• સોમવાર, 20 જાન્યુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : ગં.સ્વ. ચતુરાબેન જગજીવન કોટક (માપારા) (ઉ.વ. 83) તે સ્વ. જગજીવન મોનજીના પત્ની, સ્વ. મોનજી ચાગપારના પુત્રવધૂ, સ્વ. મૂળજી પ્રાગજી જોબનપુત્રા (રોકડિયા)ના પુત્રી, ચંદ્રિકા (આણંદ), શરોજ (અંજાર), પ્રીતિબેન (માંડવી), બીના (ભુજ), નમીતા (ભુજ), હેતલ (માંડવી), રાજેશ (રાજુ શોપ)ના માતા, વર્ષા, સ્વ. હસમુખભાઇ (આણંદ), અશોકકુમાર (અંજાર), સ્વ. અશ્વિનભાઇ (માંડવી), રાજેશભાઇ (ભુજ), સ્વ. ભગવાનજીભાઇ (નખત્રાણા), ગિરીશકુમાર (માંડવી)ના સાસુ, હિનલ, દેવના દાદી, સ્વ. હરિરામ, સ્વ. દયારામ, સ્વ. નરભેરામ, સ્વ. મંગલદાસ, સ્વ. વિજયાબેન (નાગપુર), સ્વ. ગોદાવરીબેન (ભુજ), સ્વ. ભચીબાઇ (ભુજ), સંતોકબેન (મુંબઇ), સ્વ. લક્ષ્મીબેન, ગં.સ્વ. ઇન્દુબેન (અંજાર), ગં.સ્વ. મંજુલાબેન, સ્વ. વિજયાબેનના ભાભી, ગં.સ્વ. ધનુબેન ઇશ્વરલાલ (ભુજ), ગં.સ્વ. વિજયાબેન સુરેશભાઇ (મુલુંડ), નીતાબેન મથુરાદાસ (કોલાબા)ના મોટા બહેન, કેતન, તુષાર, ભૂમિ, મેહુલ, ભૂમિ, હાર્દિક, રીટા, નિમેષ, પ્રશાંત, હિરેન, કાજલ, એકતાના નાની તા. 14-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-1-2025ના શુક્રવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, છછ ફળિયા, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : મૂળ રાયધણપરના કુ. ઈન્દુબેન જયરામ કોઠારી (ઉ.વ. 86) (નિવૃત શિક્ષિકા, દરબારગઢ શાળા-ભુજ) તે સ્વ. ઝવેરબેન જયરામભાઈ કોઠારીના પુત્રી તા. 15-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-1-2025ના સાંજે 5થી 6 કતિરા પાર્ટી પ્લોટ એસી હોલ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : મૂળ ભદ્રેશ્વરના નવનીતભાઈ (નવીનભાઈ) રામજીભાઈ પ્રાગજીભાઈ સોમૈયા (ઉ.વ. 68) તે સ્વ. જશોદા (અંજાર)ના પુત્ર, સ્વ. મોહનના નાના ભાઈ, ગં.સ્વ. ચંપાબેનના પતિ, મંગળજી વેલજી રાયકુંડળ (પાનવાળા)ના જમાઈ, કિરણ, લલિતના પિતા, શીતલ, પૂજાના સસરા, સ્વ. ઈશ્વરભાઈ, સ્વ. નીમુબેન (હુબલી), સ્વ. કાંતાબેન (મોથાળા), ગં.સ્વ. વિજયાબેનના બનેવી, રાધિકા, યુગ, નક્ષ, નીવના દાદા તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-1-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

અંજાર : સારસ્વત બ્રાહ્મણ મુકતાબેન જોષી (ઉ.વ. 70) તે સ્વ. દિલીપભાઈ જોષીના પત્ની તથા ભાવેશ જોષી (ઉ.વ. 40) તે સ્વ. દિલીપભાઈ જોષીના પુત્ર, સ્વ. વલ્લભજી તુલજારામ હરિયામાણેકના પુત્રવધૂ અને પૌત્ર, સ્વ. કરણ, સ્વ. જીનલના માતા અને ભાઈ, સ્વ. વિઠ્ઠલદાસ કરશનદાસ ધતુરિયા (અંજાર)ના પુત્રી અને દોહિત્ર, વસંતકુમાર, સ્વ. પ્રફુલકુમાર, જયેન્દ્રભાઈ, ગં.સ્વ. મંજુલાબેન, ભાવનાબેનના ભાભી તથા ભત્રીજા, સ્વ. શારદાબેન, સ્વ.  નિર્મલાબેનના દેરાણી, સ્વ. મહેશકુમાર, વિક્રમ, અલ્પેશ, રાજશ્રી, બંકીમના કાકી તથા ભાઈ, દીપ્તિ મહેશકુમાર જોષી, ચૈતાલી સતીશ જોષી, જ્યોતિ ભૂપેન્દ્ર જોષી, શારદાબેન જિજ્ઞેશના મામી તથા ભાઈ, સ્વ. પુષ્પાબેન જોષી, સ્વ. લક્ષ્મીબેન એલ. પંડ્યા, સ્વ. મધુસૂદન જોષી, નરેન્દ્રભાઈ, સ્વ. સુરેન્દ્રભાઈ, સરલાબેનના બહેન, દુર્ગેન્દ્ર જોષી, હિતેશ પંડ્યા, હિરેન પંડ્યા, વંદનાબેન જોષી, નંદીની જોષી (મુંબઈ)ના માસી અને ભાઈ, અમિત મધુસૂદન જોષીના ફઈ તા. 15-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-1-2025ના શનિવારે સાંજે 4થી 5 સારસ્વત સમાજવાડી, વાગડિયા ચોક રોડ, રામ ઓટા પાસે ભાઇઓ તેમજ બહેનોની સાથે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : મૂળ મોટી ખેડોઇના જસુભા સદુભા (તિલાટ) (ઉ.વ. 82) તે સ્વ. સદુભા ભાંજીભાના પુત્ર, દશરથાસિંહના મોટા ભાઈ, બલભદ્રાસિંહ (હેડ કો.-ભુજ)ના પિતા, નંદકિશોરાસિંહના મોટાબાપુ, કૃષ્ણરાજાસિંહ, વસંરાજાસિંહના દાદા, યદુવીરસિંહ ઘનશ્યામાસિંહ ઝાલાના સસરા તા. 16-1-2025ના અવસાન પામ્યા છે પ્રાર્થનાસભા તા. 18-1-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે ભાઈઓ તેમજ બહેનોની  સાથે.

નખત્રાણા : ભચીબેન બડિયા (ઉ.વ. 90) તે સ્વ. મનજીભાઇ પાંચાના પત્ની, માયાભાઇ (વંગ)ના ભાભી, સ્વ. વિરજીભાઇ, કાંતાબેન શિવજી સંજોટ (રામપર-વેકરા), જશોદાબેન ધનજી ઓઢાણા (રામદેવનગર), મઘીબેન ડાયાલાલ મેરિયા, પુબાબેન ફકુ મેરિયા (કોટડા-જ.)ના માતા, ધના પાલા જેપાર, ખેતા પાલા, કમા પાલા (દેવપર-યક્ષ), કાનબાઇ રાજા બુચિયા (જામથડા), શામાબેન શંકર (વિરાણી)ના બહેન, નાથા માયા (વંગ), શામાબેન અરજણ બુચિયા (મિરજાપુર), રામીબેન મંગા (વિરાણી), લીલાબેન મૂળજી (વિરાણી), લખીબેન લાલજી (વડવા કાંયા)ના મોટીમા, રામજી, જેન્તી, રમેશ, લધારામ, કંકુબેન ભામુ (વડવા કાંયા), ભાવનાબેન (વિથોણ)ના દાદી તા. 15-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 20-1-2025ના રાત્રે આગરી, તા. 21-1-2025ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન રામદેવનગર, નખત્રાણા ખાતે.

કેરા (તા. ભુજ) : મૂળ કોટડા ચકારના જિતેન્દ્રભાઈ હંસરાજ પોપટ (ઉ.વ. 58) તે સ્વ. મયાબેન હંસરાજ ઉમરશી પોપટના પુત્ર, કિશોરભાઈ, અરાવિંદભાઈ, ઇન્દુબેન દીપકભાઈ સચદે (માંડવી), ચંદ્રિકાબેન ભરતભાઈ દૈયા (જિયાપર હાલે ભુજ), સ્વ. અલ્પાબેનના ભાઈ, સ્વ. ભાગબાઈ લક્ષ્મીદાસ પવાણીના દોહિત્ર, સ્વ. લાલજીભાઈ (દેશલપર), ગં.સ્વ. ડાહીબેન (કોડાય), સ્વ. ભચીબેન (મુંબઈ)ના ભાણેજ, સ્વ. ભવાનજીભાઈ (માધાપર), સ્વ. ડો. કરશનદાસ, હીરાલાલ, જેન્તીલાલ,ડો. શશિકાન્ત (અંજાર), જયાસિંહભાઈ, સ્વ. કાન્તાબેન હરિલાલ ગણાત્રા (કોટડા), ગં.સ્વ. લીલાબેન જેન્તીલાલ ગણાત્રા (અંજાર), મંજુલાબેન કિશોરભાઈ તન્ના (માંડવી)ના ભત્રીજા, ચંદ્રિકાબેન કિશોરભાઈ અને ચંદ્રિકાબેન અરાવિંદભાઈના દિયર, રીનાબેન અમિતભાઈ પૂજારા (ભુજ), હિરેન, રૂપેશ અને સોનાલીના કાકા, તૃપ્તિ અને મનાલીના કાકાજી, ડો. પ્રાચીના મામાજી, ડો. ચિંતન, રાજ, ખુશ્બૂ, રુચિના મામા, દક્ષ, શૌર્યના દાદા તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-1-2025ના સાંજે 4થી 5 લોહાર વાડી, કેરા ખાતે.

