• સોમવાર, 20 જાન્યુઆરી, 2025

સતાપરમાં ચોરાસી કડવા પાટીદાર સમાજનાં સાતમા સ્નેહમિલનમાં તેજસ્વી છાત્રોનું સન્માન

ગાંધીધામ, તા. 19 : ગોવર્ધન કન્યા વિદ્યાલય  સતાપર (અંજાર) ખાતે ચોરાસી કડવા પાટીદાર સમાજ ગાંધીધામ-આદિપુર અને અંજારનું  સાતમું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ  મહેસાણા અર્બન કો.ઓ. બેંકના ચેરમેન કે.કે. પટેલ, વાઈસ ચેરમેન ડો. અનિલ પટેલ, કચ્છ ચોરાસી સમાજના પ્રમુખ સંજીવ પટેલે ઉપસ્થિત રહીને સર્વની પ્રગતિ માટે સામાજીક  એકતા બનાવી રાખી સામુહિક ધોરણે પ્રયાસો કરી એક આદર્શ સમાજની રચનાનું ઉદાહરણ પુરૂ પાડવા માટે સૌને પ્રેર્યા હતા.  સહકારી ધોરણે અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરી બધાને   પોતાની શકિત મુજબ પ્રદાન કરવા ભાર મુકાયો હતો. કાર્યક્રમના મુખ્ય દાતા કુલદિપક દિનેશભાઈ પટેલ(ઉમા મેટલ (માતપુર), કૃણાલ મુકેશભાઈ પટેલ (રમેશ કાંતિ આંગડીયા (કડવાસણ), અન્ય સહયોગી દાતા મુકેશભાઈ પટેલ (અમૃલ મિલ્ક, ધિણોજ), પ્રવિણભાઈ અને મહેશભાઈ પટેલ, હેતભાઈ આર્ટસિટી સહિતના ઉપસ્થિત રહયા હતા, જેનું અભિવાદન કરાયું હતું. વસુંધરા કોમ્યુનીટી કેર થકી સહકારી ધોરણે થઈ રહેલ અનેકવિધ પ્રવૃતિઓ અને તેના આગામી આયોજન ઉપર સુનિલભાઈ પટેલે પ્રકાશ પાડયો હતો. આ શ્રમયજ્ઞમાં જોડાયેલા તમામ સભ્યો વતી ચેતનાબેન, લેખિતાબેન, મિતલબેનનું સન્માન કરાયું હતું. છેલ્લા પાંચ વર્ષથી  સક્રિય સમર્થ ક્રેડીટ કો.ઓ. સોસાયટી થકી નજીવા વ્યાજદરે ધિરાણ પુરૂ પાડતી સંસ્થાનો પરીચય ધવલભાઈએ આપ્યો હતો. તેમજ સક્રિય સભ્ય પરેશભાઈ, જયેશભાઈ, શશિકાંતભાઈનુ પણ સન્માન થયુ હતું. સમાજના પ્રમુખ હરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. આ વેળાએ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું અભિવાદન કરાયું હતું. સજાવટ કળામાં નિપુણ જિમિલ પટેલે સાંસ્કૃતિક કૃતિઓનું સંકલન અને રજૂઆતમાં શૈલેષ પટેલનો સહકાર સાંપડયો હતો. આગામી આઠમા સ્નેહમિલન માટે દાનની  સરવાણી વહાવી દાતાઓએ સમાજ પ્રત્યેનુ ઋણ અદા કરવાની તક ઝડપી હતી.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd