભરતગિરિ મોહનગિરિ (ધાણેટી)ના સસરા, ગં.સ્વ. ગોદાવરીબેન, હંસાબેનના દિયર,
જેન્તીગિરિ, અનિલગિરિ, નયનગિરિ, દર્શકગિરિ, હેમાલી રામકૃષ્ણગિરિ, તૃપ્તિબેન જિજ્ઞેશગિરિના
કાકા, ગં.સ્વ. પુષ્પાબેન તુલસીગર (અંજાર)ના જમાઇ, મહેશગિરિ, ચેતનગિરિ, જયશ્રીબેન (સૂરજપર)ના
બનેવી, પ્રિષા, ધાર્મી, શિવાય, હાર્શિવના દાદા, દિવ્ય, શિવમ, મહેક, દૃષ્ટિ, મિષ્ટિના
નાના તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-1-2025ના શનિવારે સાંજે
4થી 5 રાજા કાપડી પાર્ટી પ્લોટ, અયોધ્યાનગર, દબડા, અંજાર ખાતે.
માંડવી : કચ્છી ભાટિયા મહેન્દ્રભાઇ કરશનદાસ આશર (ઉ.વ. 76) તે
પુનિતાબેનના પતિ, લક્ષ્મીબાઇ કરશનદાસ નારણદાસ આશરના પુત્ર, સ્વ. ભગવાનદાસ, સ્વ. ચંદ્રસિંહ,
નલિનભાઇ, ચારુબેનના ભાઇ, સ્વ. કસ્તૂરબાઇ કેશવજી આશરના જમાઇ, સ્વ. ઇન્દુબેન, સ્વ. ભગવાનદાસ,
સ્વ. લલિતકુમારભાઇ, કનકસિંહભાઇ, સ્વ. ઉષાબેન, સ્વ. જયશ્રીબેન, લતાબેન, સ્વ. કલ્પનાબેનના
બનેવી તા. 17-1-2025ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
મુંદરા : દેવનદાસ ગંઢુમલ લાલવાણી (ઉ.વ. 76) તે સ્વ. ગીરધારી
ગંઢુમલ લાલવાણી, મોહનલાલ ગંઢુમલ લાલવાણીના મોટા ભાઈ, હરિબેનના પતિ, પ્રવીણભાઈના પિતા,
મહેશભાઈ, દિલીપભાઈ, લખનભાઈ, વિજયભાઇના કાકા, નીરજ, નીકેશ, મયૂર, નક્ષના દાદા તા.
17-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-1-2025ના શનિવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન
બાપા સીતારામ નગર, બચપન સ્કૂલની પાસે, બારોઇ રોડ, મુંદરા ખાતે.
નખત્રાણા : મૂળ કોઠારાના ઠક્કર સતીષભાઇ (ઉ.વ. 50) તે ગં.સ્વ.
ઉર્મિલાબેન તથા સ્વ. બાલુભાઇ અરજણના પુત્ર, સંગીતાબેન વિલેલભાઇ આઇયા (મોટી વિરાણી),
મનીષાબેન પંકજભાઇ ગટ્ટા (નખત્રાણા)ના ભાઇ, સ્વ. રામજીભાઇ, સ્વ. મૂલજીભાઇ, પ્રાણજીવનભાઇ,
સ્વ. લક્ષ્મીબેન કરશનદાસ ઠક્કર (માંડવી), સ્વ. શાંતાબેન દયારામ ઠક્કર (મુલુંડ), ગં.સ્વ.
સરસ્વતીબેન દ્વારકાદાસ ભગદે (કોઠારા)ના ભત્રીજા, સુધીર, જગદીશ, ભરત, મહેશ, સુરેશ, કમલેશ,
વિનોદ, ઉદય, અશ્વિન, પ્રવીણ, સ્વ. જયાબેન, સ્વ. રંજનાબેન ગિરીશભાઇ મજેઠિયા (મઉં), પ્રજ્ઞાબેન
કિશોરભાઇ તન્ના (મુંબઇ), નિરૂપાબેન કમલેશભાઇ ચંદન (નેત્રા), ચંદ્રિકાબેન દિનેશભાઇ સોમેશ્વર
(કોડાય), હર્ષાબેન જિતેન્દ્રભાઇ સોતા (ભુજ), ભાવનાબેન ભરતભાઇ ધેરાઇ (માધાપર), રાજેશ્રીબેન
અવનિશભાઇ થોભરાણી (ભુજ), જ્યોતિબેન દિનેશભાઇ થોભરાણી (માધાપર)ના કાકાઇ ભાઇ, સ્વ. લક્ષ્મીબેન
લીલાધર બારૂ (ખોંભડી હાલે મુલુંડ)ના દોહિત્ર, રસિકભાઇ, સ્વ. દયાલજી, ધરમશી, પ્રફુલભાઇ,
કેતનભાઇ, કાંતિલાલ, અરવિંદભાઇના ભાણેજ તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 18-1-2025ના શનિવારે સાંજે 4થી 5 સાંઇ જલારામ મંદિર સંકુલમાં, નખત્રાણા
ખાતે.
માધાપર (તા. ભુજ) : ઠક્કર પ્રવીણભાઇ (પપ્પુભાઇ) જમનાદાસ મજેઠિયા
(ઉ.વ. 55) તે સ્વ. સાવિત્રીબેન જમનાદાસ મોરારજીના પુત્ર, ગં.સ્વ. નિપાબેનના પતિ, સ્વ.
લખમશી નાનજી દાવડાના જમાઇ, દિશા તથા ધારાના પિતા, હિતેન્દ્ર મિરાણી (નખત્રાણા), દર્શન
રેલોન (નલિયા)ના સસરા, સ્વ. દયાળજીભાઇ (મધુભાઇ), ગં.સ્વ. વનિતાબેન, અન્સૂયાબેન, ઉષાબેન,
ગં.સ્વ. નીતાબેનના ભાઇ, ગં.સ્વ. ધનગૌરીબેનના દિયર, સ્વ. લક્ષ્મીદાસ, કીર્તિભાઇ, ધીરજભાઇ,
સ્વ. દિલીપભાઇના સાળા, સારિકાબેન તથા પુનિતના કાકા, સંદીપભાઇ તથા વિણાબેનના કાકાજી
સસરા, કિશોરભાઈ, ગં.સ્વ. દક્ષાબેન, ડિમ્પલબેન બારુ (દયાપર)ના બનેવી, કાવ્યા તથા શિવાંશના
નાના તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-1-2025ના રવિવારે
સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ
ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
આણંદસર (તા. ભુજ) : ખલીફા રજાક અબ્દુલ (ઉ.વ. 25) તે અબ્દુલગની
હુશેનના પુત્ર, મ. ખલીફા હુશેન આમદના પૌત્ર, ખલીફા અબ્દુલ જકરિયા (સલાયા)ના જમાઈ, અજીજ
હુશેનના ભત્રીજા, આસિફ, સાહિલ, ફુરકાન, અયાનના મોટા ભાઈ તા. 17-1-2025ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 19-1- 2025ના રવિવારે સવારે 10થી 11 જમાતખાના, આણંદસર (તા. ભુજ)
ખાતે.
વર્ધમાનનગર-ભુજોડી (તા. ભુજ) : મૂળ ડગાળાના વાગડ સાત ચોવાસી
મહેન્દ્ર મહેતા (ઉ.વ. 42) તે સ્વ. કમળાબેન ભૂરાલાલ ભાણજીભાઇ મહેતાના પુત્ર, ડિમ્પલબેનના
પતિ, તૃષ્ટિના પિતા, રાજેશ, સ્વ. વર્ધમાન, ચંદ્રકાંત, સ્વ. ભારતીબેન, હિતેષ, પ્રવીણ,
હર્ષદ, નયના, ઇલાના ભાઇ, સંઘવી હરિલાલ સુંદરજીભાઇ (પલાંસવા-સુરત)ના જમાઇ, ફેનિલ, લવ્ય,
જીના, પ્રિન્સીના કાકા, જિજ્ઞેશ, પ્રજ્ઞેશ (ભચાઉ)ના મામા તા. 16-1-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 18-1-2025ના શનિવારે સવારે 10થી 11 વર્ધમાનનગર, ભુજોડી ખાતે.