બળદિયા (તા. ભુજ) : સબીનાબેન અકબરઅલી (ઉ.વ. 48) તે અકબરઅલી અમીરઅલી પંજવાણીના પત્ની, અમીરઅલી જુમા પંજવાણીના પુત્રવધૂ, અમન અને સાલીનીના માતા, શોકતઅલી (આફ્રિકા), અલ્લાઉદ્દીન (ભુજ)ના ભાભી, સહેજાદ સલીમ મેરાણી (મુંદરા)ના સાસુ, અબ્દુલભાઈ સાલેમામદ ખોજા (માતાના મઢ)ના પુત્રી, શૌકત, શાહનવાઝ (માતાના મઢ), સલીમાબેન ઇબ્રાહિમ (કેરા)ના બહેન તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17-1-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ખોજા જમાતખાના, બળદિયા ખાતે.

સુમરાસર (તા. ભુજ) : મેઘીબેન લખણા ચાડ (ઉ.વ. 90) તે કાનજીભાઇ, દામજીભાઇના માતા, સ્વ. ગોપાલભાઇ, વાલાભાઇના ભાભી, અરવિંદ, રાજેશ, મહેશના દાદી તા. 15-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.

વર્ધમાનનગર-ભુજોડી (તા. ભુજ) : મૂળ ડગાળાના મહેન્દ્ર મહેતા (ઉ.વ. 42) તે ભૂરાલાલ ભાણજીના પુત્ર તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 17-1-2025 શુક્રવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન વર્ધમાનનગર આદિનાથ સોસાયટી, ભુજોડી ખાતેથી નીકળશે.

ગળપાદર (તા. ગાંધીધામ) : ધરમગર હેમગર ગુંસાઇ (ઉ.વ. 46) તે ગં.સ્વ. ડાઇબેન ગોવિંદગરના પૌત્ર, સાવિત્રીબેન હેમગરના પુત્ર, જયશ્રીબેનના પતિ, ભાનુવંતીબેન, લીલાવતીબેન, કેશવગર (માધાપર), ઉર્મિલાબેન, માનગર, ગવરીગર, ચતુરગર, ઇશ્વરગરના ભત્રીજા, નીતાબેન, વિવેકપુરી, વલમપુરી (ખારોઇ)ના જમાઇ, કલ્પેશપુરી, રંજનબેન (કીડિયાનગર), નિશાબેન (મોરગર)ના બનેવી, સ્વ. નારણપુરી, હિંમતપુરી, હરિપુરી, તુલસીપુરી (મોખાણા)ના ભાણેજ, જાગૃતિબેન રમેશગર, પ્રીતિબેન શિલ્પેશગર, ભાવનાબેન જિતેન્દ્રગરના દિયર (ભાઇ), મીનાક્ષી, હેત્વી, ખુશ્બૂ, બંસી, હિયાંશગરના પિતા, ખુશાલી (ભુજ), દૃષ્ટિના કાકા, નયનાબેન, અરૂણગર, નવીનગર, નીતિનગર (અંજાર), નીતિનગર, સતીશગર, યશગર, લવેશગરના ભાઇ તા. 15-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 17-1-2025ના સાંજે 4થી 5 આહીર સમાજવાડી, ગળપાદર પુલની બાજુમાં. શંખઢોળ તા. 26-1-2025ના નિવાસસ્થાને.

તુણા (તા. અંજાર) : હાજી હારુન ઇશાક કુંભાર (ઉ.વ. 80) તે ઓસ્માણ ગની, અબ્દુલા, હાજી મામદ, અકબરના પિતા તા. 15-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-1- 2025ના શનિવારે સવારે 10થી 11.30 નિવાસસ્થાન તુણા ખાતે.

વીરા (તા. અંજાર) : ભાવેશગિરિ કનકગિરિ ગુંસાઇ (ઉ.વ. 25) તે કનકગિરિ નરસિંહગિરિના પુત્ર, પીયૂષગિરિના ભાઇ, નરેન્દ્રગિરિ નરસિંહગિરિ, રાજેશગિરિ નરસિંહગિરિના ભત્રીજા, વિશ્રામગર શિવગરના પૌત્ર તા. 15-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ઉઠમણું) તા. 18-1-2025ના શનિવારે બપોરે 3થી 4 નિવાસસ્થાન વીરા, તા. અંજાર ખાતે.

કોજાચોરા (તા. માંડવી) : સાટી ઈશાક નૂરમામદ (ઉં.વ. 80) તે અનવર, હુશેનના પિતા તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 19-1-2025ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન કોજાચોરા ખાતે.

ધોકડા (તા. માંડવી) : જાડેજા તખુભા ધીરુભા (ઉ.વ. 88) તે બટુકસિંહ, પ્રેમસંગજી, શિવુભા, મનુભાના પિતા, સ્વ. પોપટભા, અજિતસિંહ, દિલુભા, રણજિતસિંહ, પ્રવીણસિંહના કાકા તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, ધોકડા ખાતે.

પત્રી (તા. મુંદરા) : વસુબા હેમુભા જાડેજા (ઉ.વ. 62) તે સ્વ. બટુકસિંહ, જીલુભાના માતા, હેમુભા ગોવિંદજીના પત્ની, ગુલાબસિંહ બી., ગજુભા, સુજુભા, પુંજુભા, જટુભા, નાનુભા, ગુલાબસિંહ એસ. જાલુભા, ચંદુભા, રણજિતસિંહ, સ્વ. જીતુભા, સ્વ. રામસંગજીના ભાભી, અભયરાજસિંહ, પાર્થરાજસિંહ, સૂર્યદીપસિંહ, પૂર્વરાજસિંહ, વિશ્વરાજસિંહ, પ્રતાપસિંહ, યશરાજસિંહના દાદી, સ્વ. અજયસિંહ, મહેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, ભરતસિંહ, મહાવીરસિંહ, જયપાલસિંહ પી., શ્રીરાજસિંહ, હાર્દિકસિંહ, જયપાલસિંહ જી., રામદેવસિંહના ભાભુ, જગદીશસિંહ, રાજુભા એસ., અજિતસિંહ, રાજુભા સી., વનરાજસિંહ, યુવરાજસિંહ, સ્વ. પૃથ્વીરાજસિંહ, રઘુવીરસિંહના કાકી, કનુજી વાઘેલા (કાંઠી)ના બહેન, સ્વ. જયેન્દ્રસિંહ નારાણજી વાઘેલા (મોટી ચંદુર)ના સાસુ, ધર્મવીરસિંહ જયેન્દ્રસિંહ વાઘેલાના નાની, સ્વ. પ્રેમસંગજી, દિલુભા, ધીરુભા, શિવુભા બી.ના નાના ભાઇના પત્ની, શિવુભા એસ.ના ભત્રીજાવહુ તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. બારમું તા. 20-1-2025ના સોમવારે, સાદડી અજેપાળ દાદાની જગ્યામાં, પત્રી ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : મોઘીબેન અખિયાણી (નાકરાણી) (ઉ.વ. 90) તે સ્વ. રતનશીભાઇ ધનજી અખિયાણીના પત્ની, સ્વ. હરિભાઇ, સ્વ. અમૃતભાઇ, સ્વ. ભચીબેન (કોટડા-જ.), સ્વ. દેવકાબેન (નખત્રાણા)ના ભાભી, સ્વ. લક્ષ્મીબેન અને મણિબેન (ગૃહમાતા-નખત્રાણા)ના જેઠાણી, હિતેષભાઇ (ભુજ), ગવરીબેન (સુરત), હેમલતાબેન (સુરત), જયશ્રીબેન (હૈદરાબાદ), ભાવનાબેન (હૈદરાબાદ), ગીતાબેન (અમદાવાદ), ચંદ્રિકાબેન (વૈભવવાડી)ના માતા, દિનેશભાઇ (ભુજ), જગદીશભાઇ (ભુજ), રસીલાબેન (ઉડપી), ભારતીબેન (બેંગ્લોર), શશિકલાબેન (અમદાવાદ), રેખાબેન (બેંગ્લોર), સ્વ. ઇલાબેન (ચીંચવડ)ના મોટીમા, કસ્તૂરબેન, વર્ષાબેન, રસીલાબેનના સાસુ, નીકિતાબેન (અમદાવાદ), કૃપલ, સંજનાબેન (નખત્રાણા), ધ્વનિબેન, રાધેબેન, આદેશના દાદી, સ્વ. વિશ્રામભાઇ હંસરાજ લિંબાણી (મથલ), લાલજીભાઇ, નાનજીભાઇ, મણિલાલભાઇ, ડાયાભાઇના બહેન તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17 અને 18-1-2025ના સવારે 8.30થી 10.30 અને બપોરે 3થી 5 નિવાસસ્થાન વિરાણી મોટી ખાતે.