વીડી (તા. અંજાર) : જત આઈયાબાઈ જુમા (માતામી) (ઉ.વ. 101) તે
મ. જત જુમા ઈબ્રાહિમ (માતામી)ના પત્ની, મ. જત હુશેન ઈબ્રાહિમના ભાભી, મ. જત હાજી મુશા,
ફકીરમામદ (એસ.ટી.વાળા) ઈબ્રાહીમ, અબ્દુલના માતા, સુમાર જત (એસ.ટી.વાળા), કાસમ, મામદ,
ગની, હુશેનના મોટીમા, જુસબ, જાનમામદ, સલીમ, મેહમૂદ, સિકંદર, જાકબ, કાસમ, જાકીર, મોહમદ,
જત મૌલાના મુબારક નક્શબંદીના દાદી તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
19-1-2025ના રવિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન વીડી બગીચા ખાતે.
જૂની દુધઇ (તા. અંજાર) : ઓઠા સુલેમાન લધા (ઉ.વ. 30) તે મ. લધા
ઓસમાણના પુત્ર, ઓઠા મુસા હારુન, ધોસમામદ જુસબ, ઓસમાણ ભેગમામદ ઓઠા, સાલેમામદ ભેગમામદ
(નરા)ના ભત્રીજા તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-1-2025ના રવિવારે
સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને.
અંતરજાળ (તા. ગાંધીધામ) : મૂળ ધણાંદ (જિ. સુરેન્દ્રનગર)ના પ્રસન્નબા
રઘુવીરસિંહ ઝાલા (ઉ.વ. 63) તે રઘુવીરસિંહ ઉદેસિંહ ઝાલાના પત્ની, ખાનુભા ઉદેસિંહ ઝાલાના
નાના ભાઇના પત્ની, ઘનશ્યામસિંહ ઉદેસિંહના ભાભી, હરેન્દ્રસિંહ, યુવરાજસિંહના માતા, પૃથ્વીરાજસિંહના
કાકી, ધર્મેન્દ્રસિંહ, ગિરીરાજસિંહના ભાભુ, રણવીરસિંહ મનુભા જાડેજા (ભદ્રેશ્વર), રાજેન્દ્રસિંહ
મનુભા (ઇફકો), મહાવીરસિંહ મનુભાના બહેન, પ્રહલાદસિંહ, પ્રતિપાલસિંહના ફઇ તા.
16-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 17-1થી 21-1-2025 સુધી નિવાસસ્થાન ક્રિષ્ના
પાર્ક, પ્લોટ નં. 28, અંતરજાળ ખાતે. ઉત્તરક્રિયા તા. 22-1-2025ના.
નાગલપુર (તા. માંડવી) : રાયમા કાસમ નૂરમોહમદ (ઉ.વ. 54) તે રાયમા
ફારૂક, અમઝદ, માસુમા, મુસ્કાનના પિતા તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 19-1- 2025ના રવિવારે સવારે 10થી 11 નાગલપુર મસ્જિદ ખાતે.
મોટા કપાયા (તા. મુંદરા) : ખલીફા હનીફાબાઇ અદ્રેમાન (ઉ.વ.
56) તે હાજી અદ્રેમાન ગુલામહુશેન (ઉર્ફે લધુભાઈ)ના પત્ની, અકરમ, અખ્તર, અફઝલ, ફાતેમા
(ગઢશીશા), ખુશ્બૂ (અંજાર)ના માતા, શકીનાબાઈ સુલેમાન (તુંબડી), જેનાબાઈ ઈબ્રાહિમ (મોટા
કપાયા), મ. રોમતબાઈ સલીમ (રાજપર), આયસુબાઈ ઈસ્માઈલ (ગઢશીશા), હાજિયાણી શેરબાનુ હાજી
ઓસમાણ (મુંદરા), મ. અબ્દુલ અલીમામદ, મ. નૂરમામદ અલીમામદ (ગજોડ), ફાતમાબાઈ તૈયબ, કુરસાબાઈ
ઓસમાણ (ગજોડ)ના ભાભી, હાસમ સુલેમાન (રાજપર)ના પુત્રી, ગુલામ, રમજુ (રાજપર), મેમુનાબેન
અનવર (કેરા), ફાતમાબાઈ જુમ્મા (ભુજ)ના બહેન, અસલમ (ગઢશીશા), ફીરોજ (અંજાર)ના સાસુ,
અર્શ અને અમનના દાદી, અર્શદ અને ફલકના નાની તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 19-1-2025ના રવિવારે સવારે 10.30થી 11.30 મોટા કપાયા ખાતે.
મોટી ખાખર (તા. મુંદરા) : ભટ્ટી હુરબાઇ?જુસબ (ઉ.વ. 95) તે ભટ્ટી
આધમ અને મ. અબ્દુલના માતા, ગફુર, અબ્દુલના દાદી, મ. હારુન, મ. સિદ્ધિક, મ. હુશેનના
ભાભી, નોડે રમજુ, બાયડ અબ્દુલ, ભટ્ટી અલીમામદના સાસુ અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 19-1-2025ના રવિવારે સવારે 11 કલાકે હાજીપીર કમ્પાઉન્ડ, મોટી ખાખર ખાતે.
મુરૂ (તા. નખત્રાણા) : હેમકુંવરબા ભૂપતસિંહ જાડેજા (ઉ.વ. 90)
તે સ્વ. ભૂપતસિંહ નાનુભાના પત્ની, જાડેજા જગમાલજીના ભાભી, દેવુભા, સ્વ. વનરાજસિંહ,
કિરીટસિંહના માતા, સરદારસિંહ, ભરતસિંહના મોટાબા, ગોપાલસિંહ, સિંહરાજસિંહ, રોહિતસિંહ,
રાજવીરસિંહના દાદી, ઉર્જિતસિંહ, સૌર્યરાજસિંહ, માન્યરાજસિંહના પરદાદી તા.
16-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને અને ઉત્તરક્રિયા તા. 27-1-2025ના.
નેત્રા-મફતનગર (તા. નખત્રાણા) : કાઠી ભખર ઈશાક (ઉ.વ. 70) તે
મ. સુમાર, મુબારક, જાકબ, અલીના ભાઇ, અબ્દુલ, અનવર, ઇકબાલ, ઇમરાન, અલ્તાફના પિતા, મ. ઈસ્માઈલ અલીમામદ, તૈયબ અલીમામદના બનેવી તા.
17-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-1-2025ના રવિવારે સવારે 10.30થી
11.30 મફતનગર (નેત્રા) મસ્જિદ ખાતે.
શિરવા (તા. માંડવી) : ભાનુશાલી લાલજીભાઈ (ઉ.વ. 73) તે સ્વ. પ્રધાન
મોનજી ગોરી (અજાણી)ના પુત્ર, વિમળાબેનના પતિ, નીલેશભાઈ તથા ભારતીબેનના પિતા, નારણભાઈ,
જેન્તીભાઈ, મથુરાદાસ, મધુબેન મંગલદાસ ગજરા (માંડવી), દમયંતીબેન ગોરધનદાસ મંગે (ધુણઇ),
ગીતાબેન ભરતુંભાઈ કટારમલ (બાંભડાઇ)ના મોટા ભાઈ, ઉદયના દાદા, લવેશ અશ્વિન કટારિયાના
નાના, સ્વ. દયા આશા ગજરા (માંડવી)ના જમાઇ, સ્વ. જીવનદાસ મેઘજી ભદ્રા (રાજણાઇ) (શિરવા)ના
દોહિત્ર તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-1-2025ના
રવિવારે બપોરે 3થી 4 ભાનુશાલી મહાજનવાડી, શિરવા ખાતે.
લાયજા મોટા (તા. માંડવી) : શઠિયા લતીફ સુમાર તે મ. સુમાર નૂરમામદના
પુત્ર, મ. ખમુ સુમાર, જાનમામદ, હુશૈનના ભાઇ, અબ્દુલ અને રજાકના પિતા તા. 16-1-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-1-2025ના મુસ્લિમ જમાતખાના, લાયાજા મોટા ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : કાંતિલાલ બાથાણી (ઉ.વ. 86) તે સ્વ.
વિશ્રામભાઇ માનાના પુત્ર, સ્વ. રામબાઇના પતિ, સ્વ. હર્ષદભાઇ (ડાયાલાલ), હરીશભાઇ, લક્ષ્મીબેન
(માનકૂવા), ભાવનાબેન દિનેશ ધોળુ (ગોવા)ના પિતા, ચિરાગ, પ્રતીક, રચિત, શિલેષ, જિમીતાબેન
તુષાર નાકરાણી (નાગપુર)ના દાદા, ડો. રામજીભાઇ (માનકૂવા), નીતાબેન, દીપાબેનના સસરા,
રવજીભાઇ ભાણજી બાથાણી (કોટડા-જ.)ના કાકાઇ કાકા તા. 17-1-2025ના રાયપુર (છ.ગ.) ખાતે
અવસાન પામ્યા છે. સાદડી તા. 19-1-2025ના બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશન પાસે,
કોટડા (જ.) ખાતે.
વિરાણી નાની-વાંઢ (તા. નખત્રાણા) : રબારી લધાભાઇ પચાણ ખટાણા
(ઉ.વ. 88) તે ભચીબેનના પતિ, સોમાભાઇ, હીરાભાઇ, મગીબેન, પાલીબેન, કભુબેનના પિતા, ભીખાલાલ,
કાના, લક્ષ્મીબેન, ભૂમિકાબેન, સોનલબેનના દાદા તા. 13-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
(બારસવિધિ) તા. 24-1-2025ના શુક્રવારે તથા સાદડી નિવાસસ્થાને નાની વિરાણી ખાતે.
ધનાવાડા (તા. અબડાસા) : હિંગોરા આધમ ઇસ્માઇલ (ઉ.વ. 93) તે ઈશા,
મ. હાજી, મ. ઇશાકના ભાઈ, મ. મોહમ્મદ હનીફના પિતા, ગુલમામાદ, અદ્રેમાન, અ. કરીમ, અનવર,
અસગર, ઝુલફીકારના મોટા બાપુ તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
19-1-2025ના રવિવારે સવારે 10થી 11 ધનાવાડા મસ્જિદ ખાતે.
ધુફી મોટી (તા. અબડાસા) : ખલીફા અબ્દુલકરીમ ઇસ્માઇલ ઉર્ફે બબાભાઇ
(ઉ.વ. 67) તે આમધ, હુશેન, ઇમ્તિયાઝના પિતા, મ. મુશા ઇશાના જમાઇ, મામધ, ઉમર, ઇસ્માઇલ,
ઇબ્રાહિમના બનેવી, ઇસ્માઇલ, સુલેમાન, અલીમામધના કાકા, મુસ્તાક મુબારક (સાંધવ)ના સસરા
તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-1-2025ના સોમવારે સવારે 11 વાગ્યે
નિવાસસ્થાને મોટી?ધુફી ખાતે.
મોરબી/ખુડા (તા. અબડાસા) : મુલકુંવરબા કાનજી સોઢા (ઉ.વ. 89)
તે દીપસંગજી (નાની ધુફી)ના પુત્રી, અભેસંગજી તથા હરાસિંહના માતા, દિવ્યરાજાસિંહ તથા
પુષ્પરાજાસિંહના દાદી તા 16-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી મોરબી ખાતે.