અકાદના-થરાવડા (તા. નખત્રાણા) : જુણેજા અદ્રેમાન ઇસ્માઇલ (ઉ.વ. 55) તે સલીમ અને ઇમરાનના પિતા, મ. ઉસ્માન, મ. મુસ્તાક અને મ. હાસમના ભાઈ, જુણેજા જુસબ મોભીનના બનેવી, સુમરા સિકંદર ઉમર (દેશલપર કંઠી)ના સસરા તા. 15-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-1-2025ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન અકાદના ખાતે.

લક્ષ્મીપર-નેત્રા (તા. નખત્રાણા) : કુંભાર મરીયમબાઇ તૈયબ (ઉ.વ. 100) તે મ. ડાડા મુસા, મ. જુમા મુસા, મ. હાજી રમજાન મુસા (વિથોણ), હાસમ મુસાના ભાભી, કુંભાર અલીમામદ, જાકબભાઇ, કાસમભાઇ, નૂરમામદભાઇ, અબ્દુલભાઇના માતા, સિકંદર, રફીક, જાવેદ, કરીમ, ઓસમાણના દાદી તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-1-2025ના શનિવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ સમાજવાડી, મફતનગર, લક્ષ્મીપર ખાતે.

નવી મોટી ચીરઈ (તા. ભચાઉ) : લખુભા ફતુભા જાડેજા (ઉ.વ. 58) તે રણજિતાસિંહ, ઘનશ્યામાસિંહ, અનિરુદ્ધાસિંહ, દિલીપાસિંહના, ગિરિરાજાસિંહના ભાઈ, અજયાસિંહ તથા શક્તાસિંહના પિતા, જિતેન્દ્રાસિંહ, રવિરાજાસિંહ તથા યુવરાજાસિંહના કાકા, દિગ્વિજયાસિંહ તથા પુષ્પરાજાસિંહના મોટાબાપુ, કરણાસિંહ, હિત્તમાસિંહ તથા સૌર્યરાજાસિંહના દાદા તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 23-1-2025ના ગુરુવારે નિવાસસ્થાને નવી મોટી ચીરઈ ખાતે.

છાડુરા (તા. અબડાસા) : નારાણગિરિ તુલસીગિરિ ગોસ્વામી (ઉ.વ. 74) તે સ્વ. તુલસીગિરિ જેઠીગિરિના પુત્ર, રતનગિરિ, કાનગિરિ, વિશ્રામગિરિ, હીરાગિરિ, હીરાબેન (રતડિયા), શાંતાબેન (રસલિયા)ના મોટા ભાઈ, અશ્વિનગિરિ, મનીષાબેન, દમયંતીબેન, જયશ્રીબેનના પિતા, ભગવતીબેનના સસરા, લક્ષ્મીબેન, પ્રભાબેન, ઉમિયાબેન, મંજુબેનના જેઠ, જય, જીત, મીત, પ્રિયા, ભાવિનના દાદા, બિપિન, જગદીશ, કિશોર, શંકર, મયૂર, અજય, છાયા, ભારતીના મોટાબાપા, સ્વ. હરિગિરિ, સ્વ. શ્યામગિરિ (છાડુરા), સ્વ. વેલગર શ્યામગર (આશાપર)ના કાકાઇ ભાઈ, કલ્યાણપુરી લાલપુરી (સાયણ)ના જમાઈ તા. 16-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-1-2025ના શનિવારે સવારે 9થી સાંજે 5 સુધી ભાનુશાલી સમાજવાડી, છાડુરા ખાતે. ઉત્તરક્રિયા તા.27-1-2025ના સોમવારે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd